ધ્વનિત ઠાકર

વિકિપીડિયામાંથી
ધ્વનિત ઠાકર
જન્મની વિગત
શિક્ષણ સંસ્થા
વ્યવસાયઅભિનેતા, રેડિયો સંચાલક, ગાયક
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ધ્વનિત ઠાકરગુજરાતના અમદાવાદના અભિનેતા અને ગાયક છે. તેઓ 2003 થી 2021 રેડિયો મિર્ચી દ્વારા રજુ થતા રેડિયો કાર્યક્રમોના સંચાલક હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમના માતા-પિતા નીતાબેન અને હરીશકુમાર ઠાકર છે. તેમણે શેઠ સી. એન. વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો છે. તેઓ બાયોટેકનોલોજીમાં સ્નાતક છે. તેમના યુવાકાળ દરમિયાન જ તેમના પિતાનું અવસાન થતા તેમની ભારતીય જીવનવીમા નિગમ (LIC)ની નોકરી તેમણે સ્વીકારી લીધી જ્યાં તેમણે ત્રણ વરસ કામ કર્યું. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા તેમણે ૨૦૦૩માં રેડિયો મિર્ચીની પ્રથમ પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લીધો. કોઈ પ્રકારની તાલીમ લીધી ન હોવા છતાં તેઓ ૧૫૦૦થી વધુ સ્પર્ધકો સામે જીતી ગયા.[૧][૨][૩]

કારકિર્દી[ફેરફાર કરો]

ધ્વનિત ઠાકર રેડિયો મિર્ચી પર સવાર અને સાંજના રેડિયો કાર્યક્રમોનું સંચાલન કરે છે. તેઓ રેડિયો જિંગલ્સ પણ બનાવે છે. ૨૦૦૯માં તેમણે તેમનું પ્રથમ સંગીત આલ્બમ, મજ્જાની લાઈફ, રજુ કર્યું જે અત્યંત સફળ રહ્યું. ૨૦૧૩માં તેમણે ક્લિક કર! આલ્બમ માટે એક ગીત ગાયું હતું. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે જેમકે કેવી રીતે જઈશ, બેટર હાફ અને મોહનના મન્કીઝ. તેઓ અહમદાબાદ મિરરમાં ધ્વનિત સબ જાનતા હૈ અને નવગુજરાત સમયમાં જસ્ટ ધ્વનિત નામે કટારો લખે છે. તેઓ પ્રવાસન કંપની કોક્સ એન્ડ કિંગ્સના બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુક્યા છે. તેઓએ ગુજરાત સરકાર માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બનાવી છે.[૧][૩]

ધ્વનિતે ૨૦૧૭માં ફૈઝલ હાશમી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ વિટામીન શી ફિલ્મ દ્વારા અભિનયના ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું.[૪][૫][૬]

ચલચિત્ર અભિનય[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર પાત્ર નિર્દેશક નોંધ
૨૦૧૬ મિશન મમ્મી પોતે આશિષ કક્કડ ઝલક અભિનય
૨૦૧૭ વિટામીન શી જીગર ફૈઝલ હાશમી
૨૦૧૯ શોર્ટ સર્કિટ સમય ફૈઝલ હાશમી
૨૦૨૨ પેટીપેક કે. આર. દેવમણિ

સન્માન[ફેરફાર કરો]

તેઓ શ્રેષ્ઠ ગુજરાતી રેડીઓ જોકીનો એવોર્ડ અને શ્રેષ્ઠ કાર્યક્રમનો એવોર્ડ (ગુરુવાર ગુર્જરી અને હેલો અમદાવાદ) ઇન્ડિયા રેડિયો ફોરમ એવોર્ડ્સ ખાતે ૨૦૦૯, ૨૦૧૦[૧] અને ૨૦૧૫માં જીત્યા હતા.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Change makers of Gujrat : Simply Gujarati". India Today. ૨૮ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૫ મે ૨૦૧૫.
  2. "એફ એમ ઈઝ ઈક્વલ ટુ ધ્વનિત ઠાકર". Sadhana. 28 January 2012. મૂળ માંથી 16 June 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2015.
  3. ૩.૦ ૩.૧ "RJ Dhvanit - Its better to be a big fish in a small town". Radioandmusic.com. ૧૭ એપ્રિલ ૨૦૧૦. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૫.
  4. Jambhekar, Shruti (૨૩ મે ૨૦૧૫). "Popular RJ Dhvanit Thaker takes up acting". The Times of India. મેળવેલ ૬ જૂન ૨૦૧૫.
  5. "RJ Dhvanit's visual debut". Navgujaratsamay. ૨૭ મે ૨૦૧૫. મૂળ માંથી 2015-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૫.
  6. TNN (૧૧ મે ૨૦૧૫). "'My Miss India journey was beautiful' - Beauty Pageants". Femina Miss India. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]