ખારઘર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Kharghar
—  town  —
Khargharનુ

મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 19°02′10″N 73°03′42″E / 19.036146°N 73.0617213°E / 19.036146; 73.0617213
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો Raigad
નજીકના શહેર(ઓ) Mumbai
લોકસભા મતવિસ્તાર Malvan LokSabha Constituency
વિધાનસભા મતવિસ્તાર Panvel Constituency
નગર નિગમ CIDCO
સાક્ષરતા ૯૮% 
અધિકૃત ભાષા(ઓ) મરાઠી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 35 square kilometres (14 sq mi)
ખારઘર ખાતે ઉત્સવ ચોક.

ખારઘર (खारघर) એ સિડકો (CIDCO) દ્વારા કલ્પિત અને રચિત, નવી મુંબઇનું સ્થળ છે. તે રાયગઢ જિલ્લામાં સ્થિત છે અને તેનો વિકાસ અને જાળવણી સિડકો (CIDCO) દ્વારા કરવામાં આવે છે. ખારઘર મુંબઇ-પૂના હાઇવે (એનએચ 4) પર આવેલું છે જ્યાં મુંબઇ શહેરના મધ્યભાગથી એક કલાકની સફર કરતા પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે. આ વિસ્તારના વિકાસની શરૂઆત 1995માં થઇ હતી અને હાલ અહીં વ્યાપારી અને રહેણાંક બંને પ્રકારના સંખ્યાબંધ તૈયાર અને બાંધકામ હેઠળ રહેલા પ્રોજેક્ટ્સ છે. વર્તમાન સમયમાં ઘણા પ્રોજેક્ટ્સ આવતા ખારઘર પણ વાશિ અને નેરૂલ બાદ નવી મુંબઇનું ત્રીજા ક્રમનું સૌથી વિકાસીત સ્થળ હોવાનો દાવો કરે છે.

પરિચય[ફેરફાર કરો]

ખારઘર રેલવે સ્ટેશન

નવી મુંબઇને મુંબઇ શહેર પરના ભારણમાં ઘટાડો કરવા માટે મેટ્રો કદના એક આકર્ષણ તરીકે માનવામાં આવે છે. તેનું આયોજન પોલિસેન્ટ્રીક નવા નગર તરીકે જાહેર-પરિવહન કોરિડોરની સાથે મધ્યવર્તી કેન્દ્રીકરણ શ્રેણીઓ સાથે કરવામાં આવ્યું છે. જ્યારે સંપૂર્ણપણે બંધાઇ જશે ત્યારે તે ચાર મિલિયન લોકોને રાખવાની ક્ષમતા અને એક મિલિયન નોકરીઓ સાથે આ પ્રકારની 14 ટાઉનશીપ્સ ધરાવશે તેવી અપેક્ષા છે. ખારઘર તેમાંનું એક સ્થળ છે અને આશરે 500,000ની વસ્તી સાથે તેનો વિકાસ સિડકો (CIDCO) દ્વારા કરાઇ રહ્યો છે.

સ્થાન[ફેરફાર કરો]

ખારઘરની સાઇટ નવી મુંબઇના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટની બાજુમાં આવેલી છે અને તે બે મુખ્ય હાઇવે અને ચિત્રમય ખારઘર ટેકરીઓની ઘેરાયેલી છે. તલોજા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને તલોજા ક્રીક તેની પૂર્વ તરફ આવેલા છે. ખારઘર એ પ્રાથમિક ધોરણે આવાસી ટાઉનશીપ છે, પરંતુ ઘરો એ નવી મુંબઇના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટનો એક ભાગ છે.

વિશિષ્ટતાઓ[ફેરફાર કરો]

ચિત્ર:Pandavkhada.jpg
પાંડવખાડા હિલ્સ પરથી ખારઘર પેનોરામા.

