ગાંધી મંદિર, ભતરા

વિકિપીડિયામાંથી
ગાંધી મંદિર, ભતરા
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનભતરા, સંબલપુર
રાજ્યઑડિશા
દેશભારત

ગાંધી મંદિર ભારતના પૂર્વી કાંઠે ઑડિશા રાજ્યના સંબલપુર જિલ્લામાં ભતરા ખાતે આવેલું છે જેને ૧૯૭૪માં બાંધવામાં આવ્યું હતું. [૧] આ મંદિર મહાત્મા ગાંધીને સમર્પિત છે. [૨] ગાંધીજીને સમર્પિત એવું ભારતનું આ પ્રથમ મંદિર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૬૦ના દાયકામાં સંબલપુરમાં હજી અસ્પૃશ્યતા પ્રવર્તતી હતી. અસ્પૃશ્યતાની આ ઘોર પ્રથાને રોકવા માટે ભતરાના ગ્રામજનોએ તેમના ગામમાં ગાંધી મંદિર બનાવવાનું નક્કી કર્યું. [૩] અભિમન્યુ કુમાર, રાયરખોલ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ પહેલ કરી અને તમામ ગામ લોકોએ તેને ટેકો આપ્યો હતો. ૨૩ માર્ચ ૧૯૭૧ના દિવસે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ઔપચારિક રીતે ૧૧ મી એપ્રિલ ૧૯૭૪ ના દિવસે ઑડિશાના તત્કાલીન મુખ્યમંત્રી નંદિની સત્પથીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. [૪]

દેવ અને મંદિરની વિધિ[ફેરફાર કરો]

મંદિરમાં ૩.૫૦ ફૂટની ગાંધીજીની કાંસાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અશોક સ્તંભ, ભારતનું રાજ્ય પ્રતીક મંદિરના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યું છે. ત્રિરંગો, ભારતનો ત્રિકોણીય રાષ્ટ્રધ્વજ મંદિરના શિખર પર લહેરાવવામાં આવ્યો છે. દલિત પૂજારી દ્વારા દરરોજ મંદિરની અંદરના દેવની પૂજા કરવામાં આવી રહી છે. ગાંધીજીના મનપસંદ શાસ્ત્રો ભગવદ ગીતા અને રામ ધૂન રોજ સવારે અને સાંજે વાંચવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતી અહીં વિશેષ પ્રસંગો તરીકે ઉજવવામાં આવે છે. [૫]

સ્થાન[ફેરફાર કરો]

આ મંદિર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૩ થી ૫૦૦ મીટરના અંતરે સ્થિત છે. ઝારસુગડા એરપોર્ટ મંદિરથી ૬૧ કિલોમીટર દૂર છે અને ક્ષેત્રજપુર રેલ્વે સ્ટેશન અહીંથી ૧૦ કિ. મી દૂર છે. મંદિર સંબલપુર જિલ્લાના મુખ્ય મથકથી માર્ગ દ્વારા જોડાયેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "7 new sites to get tourist spots recognition in S'pur". www.dailypioneer.com. The Pioneer. મૂળ માંથી 1 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  2. "Mahatma Gandhi, Chinese Kali, and a Sachin Tendulkar temple: 10 unusual temples in India for the unconventional Indian gods". www.news18.com. News18. મૂળ માંથી 1 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  3. "Dalits build Gandhi temple in Sambalpur". www.timesofindia.indiatimes.com. The Times of India. મૂળ માંથી 1 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  4. Subrat Mohanty. "Ramdhun to recall Bapu". www.telegraphindia.com. The Telegraph. મૂળ માંથી 1 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  5. "Mahatma Gandhi Temple in Bhatra, Sambalpur". www.mysambalpur.in. મૂળ માંથી 1 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.