કીટ વિજ્ઞાન

વિકિપીડિયામાંથી

ઢાંચો:Zoology

કીટ વિજ્ઞાન (ગ્રીક શબ્દ ἔντομος, એન્ટિમોસ, "જે ટુકડાઓમાં કપાયેલું છે અથવા ઉપસેલું/ખંડીય છે", માટે "ઇન્સેક્ટ"(જીવડું); અને -λογία, -લોજીયા [૧]) એ કીટકોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, તે આર્થ્રોપોડોલોજીની શાખા છે. કીટકોની 1.3 મિલિયન જાતોનું વર્ણન થયું છે અને તે કુલ જાણીતા સજીવના બે તૃત્યાંશ ભાગ જેટલા છે.[૨] તેમનું અસ્તિત્વ 400 મિલિયન વર્ષ પહેલાથી છે અને તેમણે પૃથ્વી પર માનવ અને જીવનના અન્ય સ્વરૂપે સાથે ઘણા પ્રકારનું આદાનપ્રદાન કર્યું છે. તે જીવવિજ્ઞાનની વિશેષ શાખા છે. તકનીકી રીતે ખોટું હોવા છતાં ઘણીવાર સ્થળચર પ્રાણીઓના અભ્યાસને સમાવવામાં આવે છે જેમાં સંધિપાદ સમુહ અથવા અન્ય સમુદાય, જેમ કે મધ્યતનિકા, બહુપાદ, અળસિયા, ભૂમિ શંભુક, અને સ્લગનો સમાવેશ થાય છે.

પ્રાણીવિજ્ઞાનની અંદર વર્ગીકૃત થયેલા અન્ય કેટલાક ક્ષેત્રોની જેમ કીટ વિજ્ઞાનએ વર્ગક આધારિત વર્ગ છે. કીટકને લગતા કોઇ પણ પ્રશ્નો પર ભાર મુકતા કોઇ પણ વૈજ્ઞાનિક અભ્યાસને કીટ વિજ્ઞાન કહેવાય છે. કીટ વિજ્ઞાન વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરે છે જેમાં આણ્વિક જનીનવિદ્યા, વર્તણૂક, જૈવયંત્રશાસ્ત્ર, જીવરસાયણ, સિસ્ટમેટિક્સ, દેહધર્મ વિજ્ઞાન, વિકાસશીલ જીવવિજ્ઞાન, પરિસ્થિતિવિદ્યા, આકારવિદ્યા, પેલિયોન્ટોલોજી, માનવશાસ્ત્ર, રોબોટિક્સ, કૃષિ, પોષણ, ફોરેન્સિક વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

કીટ વિજ્ઞાનનો ઇતિહાસ[ફેરફાર કરો]

કીટ વિજ્ઞાન કૃષિ (ખાસ કરીને જીવવૈજ્ઞાનિક અંકુશ અને મધમાખી ઉછેર)ના સંદર્ભમાં પ્રાગઐતિહાસિક કાળથી લઇને લગભગ તમામ માનવ સંસ્કૃતિઓમાં મૂળ ધરાવે છે. પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ 16મી સદીથી જ શરૂ થયો છે.[૩] નોંધાયેલા ઇતિહાસ મારફતે કીટજ્ઞોની યાદી લાંબી છે અને તેમાં ચાર્લ્સ ડાર્વિન, જીન હેનરી ફેબર, વ્લાદિમિર નાબોકોવ, કાર્લ વોન ફ્રીક (ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 1973 નોબલ પુરસ્કાર,[૪] વિજેતા) અને બે વખત પુલિત્ઝર પારિતોષક વિજેતા ઇ. ઓ. વિલ્સન જેવી હસ્તિઓનો સમાવેશ થાય છે.

જાણીતી સંસ્કૃતિઓમાં કીટ વિજ્ઞાન[ફેરફાર કરો]