ખારઘર આશરે 1700 હેક્ટરમાં ફેલાયેલું છે, જે 7 કિમી લાંબું અને 5 કિમી પહોળું છે. ખારઘરમાં 12 ગામોની વસાહતો વસેલી છે, જેને પગલે તેની કુલ વસ્તી 20,000 જેટલી થાય છે. ખારઘર 45 સેક્ટરોમાં વહેંચાયેલું છે. જેની સામાન્ય કક્ષા સ્થાન પર 1.5થી 15.0 મિટર સુધી અલગ-અલગ હોય છે. ત્રીજી સાઇટ લગભગ સમથળ છે, પરંતુ ટેકરીની ખૂબ નજીક આવેલો વિસ્તાર ખૂબ નીચો છે. ખારઘરની ટેકરીઓ મોટા પ્રમાણમાં વરસાદનું પાણી લાવે છે, જે નોડ તેમજ સેન્ટ્રલ પાર્કના વિસ્તારના માર્ગે ખાડી તરફ જાય છે. ચારે તરફ આવેલા લીલાછમ પર્વતોથી ઘેરાયેલું નવી મુંબઇનું ખારઘર વરસાદી વાતાવરણમાં હિલ સ્ટેશનથી સહેજ પણ ઓછું રમણીય નથી . થોડા વર્ષો પહેલા જે સ્થળો પર જવું ખૂબ મુશ્કેલ હતું, તે તાજેતરના આયોજિત આંતરમાળખાકીય વિકાસને કારણે મુંબઇકરોના પસંદગીના સ્થાનોમાંનું એક બની ગયું છે. ખારઘર એ કુદરતપ્રેમીઓ માટે આનંદનું સ્થળ છે, જે વિશાળ ખુલ્લી જગ્યા અને હરિયાળી ધરાવે છે. વિશાળકાય ફુવારો સ્થળના આકર્ષણમાં વધારો કરે છે, સાંજની એક સહેલ તમને તાજગી આપે છે, અને પાંડવખાડા ખાતેનો પાણીનો ધોધ પિકનીકપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અને વરસાદની મોસમમાં સમગ્ર મુંબઇમાંથી લોકો તેની મુલાકાતે આવે છે.

આંતરમાળખાકીય સુવિધાઓ[ફેરફાર કરો]

ચોમાસા દરમિયાન ખારઘર પર છવાયેલા વાદળો.
રૂ. 40,000 મિલિયન (1140 મિલિયન યુએસ ડોલર)ના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આંતરમાળખા સાથે, નવી મુંબઇ હવે રહેવાસીઓને આવકારવા, વસ્તીના મોટા સ્થળાંતર, ઉદ્યોગો, વ્યાપાર અને મુંબઇ અને અન્ય સ્થાનોના બિન-પ્રદૂષક કારોબારો માટે તૈયાર છે. ખારઘરમાં મોટા પાયે પાણીની તંગી સર્જાય છે. તેનું આયોજન એવી ખરાબ રીતે કરવામાં આવ્યું છે કે ખારઘરના ઘણા સેક્ટર્સમાં કેબલ ન નાખવામાં આવ્યા હોવાથી ટેલિફોન લેન્ડ લાઇનો પણ નહીં હોય. આ સેક્ટર્સના લોકોએ સંદેશાવ્યવહાર માટે તેમના સેલ્યુલર ફોન અથવા ફિક્સ્ડ લાઇનના વાયરલેસ ફોન પર નિર્ભર રહેવું પડે છે. પર્યાવરણની દ્રષ્ટિએ તાજી હવાને કારણે ખારઘર શ્રેષ્ઠ સ્થાન છે પરંતુ ઓછા જાહેર પરિવહનને પગલે ખારઘરમાં રહેવું ખૂબ ખર્ચાળ છે અને દૈનિક ધોરણે જરૂર પડતી વસ્તુઓની પણ અહીં મોંઘી મળે છે. અહીં શ્રમિકો પણ ઘણા ખર્ચાળ હોવાથી એકંદરે સંપૂર્ણ વિક્સીત વિસ્તાર બનતા તેને સમય લાગશે.

ખારઘરમાં ભારતની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી. એનઆઇએફટી (NIFT)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા 2002-03માં દાદરથી ખારઘર ખાતે લાવવામાં આવી. તે ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન અને એપરલ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ અને ફેશન મેનેજમેન્ટ તથા ફેશન ડિઝાઇન સ્પેસમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સીસ ઓફર કરે છે. જોકે એનઆઇએફટી (NIFT)નું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં શ્રી આઇ.બી. પીરઝાદા સંસ્થાના ડિરેક્ટર છે. ખારઘર વ્યાપારી અને રહેણાંક એમ બંને સેગમેન્ટમાં તૈયાર અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ ધરાવે છે. હિરાનન્દાની કોમ્પ્લેક્સ (ક્રિસ્ટલ પ્લાઝા), કેન્દ્રિય વિહાર ખારઘરના કેટલાક જુના રહેણાક કોમ્પ્લેક્સીસમાં સ્થાન ધરાવે છે. ભારતીય સશસ્ત્ર દળો અહીં બે રેસિડેન્શિયલ એન્ક્લેવ ધરાવે છે - જલવાયુ વિહાર અને રઘુનાથ વિહાર. ખારઘર તાતા મેમોરિયલ હોસ્પિટલનું કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પણ ધરાવે છે.ખારઘરમાં સંખ્યાબંધ વૈભવી રહેણાંક પ્રોજેક્ટ્સ કૂદકે ને ભૂસકે વધ્યા છે. રિજન્સી હિલ્સ, કેસર હાર્મની અને આગામી સમયમાં આવનારા સાયપ્રેસ એક્વા, હેક્સબ્લોક્સ અને કેસર એક્ઝોટિકા જેવા પ્રોજેક્ટ્સ નવી મુંબઇના શ્રેષ્ઠ ગણાતા પ્રોજેક્ટ છે અને તે મુંબઇના પરા વિસ્તારના પ્રોજેક્ટ્સ જેટલા જ મોંઘા છે. એક અગ્રણી ઔદ્યોગિક જૂથ ધનિક અને જાણીતા લોકો માટે ખારઘર હિલ્સ પર હોલિવુડ જેવા વૈભવી વિલાનું બાંધકામ કરવાનું આયોજન કરી રહ્યું છે. જો કે આ સમાચારોને હજુ પુષ્ટિ મળી નથી. પગપાળા પર્યટન કરતા લોકો ધોધ અને ઝરણાના પ્રવાહને કારણે ચોમાસાની મોસમ દરમિયાન ખારઘરની ટેકરીઓની મઝા માણે છે.

