કેતન મેહતા
કેતન મેહતા | |
---|---|
![]() | |
જન્મ | ૧૯૫૨ ![]() નવસારી ![]() |
કેતન મેહતા (જન્મ: ૧૯૫૨) એ એક ભારતીય ફિલ્મ નિર્દેશક છે. તેમણે ઈ.સ. ૧૯૭૫થી ઘણી ફિલ્મો, વૃત્તચિત્રો અને દૂરદર્શન ધારાવાહિકો નિર્દેશિત કરી છે .[૧]
શરૂઆતનું જીવન અને અભ્યાસ
[ફેરફાર કરો]કેતન મહેતાનો જન્મ ગુજરાતના નવસારીમાં થયો હતો. તેમણે તેમનો શાલેય અભ્યાસ દિલ્હીમાં કર્યો અને ત્યાર બાદ તેઓ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ, પુનામાંથી સ્નાતક થયા.[૨]
કારકીર્દી
[ફેરફાર કરો]તેમની કારકીર્દીમાં તેમણે ૨૦૧૭ સુધી ૧૦ ફીચર ફિલ્મો, ૭ વૃત ચિત્રો અને કેપ્ટન વ્યોમ તથા મિ. યોગી નામની બે દૂરદર્શન ધારાવાહિકો બનાવી છે.[૩] તેમણે રમૂજ, કટાક્ષ, પ્રેમ, હિંસા અને વિપ્લવ જેવા મૂળ વિષયો ઉપર કાર્ય કર્યુ છે.
ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ, પુનામાંથી સ્નાતક થયા બાદ તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં ટેલિવિઝન નિર્માતા તરીકે કાર્ય કર્યું. ત્યાં તેમણે શું બનાવવું તેની ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. વર્ષો પછી તેમણે આપેલા એક સાક્ષાત્કારમાં તેમણે પોતાના વિકાસમાં તે કાળ કેટલો અસરકારક હતો તે વિષે વાત કરતા કહ્યું હતું કે:
"તે એક અનન્ય અનુભવ હતો. આખું ગુજરાત ફરવું, લોકોને મળવું, જે સામે મળે તેના પર જોઈએ તેવા કાર્યક્રમો બનાવવા. તે આ માધ્યમ અને લોકો સાથેનો એક અસલનો અનુભવ હતો. મારી બનવેલી ફિલ્મોમાં તે અનુભવ મહત્વપૂર્ણ રહ્યો છે.”[૪]
મહેતાની ગુજરાતી ફિલ્મ, ભવની ભવાઈએ તેમને ઘણી નામના મેળવી આપી. તેમની ફિલ્મો ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પસંદગી પામી, જેમ કે નાન્તેસ (ફ્રાંસ) અને ધ મોસ્કૉ ફિલ્મ મહોત્સવ. ત્યાં તેમણે ઘણાં ઈનામો પણ મેળવ્યા. તેમણે મુખ્ય ફિલ્મોમાંની એક એવી ફિલ્મ મિર્ચ મસાલા એ તેમને હવાઈ ફિલ્મ મહોત્સવમાં સર્વોત્તમ ફિલ્મનો ખિતાબ મેળવી આપ્યો.[૫] આ ફિલ્મ યુનાયટેડ સ્ટેટ્સના ૫૨ સિનેમા ઘરોમાં દર્શાવાઈ હતી. આ સિવાય મહેતા ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સ્વની જ્યુરી (પંચ)માં પણ સ્થાન પામ્યા છે.
ઇ. સ. ૧૯૯૩માં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ પર એક ફિલ્મ બનાવી હતી. તેમની તાજેતરની ફિલ્મો રંગરસીયા (૨૦૧૪) અને માંઝી, ધ માઉન્ટન મેન (૨૦૧૫) બંને બોક્સ ઑફીસ પર સફળ ન રહી અને આલોચકો તરફથી પણ તેમને મોળો પ્રતિભાવ મળ્યો. માંઝી, ધ માઉન્ટન મેનમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ભુમિકા ભજવી હતી.
પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
- ૧૯૮૧:રાષ્ટ્રીય એકતા માટે સર્વોત્કૃષ્ટ ફિલ્મ: ભવની ભવાઈ
- ૧૯૯૪: રાષ્ટ્રીય એકતા માટે સર્વોત્કૃષ્ટ ફિલ્મ: સરદાર
- ૧૫મો આંતરરાષ્ટ્રીય મૉસ્કૉ ફિલ્મ મહોત્સવ: સુવર્ણ પુરસ્કાર માટે નામાંકીત: મિર્ચ મસાલા[૬]
- ૨૦૧૦: ઓર્દ્રે દેસ આર્ટ્સ એત્ દેસ્ લેટર્સ (ફ્રેંચ સરકાર)[૭]
- ફિલ્મ ફેર એવૉર્ડ
- ૧૯૯૩: સર્વોત્તમ વૃત્તચિત્ર: ઑલ ઇન ધ ફેમિલી.
