ખેરખટ્ટો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Rufous Treepie
A Pair Of Rufous Treepie In Mangaon, Maharastra.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Corvidae
પ્રજાતિ: Dendrocitta
જાતિ: D. vagabunda
દ્વિપદ નામ
Dendrocitta vagabunda
(Latham, 1790)
પર્યાયવાચીઓ

Dendrocitta rufa

ખેરખટ્ટો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું કાગડા કુળનું એક પક્ષી છે. આ પક્ષી એકલું કે જોડીમાં ફરતું જોવા મળે છે, કદીય ટોળામાં ફરતું નથી. તેનો અવાજ ઘડીકમાં મીઠો તો ઘડીકમાં કર્કશ સંભળાય છે.

દેખાવ[ફેરફાર કરો]

કાગડા કુળનાં પંખીઓમાં આ પક્ષી સૌથી આકર્ષક દેખાવ ધરાવે છે. તે રંગ અને રૂપથી દેખાવડો હોય છે. તેનું માથું, ડોક, ગળું, તથા છાતી ધૂમાડીયા કાળા રંગનાં અને બાકીનું શરીર કથ્થાઈ હોય છે. તેની પાંખ પર મોટું ધોળું ધાબું અને બાજુનો બાકીનો ભાગ કાળો હોય છે. તેની લાંબા કદની પૂંછડીના ઉપરના ભાગે રાખોડી રંગ અને છેડા પર કાળા રંગની પટ્ટી હોય છે. તેની ચાંચ નાની અને સહેજ વળેલી હોય છે. પગ ભૂખરા રંગના હોય છે. આ પક્ષી દેખાવમાં નર અને માદા સરખાં જ હોય છે..[૨]

રહેઠાણ[ફેરફાર કરો]

ખેરખટ્ટો બગીચા, જંગલ, ઝાડી ઉપરાંત ગામમાં મોટાં વૃક્ષો પર પોતાનો માળો બનાવે છે.

ખોરાક[ફેરફાર કરો]

કાગડાની જેમ ખોરાક તરીકે સર્વભક્ષી, ફળો, જીવડાં, ઈંડાં, નાના પક્ષીઓનાં બચ્ચાં, ઉંદર વગેરે બધું જ ખાય છે. ખોરાકથી ધરાઈ ગયા પછી વધુ ખોરાક ઝાડની કે મકાનની બખોલમાં છુપાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Rasmussen, PC & JC Anderton (2005). Birds of South Asia: The Ripley guide. Volume 2. Smithsonian Institution & Lynx Edicions. p. 595.  Check date values in: 2005 (help)