ટીવી શો પર ગિલ ગ્રિસમ એક કીટજ્ઞ છે જેનો અભિનય વિલિયમ પિટરસન દ્વારા કરવામાં આવ્યો છે. તે રીતે બોન્સ ના કીટજ્ઞ જેક હોજીન્સ, જેનું પાત્ર ટીજે થાયને ભજવ્યું છે, તે તેમની ટીમને કીટકો (જેવા કે હાઇડ્રોટી ) અને કોહવાઇ ગયેલા શરીરની આસપાસના કણોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે, તેઓ ધણીવાર હત્યા, મૂળ કયા સ્થળે થઇ હતી તેનું ચોક્કસ સ્થાન પણ ઓળખી બતાવે છે. તે વનસ્પતિશાસ્ત્ર અને ખનિજશાસ્ત્રના પણ નિષ્ણાત છે. આર્થર કોનન ડોયલની વાર્તા, ધ હાઉસ ઓફ બાસ્કરવિલેસ માં ખલનાયક એક પ્રકૃતિવાદી હોય છે જે પતંગિયાઓને સંગ્રહ કરે છે અને તેને "દુષ્ટ" કીટજ્ઞ બનાવે છે. પેટ્રિક ઓબ્રીયનની ઓબરી-મેચ્યુરિન સી નોવેલ્સમાં રોયલ નેવી ઇન્ટેલિજન્સ અધિકારી સર જોસેફ બ્લૈનની ભૂમિકા છે તે એક ઉત્સુક કીટજ્ઞ પણ છે. તે ડો. સ્ટિફન મેચ્યુરિનની જાસૂસ તરીકે ભરતી કરે છે. ડો. સ્ટિફન મુખ્ય પાત્રો પૈકીનું એક છે. જાસૂસી પ્રવૃત્તિઓ અંગે તેમની મંત્રાણાઓ પ્રકૃતિવાદી અભ્યાસોમાં તેમના રસ માટે એક જગ્યા બનાવે છે.

એવી ઘણી વિજ્ઞાન કાલ્પનિક પુસ્તકો છે જેમાં કથાવસ્તુ એવી હોય છે કે માનવ વામન બની જાય છે અને તેણે જંતુઓનો તેના સ્તરે સામનો કરવો પડે છે. કેટલાક ઉદાહરણોમાં રેક્સ ડીન લેવી કૃત ધ ઇન્સેક્ટ વોરીયર્સ , ફ્રાન્સિસ રયુફસ બેલોમી કૃત અટ્ટા , જેમ્સ પી. હોગન કૃત બગ પાર્ક , ગોર્ડન વિલિયમ્સની ધ માઇક્રોનોટ્સ શ્રેણી અને મુરે લીન્સટર દ્વારા ધ ફોરગોટન પ્લેનેટ નો સમાવેશ થાય છે. ધ ફરગોટન પ્લેનેટ કથાવસ્તુમાં એવી રીતે વળાંક આપવામાં આવ્યો છે કે માનવ વસવાટ માટે બનાવવામાં આવેલા ગ્રહ પર જંતુઓ માણસના કદના (અથવા તેનાથી મોટા) છે. રોબર્ટ એસ્પ્રિનએ ધ બગ વોર્સ નામની નવલકથા લખી છે જેમાં સરિસૃપ અને જંતુઓ વચ્ચે આંતરગ્રહના સ્તરે યુદ્ધ ખેલાય છે.

જંતુઓની ઓળખ[ફેરફાર કરો]

મોટા ભાગના જંતુઓ હિમેનોપ્ટેરા (મધમાખી, વાસ્પ અને કીડી) અથવા કોલીઓપ્ટેરા (ભૃંગ) જેવા ગોત્રમાં સરળતાથી ઓળખી શકાય છે. જો કે લેપિડોપ્ટેરા (પતંગિયા અને શલભ) સિવાયના જંતુઓ ઓળખ ચાવી અને મોનોગ્રાફનો ઉપયોગ કરીને જ તેની પ્રજાતી અને જાતિમાં ઓળખી શકાય છે. કારણકે ઇન્સેક્ટા વર્ગ મોટી સંખ્યામાં જાતિઓ ધરાવે છે (જેમાં એકલી ભૃંગની જ 3,30,000 જાતિઓ છે) અને તેમને છૂટા પાડતા ગુણધર્મો અજાણ્યા છે અને ઘણીવાર અત્યંત સૂક્ષ્મ (સૂક્ષ્મદર્શક યંત્ર વગર જોઇ શકાતા નથી) હોય છે. આને કારણે ઘણીવાર નિષ્ણાત માટે પણ જંતુને ઓળખવું મુશ્કેલ બની જાય છે. જંતુઓની ઓળખ કરવાનો શોખ વધી રહ્યો છે અને તેમાં પતંગિયા અને ડ્રેગન માખીઓ સૌથી લોકપ્રિય છે.

