લખાણ પર જાઓ

કોલાસિબ

વિકિપીડિયામાંથી
કોલાસિબ
નગર
કોલાસિબ
કોલાસિબ
કોલાસિબ is located in Mizoram
કોલાસિબ
કોલાસિબ
કોલાસિબ is located in India
કોલાસિબ
કોલાસિબ
અક્ષાંશ-રેખાંશ: 24°13′52″N 92°40′34″E / 24.23111°N 92.67611°E / 24.23111; 92.67611
દેશભારત
રાજ્યમિઝોરમ
જિલ્લોકોલાસિબ
ઊંચાઇ
૮૮૮ m (૨૯૧૩ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૧૮,૮૫૨
ભાષા
 • મિઝોમિઝો
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કોલાસિબ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યનું એક નગર છે. કોલાસિબમાં કોલાસિબ જિલ્લાનું મુખ્યાલય છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, કોલાસિબની વસ્તી ૧૮,૮૫૨ હતી. જેમાં પુરષો ૫૧ ટકા અને સ્ત્રીઓ ૪૯ ટકા હતાં. કોલાસિબનો સરેરાશ સાક્ષરતા દર ૮૨ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫ ટકા કરતા વધુ છે. પુરુષોમાં સાક્ષરતા દર ૮૩ ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર ૮૧ ટકા છે. કોલાસિબમાં ૧૩ ટકા વસ્તી ૬ વર્ષ કરતાં ઓછી છે.

અર્થતંત્ર[ફેરફાર કરો]

કોલાસિબનું અર્થતંત્ર જિલ્લાનાં પાટનગરમાં થોડીક સેવા ક્ષેત્રની તકો સિવાય મુખ્યત્વે ખેતી-આધારિત છે. મોટાભાગનાં લોકો બીટલ નટ, પામ તેલ, ચોખા, ઘઉં અને માછલીનો વ્યાપાર કરે છે અને અન્ય જિલ્લાઓમાં નિકાસ કરે છે.[૧]

વાહનવ્યવહાર[ફેરફાર કરો]

પવન હંસ દ્વારા[૨] ઐઝવાલ અને કોલાસિબ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવે છે.[૩] કોલાસિબ અને ઐઝવાલ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૪ વડે અંતર ૮૩ કિમી નું છે અને બન્ને શહેરો બસ અને જિપ વડે જોડાયેલ છે.[૪]

શિક્ષણ[ફેરફાર કરો]

કોલાસિબમાં એક કોલેજ, કોલાસિબ કોલેજ આવેલી છે, જે મિઝોરમ યુનિવર્સિટી હેઠળ આવે છે. કોલાસિબમાં ખાનગી અને જાહેર શાળાઓ આવેલી છે.

પ્રકાશન[ફેરફાર કરો]

મુખ્ય સમાચારપત્રો નીચે પ્રમાણે છે:[૫]

 • રામ ઇંગ
 • ડુહલાઇ
 • રામનૌમ
 • કોલાસિબ ટુડે
 • ટુરનિપુઇ
 • હ્રિંગલાંગ
 • છુત્લાંગ ડેઇલી
 • કોલાસિબ એવ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Economic activity gains momentum in Mizoram's Kolasib District". Yahoo News. મેળવેલ 29 August 2012.
 2. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. મૂળ માંથી 12 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2012.
 3. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. મૂળ માંથી 23 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 20 August 2012.
 4. "ઐઝવાલ થી શિલોંગ". Mizoram NIC. મેળવેલ 29 August 2012.
 5. "Accredited Journalists". DIPR Mizoram. મૂળ માંથી 19 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 September 2012.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]