લખાણ પર જાઓ

ગીર કેસર કેરી

વિકિપીડિયામાંથી
કેસર કેરી

ગીર કેસર કેરી અથવા ગીર કેસર, એ ભારતના ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર છે. આ કેરી તેના ચમકતા નારંગી રંગને કારણે જાણીતી છે અને તેને ૨૦૧૧માં ભૌગોલિક ઓળખ (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) સ્થિતિ આપવામાં આવી હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ કેરી સૌપ્રથમ વાર ૧૯૩૧માં જુનાગઢના વજીર સાલે ભાઇ દ્વારા વંથલીમાં ઉગાડવામાં આવી હતી. ગિરનારની તળેટીમાં જુનાગઢના લાલ ડોરી ખેતરમાં લગભગ ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કેરી ૧૯૩૪માં "કેસર" તરીકે જાણીતી બની જ્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબતખાન બાબીએ કેરીના કેસરી રંગને જોઇને કહ્યું હતું "આ કેસર છે".[][]

ઉત્પાદન

[ફેરફાર કરો]
ગીર અભયારણ્ય (સાસણ ગીર) નજીક કેરીનું વાવેતર.

કેસર કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ અને અમરેલી જિલ્લાના આશરે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઉગાડાય છે. તેમાંથી વર્ષે ૨ લાખ ટનનું ઉત્પાદન થાય છે. જોકે, માત્ર ગીર અભયારણ્યમાં થતી કેરીને જ "ગીર કેસર કેરી" કહે છે.[]

આ કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે, જ્યારે તે ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઉગવાની શરૂ થાય છે.[] કેસર કેરી એ કેરીઓમાં સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે.[]

ભૌગોલિક ઓળખ

[ફેરફાર કરો]

ગુજરાત એગ્રો ઇન્ડ્સટ્રિઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) દ્વારા ગીર કેસર કેરીને ભૌગોલિક ઓળખ (GI) આપવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૦૧૦માં આ માટેની અરજી મૂકવામાં આવી હતી અને ૨૦૧૧માં ચેન્નાઇ ખાતે આવેલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજીસ્ટ્રી દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી અને તેથી હવે આ વિસ્તારમાં થતી કેરીને જ "ગીર કેસર કેરી" તરીકે ઓળખાશે. ગુજરાતમાંથી આ ઓળખ પામનારું આ પ્રથમ ફળ અને દેશમાંથી બીજી કેરીની જાત હતી (ઉત્તર પ્રદેશની દશેરી કેરીએ પ્રથમ આ ઓળખ મેળવી હતી).[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Kaushik, Himanshu (૧ મે ૨૦૧૦). "Guj seeks exclusive status for Gir Kesar mango". The Times of India. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.
  2. "Kesar of Junagadh to get GI registration as Gir Kesar Mango". Zee News. ૧ મે ૨૦૧૦. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.
  3. Balan, Premal (૨૫ મે ૨૦૧૫). "Kesar mango arrives in Junagadh's Talala market, prices at three year high". The Times of India. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.
  4. Dave, Hiral (૨૨ માર્ચ ૨૦૧૦). "Kesar mango from Gir all set to rub shoulders with Darjeeling tea". The Indian Express. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.
  5. Daniel, P George (૨૮ જુલાઇ ૨૦૧૧). "GI tag for Gir Kesar mango, Bhalia wheat". The Times of India. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.
  6. "Junagadh Kesar mango gets GI tag as 'Gir Kesar'". The Hindu Business Line. ૧ ઓગસ્ટ ૨૦૧૧. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬.