લખાણ પર જાઓ

ખડી હિંદી બોલી

વિકિપીડિયામાંથી
ખડી બોલી
खड़ी बोली
કૌરવી (कौरवी)
ઉચ્ચારણkʰəɽiː boːliː
મૂળ ભાષાભારત
વિસ્તારદિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ
સ્થાનિક વક્તાઓ
[૧]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
 • ઇન્ડો ઇરાનિયન
  • ઇન્ડો આર્યન
   • હિંદી ભાષા
    • પશ્ચિમ હિંદી
     • હિંદુસ્તાની
      • ખડી બોલી
લિપિ
ઉર્દૂ, દેવનાગરી
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3
Linguasphere59-AAF-qd
ખડી હિંદી જ્યાં બોલાય છે તે વિસ્તાર લાલ રંગથી દર્શાવેલો છે.

ખડી બોલીનું તાત્પર્ય હિંદી ભાષા સાથે છે, જેને ભારતીય બંધારણમાં રાજભાષા તરીકે માન્ય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હિંદી ભાષાને આદર્શ (પ્રમાણભૂત) હિન્દી, ઉર્દૂ અને હિંદુસ્તાની મૂળ આધાર સ્વરૂપ બોલી હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ખડી બોલી પશ્ચિમ રુહેલખંડ, ગંગા ઉત્તર દોઆબ અને અંબાલા જિલ્લામાં સ્થાનિક ઉપભાષા છે, જે ગ્રામ્ય જનતા દ્વારા માતૃભાષા તરીકે બોલાય છે. આ વિસ્તારોમાં રામપુર, બિજનૌર, મેરઠ, મુજફ્ફરનગર, મુરાદાબાદ, સહરાનપુર, દહેરાદૂનનો ભૂપ્રદેશ, અંબાલા તથા કલસિયાં અને ભૂતપૂર્વ પતિયાલા રજવાડાના પૂર્વી ભાગ આવે છે.

ખડી બોલી એ બોલી છે જેના પર વ્રજ ભાષા અથવા અવધિની છાપ નથી હોતી. વર્તમાન રાષ્ટ્રભાષાનું આ પૂર્વ સ્વરૂપ છે. તેનો ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે. તે પરિનિષ્ઠિત પશ્ચિમી હિન્દીનું એક સ્વરૂપ છે.

સાહિત્યિક સંદર્ભ[ફેરફાર કરો]

સાહિત્યિક સંદર્ભમાં વ્રજ, અવધિ વગેરે બોલીમાં સાહિત્યનું પૃથક્કરણ કરવા માટે આધુનિક હિન્દી સાહિત્યને ખડી બોલી સાહિત્ય નામ વાપરવામાં આવે છે. તે ભારતમાં સૌથી વ્યાપક, સરળ અને સમજી શકાતી ભાષા છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને હરિયાણા ખડી હિંદી બોલતા રાજ્ય છે. આ ઉપરાંત દૂર સુધી દક્ષિણના કેટલાક સ્થળો સિવાય તેનો પ્રચાર લગભગ સમગ્ર દેશમાં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Standard Hindi: 180 million India (1991). Urdu: 48 million India (1997), 11 million Pakistan (1993). Ethnologue 16. (Ethnologue 17 figures for Hindi are not restricted to Khariboli Hindi.)