- ૨૦૧૦ સંદીપ મારવાહ દ્વારા આંતર રાષ્ટ્રીય એશિયન એકેડૅમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનની આજીવન સભ્યપદ.
- ૨૦૧૫: સંદીપ મારવાહ દ્વારા ૮મા ગોલ્ડ ફિલ્મ મેળો, નોઈડામાં ગ્લોબલ સેઇનેમા એવૉર્ડ.
- ૨૦૧૫: ઑલ લાઈટ્સ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિબિ મલયીલ દ્વારા સ્ટેન્ડીંગ ઑવેશન એવૉર્ડ.
નિજી જીવન
[ફેરફાર કરો]તેમણે અભિનેત્રી દીપા સાહી સાથે લગ્ન કર્યા. દીપા સાહીએ માયા મેમસાબ, ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા, આર યા પાર જેવી તેમની ઘણી ફિલ્મોમાં ભૂમિકાઅ ભજવી છે. તેમણે સાથે મળીને માયા એકેડૅમી ઓફ એડવાન્સ્ડ સિનેમેટિક્સ અને માયા ડિજીટલ સ્ટુડિયોની સ્થાપના કરી. તેઓ ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની ઉષા મેહતાના ભત્રીજા છે. તેમનો નાનો ભાઈ ડૉ. યતીન મહેતા, ગુરગાંવ હરિયાણામાં આવેલી મેદાન્ત ઇન્સ્ટીટ્યુત ઑફ ક્રીટિકલ એન્ડ એનેસ્થીયોલોજી ના અધ્યક્ષ છે.[૮] તેમનો સૌથી નાનો ભાઈ ડૉ નિરાદ મહેતા મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં કન્સલટંટ છે.[૯]
ફિલ્મો
[ફેરફાર કરો]નિર્દેશક
[ફેરફાર કરો]- ભવની ભવાઈ (૧૯૮૦)
- હોલી (૧૯૮૪)
- મિર્ચ મસાલા (૧૯૮૫)
- મિ. યોગી (ટીવી ધારાવાહીક) (૧૯૮૮)
- હીરો હીરાલાલ (૧૯૮૯)
- માયા મેમસાબ (૧૯૯૩)
- સરદાર (૧૯૯૩)
- ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા (૧૯૯૫)
- આર યા પાર (૧૯૯૭)
- કેપ્ટન વ્યોમ (ટીવી ધારાવાહીક) (૧૯૯૮)
- મંગલ પાંડે: ધ રાઇસિંગ (૨૦૦૫)
- ટાઇમ બોમ્બ ૯/૧૧ (ટીવી ધારાવાહીક) (૨૦૦૫)
- રંગ રસિયા (૨૦૧૪)
- માંઝી: ધ માઉન્ટન મેન (૨૦૧૫)
નિર્માતા
[ફેરફાર કરો]- હોલી (૧૯૮૪)
- માયા મેમસાબ (૧૯૯૩)
- ટાઇમ બોમ્બ ૯/૧૧ (ટીવી ધારાવાહીક) (૨૦૦૫)
- રામાયણ: ધ એપિક (૨૦૧૦)
- તેરે મેરે ફેરે (૨૦૧૧)
- રંગ રસિયા (૨૦૧૪)
- મોટુ પતલુ: કિંગ ઓફ કિંગ્સ (૨૦૧૬)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Thorval, Yves (૨૦૦૦). Cinemas of India. Macmillan India. pp. 181–182. ISBN 0-333-93410-5.
- ↑ "Biography". મૂળ માંથી ૨૯ જુલાઇ ૨૦૧૨ પર સંગ્રહિત.
{{cite web}}
: Check date values in:|archive-date=
(મદદ) - ↑ "Ketan Mehta". IMDb. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૦.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Meer, Ameena http://bombsite.com/issues/29/articles/1262 સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૪ ના રોજ વેબેક મશિન Fall 1989, Retrieved 13 May 2013
- ↑ "Awards". IMDB.
- ↑ "15th Moscow International Film Festival (1987)". MIFF. મૂળ માંથી 2013-01-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Sudhir Mishra, Ketan Mehta felicitated by French government". ૧૬ જુલાઇ ૨૦૧૦. મૂળ માંથી 2018-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-18.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Dr Yatin Mehta". Our Doctors. Medanta- The Medicity. મૂળ માંથી 2016-08-04 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૧.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Dr. (Lt. Col) Nirad Mehta". Dr Nirad Mehta. Hinduja Hospital. મૂળ માંથી 2013-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૧.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)