કોલ્લક્કયીલ દેવકી અમ્મા
દેવકી અમ્મા | |
---|---|
નારી શક્તિ પુરસ્કાર મેળવતા દેવકી અમ્મા | |
જન્મની વિગત | કોલ્લક્કયીલ દેવકી અમ્મા ૧૯૩૪ મુથુકુલમ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | વનપાલક |
પ્રખ્યાત કાર્ય | નારી શક્તિ પુરસ્કાર |
કોલ્લક્કયિલ દેવકી અમ્મા (જન્મ ૧૯૩૪) એક ભારતીય મહિલા છે જેમણે ગાડીના અકસ્માત બાદ, ખેતી કરવામાં અસમર્થ બનતા જંગલ ઉગાડવાનું શરૂ કર્યું. આ જંગલ હવે ૪.૫ એકર વિસ્તાર અને ૩,૦૦૦ થી વધુ વૃક્ષો ધરાવે છે. નારી શક્તિ પુરસ્કાર સહિત આ કામ માટે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]દેવકી અમ્માનો જન્મ ૧૯૩૪માં કેરળના અલાપ્પુળા (એલ્લપી) જિલ્લાના મુથુકુલમમાં થયો હતો.[૧][૨] બાગાયત પ્રત્યેનો પ્રેમ તેમને તેમના દાદા પાસેથી મળ્યો હતો.[૩] તેમણે ગોપાલકૃષ્ણ પિલ્લઇ સાથે લગ્ન કર્યા, જેઓ એક શિક્ષક હતા અને ડાંગરના ખેતરોમાં ચોખા ઉગાડતા હતા.[૩] [૪] ૧૯૮૦માં, દેવકી અમ્મા એક ગંભીર અકસ્માતમાં ઘાયલ થયા, જેથી ત્રણ વર્ષ સુધી તેઓ પથારીવશ રહ્યા.[૩][૧]
વન
[ફેરફાર કરો]તે દુર્ઘટનામાંથી સ્વસ્થ થયા પછી, દેવકી અમ્મા ડાંગરના ખેતરોમાં કામ કરી શકવા સમર્થ ન હતા તેથી તેમણે ઘરના પાછળના બગીચામાં વૃક્ષો રોપવાનું શરૂ કર્યું. સમય જતાં આ પ્રોજેક્ટ ૪.૫ એકર જંગલમાં રૂપાંતરીત થયો.[૧] તેમાં કૃષ્ણનાલ, મહોગની, કેરી, કસ્તુરી, પાઈન, સ્ટાર અને આમલી સહિત ૩,૦૦૦થી વધુ વૃક્ષો છે.[૩] [૧] તેમાં દુર્લભ છોડવાઓ પણ છે અને આ વન પક્ષીઓને આકર્ષિત કરે છે જેમ કે અમુર બાજ, બ્લુથ્રોટ્સ, કાળા-પાંખવાળા સ્ટિલ્ટ્સ, પેરેડાઇઝ ફ્લાયકેચર્સ અને નીલમણિ કબૂતર.[૩] [૧] [૫] દેવકી અમ્માએ જંગલમાં ત્રીસ વર્ષ સુધી ગાય, ભેંસ અને બળદનો ઉપયોગ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી કાર્ય કર્યું અને મોટાભાગે પોતાની જાતે જ આ જંગલ ઉગાડ્યું.[૫]
પુરસ્કારો
[ફેરફાર કરો]દેવકી અમ્માએ અનેક પુરસ્કારો મેળવ્યા છે. તેને અલાપ્પુળા જિલ્લા દ્વારા સામાજિક વનીકરણ પુરસ્કાર અને વિજ્ઞાન ભારતી દ્વારા ભૂમિત્ર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કેરળ રાજ્યએ તેમને હરિ વ્યાક્તિ પુરસ્કાર આપ્યો.[૩] રાષ્ટ્રીય સ્તરે તેમને ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષામિત્ર પુરસ્કાર [૬] અને ત્યાર પછી નારી શક્તિ પુરસ્કાર મળ્યો જે તેમને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા એનાયત થયો હતો.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ A, Sam Paul (4 May 2019). "In 4.5 acres, she nurtures a dense forest". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 9 January 2021.
- ↑ Kesharwani, Sakshi (5 September 2020). "Devaki Amma – An unsung hero". Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 9 January 2021.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ Adil, Yashfeen (24 September 2019). "Kollakkayil Devaki Amma: The Woman Who Built A Forest". Feminism In India. મેળવેલ 9 January 2021.
- ↑ "The woman who gave birth to a forest". Kerala Tourism (અંગ્રેજીમાં). મેળવેલ 9 January 2021.
- ↑ ૫.૦ ૫.૧ Karelia, Gopi (19 March 2019). "Working for 40 Years, Kerala's 85-YO Devaki Amma Grew a Forest All By Herself!". The Better India. મેળવેલ 9 January 2021.
- ↑ "The woman who gave birth to a forest, Kollakkayil Devaki Amma, Alappuzha, Personal Forest, Attraction, Kerala Tourism". Kerala Tourism (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-30.