ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)

વિકિપીડિયામાંથી
આઈ ખોડિયાર માં

ખોડિયાર મંદિર, સવની ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે આવેલ છે, જે વેરાવળ થી ૧૮ કિ.મી. તથા સવની થી ૪ કિ.મી. ના અંતરે સવની-ભેરાળા રોડ ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધોધ આવેલો છે. જે ઘાગરીયા ધોધ તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર ઘાગરીયા ખોડિયાર અથવા સવની ખોડિયાર મંદિર તરીકે આજુ-બાજુ ના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. કહેવાય છેકે ઘાગરીયા ધોધના સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

આ ઉપરાત મંદિરની બાજુમાંથી વહેતી ગીરની ગાંડી નદી કહેવાતી હિરણ નદી વહે છે. આ નદી પર ઘાગરીયા ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ધોધ જોવાલાયક સ્થળ છે. ઘાગરીયા ધોધમાં માં ખોડિયારનું વાહન કહેવાતા એવા મગરો પણ જોવા મળે છે.

આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. ખોડિયાર મંદિરની થોડે દૂર હિરણ બંધનું બાંધકામ બ્રિટિશ સમયમાં લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંધ પર લોર્ડ કર્ઝનનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તે બંધ ઓળંગી ને જતાં મંડોર ગામમાં પાળિયાઓ પણ જોવા મળે છે, આ પાળિયાઓ પર તે ક્યારે સ્થાપિત થયા અને કોને તેની સ્થપના કરી તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ત્યાથી હજી થોડે આગળ જતાં પાંડવ નામક ગુફાયો પણ આવે છે, એવુ માનવામાં આવે છે કે આ ગુફાયો મહાભારત કાલીન છે આ ગુફાયો ને ભારતીય પુરાતન વિભાગ હેઠળ આવરી લેવા માં આવી છે. આ ગુફાયો ની સામે કુંડ આવેલો છે, જ્યાં ચોમાસા ની ઋતુ દરમિયાન લોકો મોટી સંખ્યામાં અહી નાહવા માટે આવે છે.

ફોટો ગેલેરી[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

નકશો
ખોડિયાર મંદિર, સવની

આ પણ જુઓ[ફેરફાર કરો]