કુફરી
Appearance
કુફરી
कुफरी | |
---|---|
નગર | |
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ પર કુફરી | |
અક્ષાંશ-રેખાંશ: 31°06′N 77°15′E / 31.10°N 77.25°ECoordinates: 31°06′N 77°15′E / 31.10°N 77.25°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | શિમલા |
ઊંચાઇ | ૨,૨૯૦ m (૭૫૧૦ ft) |
વસ્તી (2001) | |
• કુલ | ૧,૧૪૮ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
કુફરી (Kufri) એક નાનું પણ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આ સ્થળ ગિરિમથક સિમલા નજીક દરિયાઈ સપાટીથી ૨૫૧૦ મીટરની ઊંચાઇ પર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલ છે.
અનંત અંતર સુધીનું આકાશ, બર્ફિલાં શિખરો, ઊંડી ખીણો અને મીઠા જળનાં ઝરણાં, કુફરીમાં આ બધું જ છે. કુફરી ખાતે શિયાળાના ઠંડા હવામાનમાં અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમ કે સ્કીઇંગ અને ટોબોગેનિંગ સાથે પહાડ પર ચઢાણ કરવું. શિયાળાની મોસમમાં દર વર્ષે રમતોત્સવ (કાર્નિવલ) હાથ ધરવામાં આવે છે અને તે પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ છે, કે જેઓ માત્ર રમતોત્સવ જોવા માટે અહીં આવે છે. આ સ્થળ પદઆરોહણ (ટ્રેકિંગ) અને પર્વત પર ચઢવા માટે પણ પ્રસિદ્ધ છે, જે સાહસ પ્રેમી રમતવીરો માટેનું આદર્શ સ્થાન છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Kufri સંબંધિત માધ્યમો છે.
- કુફરી પ્રવાસન માહિતી વિકિવોયજ પર
- શિલોન રિસોર્ટ, કુફરી સંગ્રહિત ૨૦૧૮-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન
- કુફરી ફન વર્લ્ડ સંગ્રહિત ૨૦૨૧-૧૨-૦૯ ના રોજ વેબેક મશિન