લખાણ પર જાઓ

કસૂંબો

વિકિપીડિયામાંથી
કસૂંબો
દિગ્દર્શકવિજયગીરી બાવા
લેખક
આધારીત
અમર બલીદાન

(લેખક:વિમલકુમાર ધામી)

નિર્માતા
  • વિજયગીરી બાવા
  • ટ્વિંકલ બાવા
  • નિલય ચોટાઈ
  • દિપેન પટેલ
  • કૃષ્ણદેવ યાજ્ઞિક
  • જયેશ પાવરા
  • પ્રવિણ પટેલ
  • તુષાર શાહ
કલાકારો
  • રોનક કામદાર
  • ધર્મેન્દ્ર ગોહિલ
  • દર્શન પંડ્યા
  • ચેતન ધાનાણી
  • શ્રધ્ધા ડાંગર
  • મોનલ ગજ્જર
  • ફિરોઝ ઈરાની
છબીકલાગાર્ગી ત્રિવેદી
સંપાદન
સંગીતમેહુલ સુરતી
વિતરણરૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લી.
રજૂઆત તારીખ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪
અવધિ
૧૫૬ મિનીટ
ભાષાગુજરાતી
બજેટ૧૫ કરોડ

કસૂંબોવિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત ભારતીય ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. તેમાં રોનક કામદાર , ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા , ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર , મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. તે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થઈ હતી.

વાર્તા

[ફેરફાર કરો]

અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પરના આક્રમણ દરમિયાન , શેત્રુંજય ની તળેટીમાં આવેલા આદિપુર ગામના સ્થાનિક વડા દાદુ બારોટ, શેત્રુંજય ડુંગર પરના પાલીતાણાના જૈન મંદિરોને લૂંટ થી અને વિનાશથી બચાવવા માટે યોદ્ધાઓના નાના જૂથનું નેતૃત્વ કરે છે.

પાત્રો

[ફેરફાર કરો]

મુખ્ય કલાકારો

[ફેરફાર કરો]
  • અમર બારોટ તરીકે રોનક કામદાર
  • દાદુ બારોટ તરીકે ધર્મેન્દ્ર ગોહિલ
  • અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં દર્શન પંડ્યા
  • અર્જુન તરીકે ચેતન ધાનાણી
  • સુઝાન તરીકે શ્રદ્ધા ડાંગર
  • રોશનની ભૂમિકામાં મોનલ ગજ્જર
  • વિસાભા તરીકે ફિરોઝ ઈરાની

સહાયક કલાકારો

[ફેરફાર કરો]
  • ઝુબૈદા તરીકે કોમલ ઠાકર
  • અલાફ ખાન તરીકે વિશાલ વૈશ્ય
  • મીઠીબા તરીકે કલ્પના ગાગડેકર
  • વેદો ખોખર તરીકે બિમલ ત્રિવેદી
  • મેઘજી તરીકે જય ભટ્ટ
  • નાગરાજ તરીકે જગજીતસિંહ વાઢેર
  • જાદવભા તરીકે મયુર સોનેજી
  • રણમલ તરીકે વૃતંત ગોરાડિયા
  • પોપટ તરીકે ભાર્ગવ પરમાર
  • મુનિ મહારાજ તરીકે મનોજ શાહ
  • પૂજારી તરીકે રાગી જાની

ઉત્પાદન

[ફેરફાર કરો]

આ ફિલ્મ વિમલકુમાર ધામીની નવલકથા અમર બલિદાન પરથી લેવામાં આવી છે. તે અંદાજે રૂ.૧૫ કરોડ (US$૧.૯ મિલિયન) ના ખર્ચે બનાવવામાં આવી છે. શૂટિંગ માટે ૧૬ એકર (૬.૫ હેક્ટર) વિસ્તારમાં ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો.[]

માર્કેટિંગ અને પ્રકાશન

[ફેરફાર કરો]

આ ફિલ્મનું ટીઝર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વિજયગીરી ફિલ્મોસની યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશીત થઈ હતી.


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "'Kasoombo' teaser out! The film will showcase the historic plot". The Times of India. 2023-12-23. ISSN 0971-8257. મેળવેલ 2024-02-23.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]