કીર્તિદાન ગઢવી

વિકિપીડિયામાંથી
કિર્તીદાન ગઢવી
પાર્શ્વ માહિતી
જન્મ (1975-02-23) 23 February 1975 (ઉંમર 49)[૧]
મૂળગુજરાત, ભારત
વ્યવસાયોગાયક, લોક ગાયક
વાદ્યોકંઠ, હાર્મોનિયમ
સક્રિય વર્ષો૧૨
વેબસાઇટwww.kirtidan.com

કીર્તિદાન ગઢવી ગુજરાતના ગાયક છે.[૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અને ઉછેર મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા વાલવોડ ગામમાં થયો હતો. તેમણે બી.આઈ. મહંત અને રાજેશ કેલકર હેઠળની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી સંગીતમાં બી.પી.એ અને એમ.પી.એ.ની પદવીઓ મેળવી હતી.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે ૨૦૧૫માં ગુજરાતના જામનગરમાં ગાય સંરક્ષણ યાત્રામાં ગાયું હતું અને ૪.૫ કરોડ રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો.[૩] તેમણે એપ્રિલ ૨૦૧૫માં ટીવી શો એમટીવી કોક સ્ટુડિયોમાં સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે "લાડકી" ગીત ગાયું હતું [૪]

તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય ગીતો માટે જાણીતા છે.[સંદર્ભ આપો]

તેઓ ભાવનગર સ્થાયી થયા અને ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યા. "લાડકી", "નગર મેં જોગી આયા" અને "ગોરી રાધા ને કાલો કાન"નો તેમના લોકપ્રિય ગીતોમાં સમાવેશ થાય છે. હાલમાં તેઓ કચ્છ અને કાઠિયાવાડમાં તેમના સંગીતના કાર્યક્રમોની મુસાફરીની સુવિધા માટે રાજકોટમાં રહે છે.[સંદર્ભ આપો]

સન્માન[ફેરફાર કરો]

તેમને યુ.એસ.માં વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુ.એસ.એ.ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા.

૨૦૧૯માં તેમને મોરારીબાપુ દ્વારા સ્થાપિત કવિ કાગ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૫][૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gadhvi, Kirtidan. "MY LIFE & CAREER". મેળવેલ 2024-02-06.
  2. "ગુજરાતના ખ્યાતનામ લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે ખાસ મુલાકાત, અતિથી વિશેષ કાર્યક્રમમાં – Mantavya News". Mantavya News. 10 January 2018. મેળવેલ 15 August 2018.
  3. "That's bizarre! Singer showered with Rs 4.45 crore at cow protection programme in Gujarat". First Post India. 1 June 2016.
  4. "Composer Sachin's daughter debuts with 'MTV Coke Studio'". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 23 April 2015.
  5. "Kag Award – Kavi Shree Dula Bhaya Kag". મેળવેલ 2024-02-06.
  6. KAG AWARD 2019 BY MORARI BAPU | KIRTIDAN GADHVI. ૧૬ માર્ચ ૨૦૧૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]