લખાણ પર જાઓ

કેવી રીતે જઈશ? (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
કેવી રીતે જઈશ
દિગ્દર્શકઅભિષેક જૈન
લેખકઅભિષેક જૈન
અનિશ શાહ
નિર્માતાનયન જૈન
કલાકારોટોમ અલ્ટર
રાકેશ બેદી
રીટા ભાદુરી
છબીકલાપુષ્કર સિંઘ
સંપાદનમનન મહેતા
સંગીતમેહુલ સુરતી
વિશ્વેશ પરમાર
રજૂઆત તારીખ
૧૫-૬-૨૦૧૨
દેશભારત
ભાષાગુજરાતી
બજેટ૩.૨૫ કરોડ

કેવી રીતે જઈશ ૨૦૧૨ માં રજૂ થયેલ એક ગુજરાતી ચલચિત્રનું નામ છે. આ ફિલ્મનાં નિર્દેશક અભિષેક જૈન અને નિર્માતા નયન જૈન હતા. પટેલ પરિવારની અમેરિકા જવાની અને આજુ-બાજુના વિષય પર આધારિત ફિલ્મ હતી. મુખ્ય કલાકાર દિવ્યાંગ ઠક્કર, વેરોનીકા ગૌત્તમ, તેજલ પંચાશ્રા, કેન્નેથ દેસાઈ અને અનંગ દેસાઈ છે. આ ફિલ્મ નું શૂટિંગ અમદાવાદમાં કાંકરિયા અને બીજા ઘણા સ્થળો પર કરવામાં આવેલું.

પાત્રો

[ફેરફાર કરો]
  • દિવ્યાંગ ઠક્કર - હરીશ પટેલ
  • વેરોનીકા ગૌત્તમ - આયુષી પટેલ
  • ટોમ અલ્ટર - ડેરેક થોમસ
  • રાકેશ બેદી - દૌલતરામ ચેનાની
  • અનંગ દેસાઈ - ઈશ્વરભાઈ પટેલ
  • કેન્નેથ દેસાઈ - બચુભાઈ પટેલ
  • રીટા ભાદુરી - વૃદ્ધા
  • અભિનવ બેન્કર - રાહિલ
  • સિદ્ધાર્થ ભાવસાર - કેવિન
  • તેજલ પંચાસરા - ભાવના પટેલ
  • જય ઉપાધ્ધીયાય - જીગ્નેશ પટેલ
  • દીપ્તિ જોશી - જ્યોત્સનાબેન બચુભાઈ પટેલ

વાર્તા

[ફેરફાર કરો]

પહેલા બચુ (કેનેથ દેસાઈ) અને ઈશ્વર (અનંગ દેસાઈ) ગાઢ મિત્રો હોય છે. બન્ને સાથે મળીને અમેરિકા જવાનાં સ્વપ્ન જોતા હોઈ છે. બચુ પાસે પૂરતા પૈસા નથી હોતા અને ઈશ્વર ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી જાય છે એ વાત તે જયારે બચુને જણાવે છે, ત્યારે બચુને એમ થાય કે ઈશ્વરે એની સાથે દગો કર્યો છે, બંને વચ્ચે ગેરસમજ ઉભી થાય છે.

બસ ત્યારથી બચુ પટેલનું એક જ સ્વપ્ન છે કે અમેરિકા જવું. આ માટે પોતે તો સફળ ન થઈ શક્યા, પણ કોઈ પણ રીતે એમણે એમના બેમાંથી એક પુત્રને અમેરિકા મોકલવો છે. મોટા પુત્ર જીજ્ઞેષ (જય ઉપાધ્યાય) માટે પ્રયત્ન કરે છે પણ સફળ ન થતા હવે બધી જ આશાઓ નાના પુત્ર હરીશ (દિવ્યાંગ ઠક્કર) પર છે. હરીશને અમેરિકા મોકલવા માટે બચુભાઇ કંઈ પણ કરવા તૈયાર છે. પણ દર વખતે વિસા નકારવામાં આવે છે. વર્ષો પછી ઈશ્વર પટેલ ભારત પોતાની પુત્રી આયુષી (વેરોનીકા ગૌતમ) સાથે પાછાં ફરે છે અને તે ગુજરાત માં પાછા આવી સ્થાયી થવા માગે છે.

એમના મનમાં તો બચુ માટે એટલો જ પ્રેમ છે પણ બચુ હજુ જૂની વાત ભૂલ્યો નથી. બચુભાઇના પત્ની જ્યોત્સનાબહેન (દિપ્તી જોશી) સંબંધ જાળવવાની કોશિશ કરે છે પણ બચુભાઇનો વિરોધ છે. હરીશ એક કેવીન નામના મિત્રને મળે છે જે એક એજન્ટ દોલતરામ ચૈનાની (રાકેશ બેદી)ને મળાવે છે. ચૈનાની પૈસા લઇ ને અમેરિકા મોકલવાની ખાલી વાતો કરે છે. હરીશના વિસા માટે આ દરમિયાન ૫૦ લાખ રૂપિયા જીજ્ઞેષ ગુંડાઓ પાસેથી લે છે . એક તરફ આયુષી અને હરીશ વચ્ચેની મિત્રતા ગાઢ થતી જાય છે અને પ્રેમમાં પરિણમે છે, પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે બચુભાઇ અપમાન કરીને ઇશ્વરભાઈને ઘરની બહાર કાઢી નાખે છે. છેવટે બનાવટી વિસા પર હરીશને અમેરિકા મોકલવા ની તૈયારી કરે છે. અંતે બચુભાઈ ને બધું સમજાઈ જાય છે અને હરીશ-આયુષીના લગ્ન થાય છે.

આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતીનું છે. જેમાં ગાયકો તરીકે પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, ધ્વનિત ઠાકર અને રૂપકુમાર રાઠોડે સ્વર આપ્યો છે. પોપ ગીત પ્રકાર નું "પંખીડા" ગીત ખુબ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મના ગીતો મફત ડાઉનલોડ કરવા માટે મૂકવામાં આવ્યા હતા.

માર્કેટિંગ

[ફેરફાર કરો]

આ ફિલ્મનું પ્રિમિયર સીનેપોલીસ અમદાવાદ ખાતે રાખવા માં આવ્યું હતું. ફિલ્મ ને ગુજરાતનાં બધા જાણીતા મલ્ટીપ્લેક્ષ માં રજુ કરવા માં આવી હતી. ફિલ્મ નો મોટા ભાગનો પ્રચાર ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ માં ખૂબ કરવા આવ્યો હતો અને વેપારની દ્રષ્ટિ એ ફિલ્મ ખુબ સફળ રહી હતી. ફિલ્મને અમેરિકા માં પણ રજૂ કરવામાં આવી હતી.

અેવોર્ડ

[ફેરફાર કરો]

ફિલ્મ ને બીગ ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ માં ૮ અેવોર્ડ મળ્યા હતા.

  • બેસ્ટ એક્ટર (અભિનેતા) - દિવ્યાંગ ઠક્કર
  • બેસ્ટ ડિરેકટર - અભિષેક જૈન
  • બેસ્ટ ફિલ્મ
  • બેસ્ટ પ્લેબેક સિંગર (ગાયક) - રૂપકુમાર રાઠોડ
  • બેસ્ટ પ્લેબેક સિંગર (ગાયિકા) - ઐશ્વર્યા મજમુદાર
  • બેસ્ટ મ્યુઝીક આલ્બમ
  • બેસ્ટ એન્ટરટેઈનીગ સોંગ - પંખીડા

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]