સિડકો (CIDCO)એ ખારઘરના સેક્ટર 21માં શોપિંગ મોલ્સની સાથે 18 હોલ ગોલ્ફ કોર્સીસ બનાવવાનું આયોજન કર્યું છે જેને પગલે શહેર નવી મુંબઇના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક થઇ જશે. જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે તેવો સેક્ટર 23નો સેન્ટ્રલ પાર્ક લંડનના સેન્ટ્રલ પાર્કની કલ્પનાને આધારે તૈયાર કરવાનું આયોજન છે અને તે આશરે 80 હેક્ટર્સ સુધી ફેલાયેલો હશે તથા તે ત્રણ સેક્ટરને સાંકળી લેશે. આ પાર્કનો હેતુ આનંદપ્રમોદ માટેના સક્રિય અને નિષ્ક્રીય સાધનો માટેનું શ્રેષ્ઠ સ્થાન પુરુ પાડવાનો છે. નવી મુંબઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધી અપાવવાનો પણ એક પ્રયત્ન છે. વર્ષ 2010ના મધ્ય ભાગ સુધીમાં તે પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા છે. સેન્ટ્રલ પાર્ક જ્યારે પૂર્ણ થઇ જશે ત્યારે તેમાં જોગર્સ ટ્રેક્સ, ફૂડ કોર્ટ્સ, ફાઉન્ટેન્સ, બોટનિકલ ગાર્ડન્સ, એમ્પિથિયેટર, થીમ પાર્ક અને કન્ઝર્વેટરી હશે. ઇસ્કોને સેન્ટ્રલ પાર્કની સાથે તેમનું મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. આ ભારતનું સૌથી મોટું ઇસ્કોન મંદિર બનશે તેમ મનાય છે. સેક્ટર 12માં "ક્રાન્તિવીર ફડકે ગાર્ડન" નામનો વિશાળ પાર્ક આવેલો છે જે સેક્ટર 12, 20 અને 21ના લોકો માટે ઉપયોગી છે.

હાલમાં ખારઘર બે મલ્ટીપ્લેક્સિ મુવિ થિયેટર ધરાવે છે પ્રથમ તાયરા મોલ ખાતે આવેલો છે જ્યારે બીજુ થિયેટર લિટલ વર્લ્ડ મોલ ખાતે એડલેબ્સ મલ્ટિપ્લેક્સ આવેલું છે. ફૂડ બાઝાર અને ફર્નિચર બાઝાર જેવી રિટેલ બ્રાન્ડ્સ પણ અહીં પ્રાપ્ય છે. આગામી સમયમાં આકાર લેનારા મોલ્સ ખારઘર રેલવે સ્ટેશન નજીક ગ્લોમેક્સ, સેક્ટર 5માં અધિરાજ મોલ, સેક્ટર 12માં પ્રાઇમ મોલ અને સેક્ટર 20માં શાહ મોલ છે. શાહ મોલ અને પ્રાઇમ મોલમાં મલ્ટીપ્લેક્સિસ પણ હશે. પ્રત્યેક સેક્ટરમાં પૂરતી યુટિલીટી શોપ્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સુપર માર્કેટ્સ છે. આ ઉપરાંત, અપના બઝાર, વેલ્યુ માર્ટ, સ્પિનચ અને ફેરપ્રાઇસ જેવા કેટલાક સુપર માર્કેટ્સ પણ ખારઘરમાં કામગીરી ધરાવે છે. આ ઉપરાંત સેક્ટર 12માં કેટલાક મુક્ત બજારો પણ છે. માંસની દુકાન ફક્ત એક જ સેક્ટર 12માં આવેલી છે. સ્પિનચ ફ્રોઝન માંસની વસ્તુઓનું વેચાણ કરે છે. સિમેન્સ ઇન્ડિયા લિમિટેડ (Siemens India Ltd) ખારઘરમાં ઓફિસ ધરાવે છે અને 10 માળની આ બિલ્ડીંગ ખારઘર રેલવે સ્ટેશન નજીકનું સિમાચિહ્ન છે. મેરેથોન રિયલ્ટી ગ્રુપે નવી મુંબઇના સૂચિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકની ખૂબ નજીક પનવેલની બાજુમાં 25 acres (100,000 m2) મિની-સેઝનો વિકાસ કરવાની જાહેરાત કરી છે. આ મિની-સેઝ "નેક્સઝોન" આઇટી/આઇટી સંબંધિત ઉદ્યોગ માટે છે અને તેમાં રહેણાંક સંયુક્ત ટાઉનશીપ્સ, વ્યાપારી બિલ્ડીંગ્ઝ, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજન માટેના મોલ્સ આવેલા હશે. નેક્સઝોન પણ મુંબઇ-ગોવા રોડથી નજીક આવેલો છે.