વર્ગીકરણવિદ્યાની નિપૂણતા[ફેરફાર કરો]

ભૃંગના મોટા સંગ્રહનો એક ભાગ

ઘણા કીટજ્ઞો એક જ ગોત્ર અથવા જંતુના એક જ કૂળમાં નિપૂણતા ધરાવે છે અને આ અનેક વિશેષતાઓએ તેમના પોતાના નામ આપ્યા છે. લાક્ષણિક રીતે (પંરતું હંમેશા નહી) તે જૂથના વૈજ્ઞાનિક નામ પરથી બનાવવામાં આવે છેઃ

 • ઓપીઓલોજી (અથવા મેલિટોલોજી) - મધમાખી
 • કોલીઓપ્ટેરોલોજી - ભૃંગ
 • ડાઇપ્ટેરોલોજી - માખીઓ
 • હેમીપ્ટેરોલોજી - સાચા માંકડ
 • લેપિડોપ્ટેરોલોજી - શલભ અને પતંગિયા
 • મિર્મેકોલોજી - કીડી
 • ઓર્થોપ્ટેરોલોજી - તીતીઘોડો, કંસારી, વગેરે.
 • ટ્રાઇકોપ્ટેરોલોજી - કેડીસ માખી

સંસ્થાનો[ફેરફાર કરો]

અન્ય વૈજ્ઞાનિક વિશેષ શાખાની જેમ કીટવિજ્ઞાન પણ અનેક સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ધરાવે છે. એવી પણ ઘણી સંસ્થાઓ છે જે પેટાક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે.

 • એમેચ્યોર એન્ટોમોલોજીસ્ટ્સ સોસાયટી
 • ડોઇચીસ ઇન્ટોમોલોજીક્સ ઇન્સિ્ટટ્યુટ
 • એન્ટોમોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકા
 • એન્ટોમોલોજિકલ સોસાયટી ઓફ કેનેડા
 • એન્ટોમોલોજિકલ સોસાયટી ઓફ જાપાન
 • ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ સ્ટડી ઓફ સોસિયલ ઇન્સેક્ટ્સ
 • નેધરલેન્ડ્સ એન્ટોમોલોજિકલ સોસાયટી
 • રોયલ બેલ્જિયન એન્ટોમોલોજિકલ સોસાયટી
 • રોયલ એન્ટોમોલોજિકલ સોસાયટી ઓફ લંડન
 • સોસાયટી એન્ટોમોલોજીગ દી ફ્રાન્સ

સંગ્રાહલયો[ફેરફાર કરો]

અહીં પસંદગીના સંગ્રહાલયોની યાદી રજૂ કરી છે જે જંતુઓનો વિશાળ સંગ્રહ ધરાવે છે.

આફ્રિકા[ફેરફાર કરો]

 • નેટલ મ્યૂઝિયમ, પીટરમારિટ્ઝબર્ગ, દક્ષિણ આફ્રિકા [૧]

યુરોપ[ફેરફાર કરો]

 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, લંડન નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, વિયેના નેચરહિસ્ટોરીક્સ મ્યૂઝિયમ
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, પેરિસ મ્યૂઝિયમ નેશનલ દી હોસ્ટરી નેચરલી
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, બર્લિન હમબોલ્ડ્ટ મ્યૂઝિયમ
 • રોયલ મ્યૂઝિયમ ફોર સેન્ટ્રલ આફ્રિકા, બ્રુસેલ્સ રોયલ મ્યૂઝિયમ ફોર સેન્ટ્રલ આફ્રિકા
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, લીડેન નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, લીડેન
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, સ્વીડન સ્વીડીશ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, સેન્ટ પીટર્સબર્ગ ઝૂઓલોજિકલ કલેક્શન ઓફ ધ રશિયન એકેડેમી ઓફ સાયન્સ
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, જીનીવા [૨]
 • ધ બેવેરીયન સ્ટેટ કલેક્શન ઓફ ઝૂઓલોજી ઝૂઓલોજીસ્ક સ્ટેટ્સમલંગ મુન્ચેન
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, બુડાપેસ્ટ હંગેરીયન નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ[૩]

યુનાઇટેડ સ્ટેટ્સ[ફેરફાર કરો]

