કાલી નદી (ઉત્તરાંચલ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:Geobox River

અન્ય ઉપયોગ હેતૂ દેખેં - કાલી નદી

કાલી નદી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદીનું ઉદગમ સ્થાન બૃહદ હિમાલય પર્વતમાળામાં ૩,૬૦૦ મીટરની ઊઁચાઈ પર આવેલા કાલાપાની નામના સ્થળ પર છે, કે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા પિથોરગઢ જિલ્લાના વહીવટી ક્ષેત્રમાં આવેલું છે. આ નદીનું નામ કાલી માતાના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેનું મંદિર કાલાપાની ખાતે લિપુ-લેખના ઘાટની નજીક ભારત અને તિબેટની સીમા પર આવેલું છે. અહીંથી ઉપરી માર્ગ પર આ નદી નેપાળની સાથે ભારતની નિરંતર પૂર્વ દિશાની સીમા બનાવે છે. આ નદીને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મેદાની ક્ષેત્રોમાં પંહોચતાં શારદા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાલી નદી જૌલ્જિબિ નામના સ્થળ પાસે ગોરી નદી સાથે મળી જાય છે. આ સ્થળ એક વાર્ષિક ઉત્સવ માટે જાણિતું છે. આગળ જતાં આ નદી, કર્નાલી નદી સાથે મળી જાય છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના બહરૈચ જિલ્લામાં પહોંચતાં જ આ નદીને એક નવું નામ મળે છે, સરયુ. અહીંથી આગળ જતાં આ નદી ગંગા નદીમાં મળી જાય છે. પંચેશ્વરની આસપાસના ક્ષેત્રને 'કાલી કુમાઊ' કહેવામાં આવે છે. કાલી પહાડ પરથી નીચે મેદાનોમાં ઉતરે છે અને એને શારદા નામથી ઓળખવામાં આવે છે.

સિંચાઈ અને જળ-વિદ્યુત ઊર્જા ઉત્પાદનના હેતુ માટે બનાવવામાં આવી રહેલો પંચેશ્વર બંધ, કે જે નેપાળ દેશ સાથેનું એક સંયુક્ત સાહસ છે, નજીકના ભવિષ્યમાં જ સરયૂ અથવા કાલી નદી પર બનાવવામાં આવશે. ટનકપુર જળવિદ્યુત પરિયોજના (૧૨૦ મેવૉ) એપ્રિલ ૧૯૯૩ના સમયગાળામાં ઉત્તરાખંડ સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી હતી, જે યોજના અંતર્ગત ચમોલીના ટનકપુર કસ્બે પાસે વહેતી શારદા નદી પર બૈરાજ બનાવવામાં આવ્યો છે.

કાલી નદી એ ગંગા નદી પ્રણાલીનો જ એક ભાગ છે.

ઇ. સ. ૨૦૦૭ના વર્ષમાં કાલી નદી, ગૂન્ચ નામની માછલીઓના હુમલાને કારણે સમાચારોમાં પણ છવાઈ હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


ઢાંચો:ભારતની નદીઓ