ખારઘર ખાતે પિડેસ્ટ્રીયન સ્કાઇવોક (બાંધકામ હેઠળ)[ફેરફાર કરો]

સિડકો (CIDCO) દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોઇ રહી છે અને ખારઘર રેલવે સ્ટેશન તરફ જતા દૈનિક પ્રવાસીઓની સલામતી માટે. ખારઘર રેલવે સ્ટેશન અને ખારઘર નોડ વચ્ચેની અડચણ વિનાની મુક્ત હેરફેરની સવલત માટે સ્કાઇવોકના બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કાઇવોક 35 એમના ઉચ્ચ સ્ટીલના થાંભલા પર કેબલ સસ્પેન્શન બ્રીજ સાથે નેશનલ હાઇવેને પસાર કરે છે. સ્કાઇવોક એકસૂત્રતા માટે ઢાળવાળા રસ્તા સાથે ખારઘર રેલવે સ્ટેશનના પ્રવેશના સ્થાન પાસે ઓપન ટાઇપ એસ્કેલેટર ધરાવે છે. ત્યાર બાદ સ્કાઇ વોક ભારતી વિદ્યાપીઠથી પ્રવેશ માર્ગની શરૂઆત સુધી અને ત્યાર બાદ પ્રવેશ માર્ગથી ઉત્સવ ચોક સુધી હાઇવેની સાથે ચાલે છે.

આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે:

 • સ્કાઇવોકની કુલ લંબાઇ 1572 મિટર છે અને તેની ઉંચાઇ સરેરાશ 5.5 મિટર છે.
 • કેબલ સસ્પેન્શન બ્રિજની લંબાઇ 126 મિટર છે. 6.6 મિટર સાથે. સિઓન-પનવેલ એક્સપ્રેસ વે પરથી ઉંચાઇ.
 • સંપૂર્ણ સ્કાઇવોક એ પોલિમર સિન્થેટીક ઇલેક્ટ્રોમેટ્રિક કોટિંગ સાથે માળખાકીય સ્ટીલ સેક્શન છે.
 • સ્કાઇવોક માટે ગેલ્વાલ્યુમ રૂફીંગનું પણ આયોજન છે.
 • દાદરા - 8.અને 5 રેમ્પ શારિરીક રીતે અપંગ લોકો માટે.

પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ : સ્પેક્ટ્રમ ટેક્નો કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. સ્કાઇવોક પ્રોજેક્ટ પરની વધુ માહિતી

માહિતીનો સ્રોત: સિડકો વેબસાઇટ [૨]

પરિવહન[ફેરફાર કરો]

ખારઘર મુંબઇ શહેરની બહારની હદમાં આવેલું છે. તે મહારાષ્ટ્રના કોંકણ પાર્ટ તરીકે સામાન્ય રીતે ઓળખાતા સ્થળ પર આવેલું છે અને તે રાયગઢ જિલ્લામાં સ્થિત છે. મુંબઇ સબર્બન રેલવે સિસ્ટમના એક ભાગ હાર્બર રેલવે પર આવેલું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ પરથી સબર્બન ટ્રેન દ્વારા ખારઘર પહોંચતા 65 મિનીટનો સમય લાગે છે. સીએસટી (39 કિમી) પરથી રોડ દ્વારા મુસાફરી કરતા 90 મિનીટનો સમય લાગે છે. છ લેનનો મુંબઇ-પુના એક્સપ્રેસવે કલમબોલિ (ખારઘર પાસે) પાસેથી શરૂ થાય છે. નવી બ્રોડ ગેજ લાઇન ખારઘરને પનવેલના માર્ગે કરજત સાથે જોડે છે. ખારઘર અને છત્રપતિ શિવાજી ટર્મિનસ વચ્ચેની સેન્ટ્રલ રેલવે પ્લાયમાં હાર્બર લાઇનની લોકલ ટ્રેઇનો અને વેસ્ટર્ન લાઇન વડાલાથી જોડાય છે, આ સ્થાન પર પુના તથા રાજ્યના અન્ય મુખ્ય શહેરોથી સરળતાથી પહોંચી શકાય છે. ઉપનગરોમાં, નવી મુંબઇ મ્યુનિસિપલ ટ્રાન્સ્પોર્ટની સવલત પ્રાપ્ય છે અને બસો સ્ટેશનો, નોડ્સ અને સેક્ટરો વચ્ચે સતત ફરે છે.