 • એકેડેમી ઓફ નેચરલ સાયન્સિસ, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા
 • અમેરિકન મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ન્યૂ યોર્ક સિટી, ન્યૂ યોર્ક
 • ઓબર્ન યુનિવર્સિટી એન્ટોમોલોજિકલ મ્યૂઝિયમ, ઓબર્ન યુનિવર્સિટી, ઓબર્ન, અલાબામા
 • ઓડુબોન ઇન્સેક્ટારિયમ, ન્યૂ ઓર્લીએન્સ, લ્યુઇસિયાના
 • કેલિફોર્નિયા એકેડેમી ઓફ સાયન્સિસ, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા
 • કાર્નેગી મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન, પિટ્સબર્ગ, પેન્સિલ્વેનિયા
 • ફીલ્ડ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, શિકાગો, ઇલિયોનોઇસ
 • ફ્લોરિડા મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, જૈનિસવિલે, ફ્લોરિડા
 • મ્યૂઝિયમ ઓફ કમ્પેરેટિવ ઝૂઓલોજી, કેમ્બ્રીજ, મસાશુસેટ્સ
 • નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ ઓફ લોસ એન્જીલસ કાઉન્ટી, લોસ એન્જીલસ, કેલિફોર્નિયા
 • નેશનલ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, વોશિંગ્ટન, ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા
 • નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી ઇનસેક્ટ મ્યૂઝિયમ, રેલીઘ, નોર્થ કેરોલિના
 • પીઆબોડી મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ન્યૂ હાવેન, કનેક્ટિકટ
 • ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી, કોલેજ સ્ટેશન, ટેક્સાસ
 • યુનિવર્સિટી ઓફ કેન્સસ નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, લોરેન્સ, કેન્સાસ
 • યુનિવર્સિટી ઓફ નેબ્રસ્કા સ્ટેટ મ્યૂઝિયમ, લિંકન, નેબ્રસ્કા
 • યુનિવર્સિટી ઓફ મિઝૂરી એન્સ એન્ટોમોલોજી મ્યૂઝિયમ, યુનિવર્સિટી ઓફ મિઝોરી, કોલંબિયા, મિઝોરી

કેનેડા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • એથનોઇન્ટોમોલોજી
 • સ્ટેમ્પ પર જંતુઓ
 • કીટજ્ઞોની યાદી
 • એન્ટોમોલોજિકલ જર્નલ્સની યાદી
 • કીટ વિજ્ઞાનની સમયરેખા – 1800–1850
 • કીટ વિજ્ઞાનની સમયરેખા – 1850–1900
 • કીટ વિજ્ઞાનની સમયરેખા 1900થી

વધુ વાંચન[ફેરફાર કરો]

 • ચિઆંગ, એચ. સી. અને જી. સી. જાન 1996. કમ્બોડિયા-આઇઆરઆરઆઇ (IRRI)-ઓસ્ટ્રેલિયા પ્રોજેક્ટમાં કીટ વિજ્ઞાન. (ચીનીમાં) ચાઇનીઝ એન્ટોમોલ સોસ. ન્યૂઝલેટર. (તાઇવાન) 3: 9-11.
 • ડેવિડસન, ઇ. 2006. બી ફ્લીઝ હેવ લિટલ ફ્લીઝઃ હાઉ ડિસ્કવરીઝ ઓફ ઇનવર્ટિબ્રેટ ડિસીઝ આર એડવાન્સિંગ મોડર્ન સાયન્સ યુનિવર્સિટી ઓફ એરિઝોના પ્રેસ, ટુકસન, 208 પાના, ISBN 0-8165-2544-7.
 • ટ્રિપલહોર્ન, ચાર્લ્સ, એ. અને નોર્મન એફ. જોહ્નસન (2005-05-19). બોરોર એન્ડ ડીલોન્ગ્સ ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ, 7મી આવૃત્તિ, થોમસ બ્રૂક્સ/કોલ. ISBN 0-03-096835-6. — ઉત્તર અમેરિકામાં ક્લાસિકલ પુસ્તક.
 • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 • કેપિનેરા, જેએલ (સંપાદક). 2008. એનસાયક્લોપેડીયા ઓફ એન્ટોમોલોજી, બીજી આવૃત્તિ. સ્પ્રીન્ગર. ISBN 1-4020-6242-7.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

style="text-align: left;"

” I suppose you are an entomologist ? “

” Not quite so ambitious as that, sir. I should like to put my eyes on the individual entitled to that name.

No man can be truly called an entomologist, sir; the subject is too vast for any single human intelligence to grasp.”

— 

Oliver Wendell Holmes, Sr,

The Poet at the Breakfast Table.

શૈક્ષણિક સંસ્થાઓ

પાદટીપો[ફેરફાર કરો]

 1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 3. એન્ટોનિયો સોલ્ટિનિ, સ્ટોરીયા ડેલે સાયન્ઝ એગ્રેરી , 4 અંક, બોલોગ્ના 1984-89, ISBN 88-206-2412-5, ISBN 88-206-2413-3, ISBN 88-206-2414-1, ISBN 88-206-2414-X
 4. "કાર્લ વોન ઇસિક, ડિકોડિંગ ધ લેન્ગ્વેજીસ ઓફ ધ બી , નોબલ લેક્ચર, ડિસેમ્બર 12, 1973". મૂળ માંથી 2008-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.