કાંગડા
કાંગડા | |
— શહેર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 32°06′N 76°16′E / 32.1°N 76.27°E |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કાંગડા |
વસ્તી | ૯,૧૫૪ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 733 metres (2,405 ft) |
કાંગડા એ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડા જિલ્લામાં આવેલ એક શહેર અને નગરપાલિકા છે
વસતિ
[ફેરફાર કરો]૨૦૦૯ની ભારતની વસતિ ગણતરી અનુસાર ,[૧] અહીંની વસતિ ૯૧૫૪ છે. સ્ત્રી પુરુષ પ્રમાણ ૫૦% : પ૦% છે. અહીં સાક્ષરતાનું પરમાણ ૮૩% છે, જે રાષ્ટ્રીય સરાસરી ૮૯.૫% કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૮૫% અને મહિલામં સાક્ષરતા ૮૧% છે. ૧૦% વસતિ ૬ વર્ષથી ઓછી ઉંમરનાની છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ઐતિહાસિક રીતે નગરકોટ[૨], તરીકે ઓળખાતા આ શહેરની સ્થાપના ચંદ્રવંશી કુળના કટોચ્છ ક્ષત્રિય રાજપૂતો દ્વારા થઈ, તેઓ મધ્ય એશિયાના ત્રિગર્તા ક્ષેત્રના રાજા હતાં. આ કટોછ રાજાઓનો ગઢ હતો અહીં એક કિલ્લો અને મંદિરો હતાં.
આ શહેરનું અન્ય નામ ભીમગર હતું [૩] અને તેની સ્થાપના કહે છે કે રાજા ભીમે કરી, જેઓ ઈંદ્રપ્રસ્થના (હાલનું દીલ્હી) કુરુ રાજા યુધિષ્ઠીર ના નાના ભાઈ હતાં.
નગરકોટ પર ચઢાઈ
[ફેરફાર કરો]મોહમ્મદ ગઝનીએ ઇ. સ. ૧૦૦૯માં એક મંદિરને હસ્તક આ કિલ્લા પર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી ગયો. ઇ. સ. ૧૩૬૦માં ફરી ફીરોઝશાહ તઘલખે ફરી આને લૂંટ્યો. દેવી બજ્રેશ્વરીનું મંદિર ઉત્તર ભારતમાં તે સમયે સૌથી પ્રાચીન અને ધનાઢ્ય મંદિર હતું. ચોથી એપ્રિલ, ૧૯૦૫ના દિવસે આવેલ ૧૯૦૫ના કાંગડા ધરતીકંપ દ્વારા આ મંદિર અને કિલ્લો ધરાશાયી થઈ ગયો, આ ધરતીકંપમાં ૧૩૩૯ લોકો આ શહેરમાં અને ૨૦,૦૦૦ લોકો અન્યત્ર મૃત્યુ પામ્યા. ઇ. સ. ૧૮૫૫માં આ જિલ્લાનું મુખ્ય મથક અહીંથી હટાવી ધર્મશાલા છાવણી ખાતે ખસેડાયું જેની સ્થાપના ઇ. સ. ૧૮૪૯માં થઈ.[૨][૪][૫]
અમુક સમયે કાંગડા પર નેપાળી લોકો (પહેલા ગોરખા)નો કબ્જો રહ્યો હતો જેઓ આને બૃહદ નેપાળનો ભાગ બનાવવા માંગતા હતાં. ઇ. સ. ૧૮૦૯માં પંજાબના શીખ રાજા રણજીતસિંહ વચ્ચે પડ્યાં અને નેપાળી સેનાને સતલજની પૂર્વ તરફ ભગાડી દીધી. મધ્ય ૧૯ મે સદીની મધ્યમાં બ્રિટિશો દ્વારા આ ક્ષેત્ર પર કબ્જો જમાવાયો. ઇ. સ. ૧૯૪૮માં તે સમયના કાંગડાના રાજા (કાંગડા-લંબરગાવના રાજ) ધ્રુવ દેવ ચંદ કટોછ દ્વારા આને ભારતમાં વિલિન કરી દેવાયું.
ભૂગોળ
[ફેરફાર કરો]કાંગડા ૩૨.૧° N ૭૬.૨૭° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૬] સમુદ્ર સ્પાટીથી આની સરાસરી ઊંચાઈ ૭૩૩મી છે. કાંગડા જિલ્લો જાલંધરના દોઆબ થી લઈને હિમાલયની દક્ષિણી ટેકરીઓ સુધી ફેલાયેલો છે. આ શહેર બેનેર નદી અને માજ્હી નદીના સંગમ પર આવેલું છે અને બિયાસ નદી અહીંની મહત્વ પૂર્ણ નદી છે.
અર્થ વ્યવસ્થા
[ફેરફાર કરો]૧૮૫૦માં અહીં ચા ના વાવેતરની શરૂઆત થઈ. મધ્ય એશિયાના ક્ષેત્રો સાથે વ્યાપાર મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સરકારદ્વારા શરૂ કરેલ પાલમપુરના મેળામાં યારકંડીના વેપારીઓ ભાગ લે છે. લાહુલી લોકો લડાખ અને સીમાવર્તી ક્ષેત્રોમાં સામાન ઘેટાં બકરા પર લાદી વેપાર કરે છે. ચોખા, ચા, બટેટા, અફીણ, મસાલા, ઊન અને મધ એ મુખ્ય નિકાસ થતી વસ્તુઓ છે.
પ્રવાસી આકર્ષણો
[ફેરફાર કરો]ઘણા પ્રાચીન મંદિરો જેમ કે જવાલાજી મંદિર, બ્રિજેશ્વરી મંદિર, દેવી મંદિર, ચામુંડા દેવી મંદિર, ચિંતાપૂર્ણી મંદિર, બાબા બારોહ, પાંડવ દ્વારા નિર્મિત મસરૂર મંદિર અને બૈજનાથ મંદિર અહીં આવેલા છે. કાંગડા કિલ્લો પણ જાણીતું પ્રવાસી આકર્ષ છે, ધર્મશાલા નજીક આવેલ મેકલીઓડગંજ કે જે જિલ્લા મથક અને દલાઈ લામાનું ઘર છે તે પ્રણ પ્રચલિત છે.[૭] મહારાજા સંસારચંદ્ર સંગ્રહાલય કાંગડા કિલ્લાની બાજુમાં આવેલ છે. આ સંગ્રહાલયમાં કાંગડા કિલ્લા અને સંગ્રહાલયની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૨.૦ ૨.૧ કાંગડા શહેર ધ ઈમ્પીરિયલ ગેઝેટ ઓફ ઈંડિયા, ખંડ ૧૪, પૃ. ૩૯૭.
- ↑ Early Aryans to Swaraj By S.R. Bakshi, page 40
- ↑ કાંગડા જિલ્લો ધ ઈમ્પીરિયલ ગેઝેટ ઓફ ઈંડિયા, ખંડ ૧૪, પૃ. ૩૮૦. .
- ↑ ધર્મશાલા ધ ઈમ્પીરિયલ ગેઝેટ ઓફ ઈંડિયા, ખંડ ૧૧, પૃ. ૩૦૧.
- ↑ વરસાદ વર્ણન- કાંગડા
- ↑ ધર્મશાલા,મેકલીઓડ ગંજ અને કાંગડા ખીણની માહિતી પ્રવાસ અને સમાજ વેબસાઈટ