ખાનગી કારો અને દ્વચક્રીય વાહનો એ પરિવહન માટેના મુખ્ય સાધનો છે. મેરૂ નેટવર્ક જેવા ખાનગી ટેક્સી માલિકો ખારઘરથી નવી અને મુંબઇ અને મુંબઇના અન્ય ભાગો સુધીની ટેક્સી સેવાઓ પૂરી પાડે છે. નોડની અંદર સ્થાનિક જાહેર પરિવહન ખૂબ મુશ્કેલ છે કેમકે સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા નિયંત્રિત ઓટોરિક્ષાવાળાઓ અતિશય ભાડું વસૂલ કરે છે અને તેઓ રોડ ટ્રાફિક ઓફિસ મેન્ડેટરી મિટરીંગ સિસ્ટમને અનુસરતા નથી. એનએમએમટી (NMMT) બસ સેવા છેલ્લા કેટલાક વર્ષોમાં સુધરી હોવા છતાં તે વધતી જતી વસ્તીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૂરતી સેવા ધરાવતી નથી. એનએમએમટી (NMMT) બસો ખારઘર રેલવે સ્ટેશન સુધીની સીધી સેવા આપે છે. બેસ્ટે (B.E.S.T) મુંબઇના વિવિધ ભાગોને જોડતા કેટલાક રૂટ શરૂ કર્યા છે. પહોળા રસ્તા, છુટીછવાઇ વસ્તી અને ટ્રાફિક પોલિસ લગભગ ન કહી શકાય તેવું અસ્તિત્વ, કેટલાક વાહનો રોડની વિરૂદ્ધ દિશામાં ચાલે અને તેઓ વિના સંકોચે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આમ છતાં, ઓટો સેવા સેટેલાઇટ શહેરના આ ભાગમાં અત્યંત ખરાબ છે. મોટા ભાગના ઓટો વાળા ગ્રામવાસીઓ છે અને તેઓ બહારના લોકોને રિક્ષા ચલાવવાની મંજુરી આપતા નથી. તેઓ હઠીલા અને રહેવાસીઓની સવલતોમાં ઓછો રસ ધરાવે છે. અહીં ઓટો શેરીંગ નથી અને લઘુત્તમ દર રૂ. 15 છે જે ખૂબ વધારે છે. ઓટોના દરો : ખારઘર સ્ટેશનથી સેક્ટર 12 (શિલ્પ ચોક)/રઘુનાથ વિહાર / જલવાયુ વિહાર સુધીના રૂ. 30 . સેક્ટર 19 અને 20 -રૂ. 30 (આશરે અંતર 2.5 કિલોમિટર્સ)

બસ સેવાઓ તેના નંબરો સાથે[ફેરફાર કરો]

એનએમએમટી (NMMT) સેવાઓ[ફેરફાર કરો]

 • રૂટ 26: ખારઘર જલવાયું વિહારથી થાણે (ઝડપી રૂટ) વાયા નેરૂલ
 • રૂટ 29: ખારઘર જલવાયું વિહારથી થાણે (ધીમો રૂટ) વાયા બેલાપુર ગાંવ
 • રૂટ 44: ખારઘર ઘરકુલથી ડોમ્બિવલી
 • રૂટ 52: સીબીડી રેલવે સ્ટેશનથી તલોજા (વાયા યેરેલા મેડિકલ/કેન્દ્રીય વિહાર/રઘુનાથ વિહાર/સેક્ટર 20 રિલાયન્સ ફ્રેશ/પાંડવકડા/ સીઆઇએસએફ (CISF))
 • રૂટ 53: ખારઘર ઘરકુલથી ખારઘર રેલવે સ્ટેશન
 • રૂટ 54: તલોજાથી ખારઘર રેલવે સ્ટેશન (વાયા તાતા હોસ્પિટલ/પાંડવકડા/અપીજય/જલવાયું/રઘુનાથ વિહાર/કેન્દ્રીય વિહાર)
 • રૂટ 55: ખારઘર જલવાયું વિહારથી ઘંસોલી (વાયા વાશિ ડિપોટ)

બેસ્ટ (BEST) સેવાઓ[ફેરફાર કરો]

 • રૂટ 504 લિમિટેડ: જલવાયું વિહારથી વડાલા ડિપોટ.
 • રૂટ 503 લિમિટેડ: કલમબોલિથી સિઓન [આ બસ ફક્ત મુંબઇ-પૂના હાઇવે પરથી જ પસાર થાય છે]
 • રૂટ એએસ- 503: કલમબોલિથી વડાલા [એસી-બસ સેવાઓ]

નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક[ફેરફાર કરો]

સૂચિત નવું આંતરરાષ્ટ્રીય હવાઇમથક ખાંડેશ્વર અને કામોથની વચ્ચે કોપ્રામાં વર્ષ 2014 સુધીમાં કાર્યરત થાય તેવી અપેક્ષા છે. તેને સિડકો (CIDCO) દ્વારા 1 ઓગસ્ટ, 2009ના રોજ મંજુર કરવામાં આવ્યું હતું. કામોથ (માનસરોવર) રેલવે સ્ટેશન એ હાર્બર રેલવે પર ખારઘર બાદનું બીજુ સ્ટેશન છે. આ હવાઇમથક રોડ માર્ગે ખારઘરથી લગભગ 6 કિમી જેટલું દુર છે.[૧] મુંબઇમાં ન્હાવા શેવા અને સેવરી વચ્ચે સી લિન્ક બનાવવાનું આયોજન છે કે જેથી નવા હવાઇમથકનો ઉપયોગ ફક્ત નવી મુંબઇના રહેવાસીઓ જ નહીં પરંતુ દક્ષિણ મુંબઇ અને પુનાના લોકો પણ કરી શકે. રિયલ એસ્ટેટમાં વર્ષ 2015 બાદ તીવ્ર ગતિએ વધારો થવાની શક્યતા છે. ખારઘર નવી મુંબઇનું શ્રેષ્ઠતમ સ્થળ બની જશે.

જમીનના ઉપયોગ માટે વહેંચણી[ફેરફાર કરો]

સેક્ટર-23,24 અને 25 માટે જમીનના ઉપયોગની સૂચિત વહેંચણી નીચે મુજબ છે :

 • ખુલ્લી જગ્યા -80 હેક્ટર 66.0%
 • રહેણાંક -10.59 હેક્ટર 76.6%
 • વ્યાપારી -5.56 હેક્ટર 76.6%
 • સામાજિક સુવિધાઓ- 9.28 હેક્ટર 11.0%
 • જાહેર ઉપયોગિતાઓ -10.85 હેક્ટર 21.0%
 • વિતરણ -4.41 હેક્ટર 3.5%
 • કુલ -119.77 હેક્ટર 100.0%

તે નવી મુંબઇના સૌથી આયોજિત સ્થળોમાનું એક છે અને તે સીબીડી બેલાપુર, વાશિ નજીક આવેલું છે. આ વિસ્તાર સંખ્યાબંધ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંસ્થાઓએ તેમના કેમ્પસની શરૂઆત કરવા સાથે શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ પામે તેવી વકી છે.

શૈક્ષણિક સંસ્થાઓ[ફેરફાર કરો]

ખારઘર ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ધરાવે છે:

 • એસી પાટિલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ
 • એસી પાટિલ સી.ઇ. મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ
 • એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (એસીટીઆરઇસી)
 • રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ (આઇસીએસઇ બોર્ડ અને આઇજીસીએસઇ બોર્ડ)
 • અપિજય સ્કૂલ (સીબીએસઇ બોર્ડ)
 • બાલ ભારતી પબ્લિક સ્કૂલ; સેક્ટર-4.(સીબીએસઇ બોર્ડ)
 • ભારતી વિદ્યાપીઠ કોલેજ ઓફ આર્કિટેક્ચર
 • ભારતી વિદ્યાપીઠ કોલેજ ઓફ એન્જિનિયરીંગ
 • ભારતીય વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી
 • સેન્ટર ફોર ડેવલોપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ - (સી-ડેક) ખારઘર
 • કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરી હાઇ સ્કૂલ (સ્ટેટ બોર્ડ)
 • ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલ (સીબીએસઇ બોર્ડ)
 • ગ્રીનફિન્ગર્સ ગ્લોબર સ્કૂલ (સીબીએસસી બોર્ડ)
 • હાર્મની ઇન્ટરનેશનલ સ્કૂલ (સીબીએસઇ અને સ્ટેટ બોર્ડ)
 • આઇઆઇએફટી (IIFT) (ઇન્ટરનેશલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી)
 • આઇટીએમ બિઝનેશ સ્કૂલ
 • એનઆઇએફટી (NIFT) (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી)
 • એનઆઇઆઇટી (NIIT) ખારઘર
 • પ્રિયદર્શિની ઇન્ટરનેશનલ સ્કૂલ (સેક્ટર 19)
 • રામ શેઠ ઠાકુર પબ્લિક સ્કૂલ - સેક્ટર 19
 • સંજીવની ઇન્ટરનેશનલ સ્કૂલ (સેક્ટર 19)
 • સત્યાગ્રહ કોલેજ (સેક્ટર 19)
 • સરસ્વતી કોલેજ ઓફ એન્જિનિયરીંગ
 • સરસ્વતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી
 • સરસ્વતી સી.ઇ. મેનેજમેન્ટ સ્ટડીઝ
 • વિશ્વજ્યોત હાઇ સ્કૂલ આઇસીએસઇ-(સેક્ટર 20)
 • વાય.એમ.ટી. મેડીકલ કોલેજ ઓફ ડેન્ટિસ્ટ્રી, આયુર્વેદિક અને હોમિયોપેથી
 • વાય.એમ.ટીય કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી

