ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બાયક તાલુકામાં આવેલા ડાભા ગામની ન઼જીકમાં જંગલ વિસ્તારમાં આવેલું છે. ડાભા ગામ થી આશરે ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે આવેલા આ મંદિર થી તાલુકા મથક બાયડનું અંતર આશરે ૧૬ કિલોમીટર અને દહેગામનું અંતર આશરે ૩૨ કિલોમીટર જેટલું થાય છે. દહેગામ થી બાયડ જતો રાજ્ય ધોરી માર્ગ અહીંથી ૫ (પાંચ) કિલોમીટર જેટલો દૂર છે.

આ મંદિરનું બાંધકામ ઈ.સ.૧૯૬પ (સંવત-ર૦રર)માં કરવામાં આવ્યું છે. આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું ગણાય છે. આ ઉપરાંત આ કુદરતી રમણિયતા ધરાવતું સ્થળ છે. અહીં આવેલી ઝાંઝરી નદીના ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૃશ્યો સર્જે છે, જે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આર્કષણનું કેન્દ્ર છે[૧]. આ સ્થળ પર અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ સ્થળો પરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. જો કે અહિં સ્નાન કરવું ખૂબ જ જોખમી છે, છતાં કેટલાય પર્યટકો અહિં સ્નાન કરી મઝા માણતા હોય છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]