ધર્મો[ફેરફાર કરો]

વિવિધ ધર્મો અને સંપ્રદાયો સક્રિય છે અને આ સુંદર ટાઉનશીપમાં શાંતિથી એકસાથે રહે છે. જોકે હાલમાં અહીં કોઇ ધાર્મિક સંસ્થા નથી.

 • શિવ મંદિર, સેક્ટર-12.
 • મહાલક્ષ્મી મંદિર, એમએસઇબી સ્ટેશન પાસે, બેલાપુર-તલોજા માર્ગ પર.
 • સેન્ટ મેરીસ મલંકરા કેથોલિક ચર્ચ, સેક્ટર 5. ચર્ચમાં દરેક રવિવારે 1730 કલાકે સર્વિસ યોજાય છે.
 • સાંઇબાબાનું મંદિર, સેક્ટર- 3, બેલાપાડા, બેલાપુર-તલોજા માર્ગ પર.
 • મસ્જીદ, સેક્ટર- 3, બેલાપાડા, બેલાપુર-તલોજા માર્ગ પર.
 • ગુરૂદ્વારા, સેક્ટર- 12
 • વિઠ્ઠલ મંદિર, બેલાપાડા ગામ, સેક્ટર-3

સેન્ટ્રલ પાર્કનું સ્થળ[ફેરફાર કરો]

સેન્ટ્રલ પાર્ક- ખારઘર, નવીમુંબઇ.
સેન્ટ્રલ પાર્કનો પ્લાન- ખારઘર, નવીમુંબઇ.

આ સૂચિત પાર્ક આશરે 119 હેક્ટરના વિસ્તાર સાથે સેક્ટર 23,24 અને 25 સુધી ફેલાયેલો હશે. 80 હેક્ટરના વિસ્તારની પસંદગી 'સેન્ટ્રલ પાર્ક' માટે કરવામાં આવી છે. સંબંધિત રીતે આ સમથળ વિસ્તાર છે જ્યાં છુટાછવાયા સ્થળોએ વનસ્પતિઓ છે. આ સ્થળ બે કુદરતી તત્વો - ટેકરી અને પાણી વચ્ચે જોડાણનું કામ કરે છે. સેન્ટ્રલ પાર્ક ખાતે વિવિધ સૂચિત પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે

 • થીમ પાર્ક્સ
 • મોર્નીંગ વોક માટેની પગદંડી
 • જોગર્સ ટ્રેક
 • વોટર સ્પોર્ટ્સ
 • ક્રિકેટ, ફૂટબોલના મેદાનો
 • રમત-ગમતોની કલબ
 • વનસ્પતિશાસ્ત્રનો બગીચો
 • એમ્પિથિયેટર
 • સક્રિય અને નિષ્ક્રીય મનોરંજનના સ્થળો
 • બધી જ સંબંધિત સગવડો - પાર્કિંગ, ખાણીપીણી, શૌચાલય, વગેરે

જમણ માટે ખારઘર ખાતેની હોટેલો[ફેરફાર કરો]

 • હોટેલ પ્રણામ, સેક્ટર- 12 બેલાપુર-તલોજા હાઇવે પર
 • હોટેલ રોયલ રસોઇ, સેક્ટર-2
 • હોટેલ સ્વરાજ, સેક્ટર- 7, હિરાનંદાની
 • હોટેલ શુભમ, સેક્ટર- 7, હિરાનંદાની
 • હોટેલ દિવ્ય જ્યોતિ, સેક્ટર- 12
 • હોટેલ અંબિકા સેક્ટર-13
 • હોટેલ કોચિન આર્ક,સેક્ટર-13
 • હોટેલ દાવત,અપિજય સ્કૂલની પાસે, નિલકંઠ સ્વિટ હાઉસની સામે, ખારઘર.

ખારઘર ખાતે બેન્કો[ફેરફાર કરો]

 • અભ્દિદયા કો-ઓપ. બેન્ક (સેક્ટર 5)
 • આંધ્ર બેન્ક (સેક્ટર 3)
 • એક્સિસ બેન્ક (સેક્ટર 4)
 • બેન્ક ઓફ બરોડા (સેક્ટર 20)
 • બેન્ક ઓફ ઇન્ડિયા (સેક્ટર 07)
 • બેન્ક ઓફ મહારાષ્ટ્ર (સેક્ટર 11)
 • એચડીએફસી બેન્ક (સેક્ટર 12)
 • આઇસીઆઇસીઆઇ બેન્ક (સેક્ટર 21)
 • આઇડીબીઆઇ બેન્ક (સેક્ટર 21)
 • ઇન્ડિયન બેન્ક (સેક્ટર 2)
 • ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (સેક્ટર 12)
 • કરનાલા કો-ઓપ. બેન્ક (સેક્ટર 12)
 • પંજાબ નેશનલ બેન્ક (સેક્ટર 07)
 • રત્નાકર બેન્ક (સેક્ટર 19)
 • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (સેક્ટર 8,21)
 • સ્ટેટ બેન્ક ઓફ મૈસોર (સેક્ટર 20)
 • સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા (સેક્ટર 3)
 • સિન્ડીકેટ બેન્ક (સેક્ટર 12)
 • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (સેક્ટર 13)
 • વિજય લક્ષ્મી બેન્ક (સેક્ટર 7)
 • સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ (સેક્ટર-12)
 • યુકો બેન્ક,(સેક્ટર-12)
 • કેનેરા બેન્ક,(સેક્ટર-05)
 • વિજયા બેન્ક,

ખારઘરમાં સિમાચિહ્નો[ફેરફાર કરો]

મુખ્ય સ્થળો

 • પ્રીમાઇસીસ રેસિડેન્સી,સેક્ટર-11, ખારઘર.
 • સ્થાનિક ખારઘર રેલવે સ્ટેશન સ્થળ જોવા માટે અહીં ક્લિક કરો
 • અધિરાજ ગાર્ડન્સ
 • બાલાજી આંગન
 • ભૂમિ ટાવર (સેક્ટર 4)
 • સેન્ટ્રલ પાર્ક
 • સિડકો (CIDCO) પાર્ક (સેક્ટર 12)
 • કન્સેપ્ટ ઉન્નતિ (સેક્ટર 21)
 • ગ્લોમેક્સ મોલ બાંધકામ હેઠળ
 • ગોલ્ફ કોર્સ
 • ગુરૂવાટિકા (સેક્ટર-12)
 • હિરાનંદાની કોમ્પ્લેક્સ (સેક્ટર 7)
 • હોટેલ થ્રી સ્ટાર
 • ઇન ટોપ ટાવર (સેક્ટર 19)
 • આઇટીએમ બિઝનેસ સ્કૂલ
 • ઇસ્કોન મંદિર
 • જલ વાયુ વિહાર
 • કેન્દ્રીય વિહાર
 • કેસર હાર્મની હાઉસિંગ સોસાયટી
 • લિટલ વર્ડ - શોપીંગ મોલ
 • ભગવાન શિવનું મંદિર- સેક્ટર 12
 • મારૂતિ ટાવર (સેક્ટર 19)
 • નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનઆઇએફટી)
 • પાયલ હાઇટ્સ (સેક્ટર 19)
 • રેલ વિહાર
 • આર્મી ઓફિસર્સ કોલોની(એડબ્લ્યુએચઓ),રઘુનાથ વિહાર,સેક્ટર-14 (સીડીએસ- ડીફેન્સ કેન્ટિન)
 • પાંડવખાડા (પાણીનો ધોધ અને પિકનીક માટેની જગ્યા)
 • પાર્થ એસજીએનએસ - સેક્ટર-13.
 • રિધીમા કોમ્પ્લેક્સ સેક્ટર-12
 • સ્પ્લેન્ડર, સેક્ટર-20
 • સીવુડ હેરિટેજ - સેક્ટર - 4.
 • શાંતિકુંજ બિલ્ડીંગ
 • શાહ આર્કેડ-સેક્ટર 6
 • શિલ્પ ચોક
 • શ્રી શાંતિનિકેતન "સી"
 • શુભારંભ કોમ્પ્લેક્સ (સેક્ટર 19A)
 • સિમેન્સ ઓફિસ
 • ઉત્સવ ચોક
 • ઉત્સવ ચોક
 • વિઘ્નાહર કોમ્પ્લેક્સ,સેક્ટર-12
 • વિષ્ણુ વિહાર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી (સેક્ટર 4)
 • વાયએમટી કોલેજ
 • યશ એવન્યુ (સેક્ટર 20)
 • થરવાણીસ રોઝાબેલ્લા (સેક્ટર 35)
 • ખારઘર વિલેજ (સેક્ટર-13)
 • અહલ્યા દત્ત સીએચએસ (સેક્ટર-13)
વાસુદેવ બલવંત ફાડકે ગાર્ડન્સ અથવા સિડકો (CIDCO) પાર્ક, સેક્ટર-12.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]