ચકરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચકરી
Chakali.JPG
ચકરી
અન્ય નામોચકરી, ચકલી, મુરુકુ
ઉદ્ભવભારત, શ્રીલંકા
વિસ્તાર અથવા રાજ્યગુજરાત, મહારાષ્ટ્ર,કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલ નાડુ, ગોઆ, જકાર્તા
મુખ્ય સામગ્રીઅડદ, ચોખાનો લોટ,ઘઉંનો લોટ

ચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. [૧]

નામ[ફેરફાર કરો]

આ વાનગીને:ચકલી; કન્નડમાં ಮುರುಕು (મુરુકુ) કે ಚಕ್ಲಿ (ચકલી); મરાઠી-चकली (ચકલી), તમિળ-முறுக்கு (મુરુકુ); તેલુગુ-మురుకులు મુરુકુલુ, చక్రాలు (ચક્રાલુ), કે జంతికలు (જન્તીકાલુ),કોંકણી-ચક્રી કે ચકુલી.

ચકલી અને ચકરી નામ ચક્ર સાથે સંબંધીત છે જ્યારે મુરુકુ નામનો અર્થ તેલુગુમાં વણાટ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચકરી કે મુરુકુની શોધ કે શરુઆત દક્ષીણ કે પશ્ચિમ ભારતમાં થઈ. આના બનાવતામાં સરળતા ને તેના સ્વાદને લીધે તે પ્રચલીત બની છે. અને સર્વત્ર ઉપલબ્ધ છે.

સામગ્રી[ફેરફાર કરો]

મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.

પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે.

બનાવટ[ફેરફાર કરો]

આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. મુરુકુને ફીબીન (પટી) ના આકારમાં કે હાથથી વાળીને (કાય મુરુકુ) બનાવાય છે. કાઈ સુથુ મુરુકુ ને હાથેવાળી તેના ચક્રો બનાવી તળાય છે. પણ તે બનાવવી ખૂબ જ કપરી છે અને ઘણી આવડત માંગી લે છે. આમ ચકરી બનાવનારની માંગ ઘણી છે.

આ વાનગી ફીજી ના લોકોમાં અને ઉત્તર અમેરિકાના ભારતીય ફીજીઓમાં પણ આ વાનગી પ્રસિદ્ધ છે.[૨] ચકરી કે મુરુકુને દિવાળીમાં ખાસ ખવાય છે. [૩]

હાલમાં ઉત્તર અમેરિકામાં આ વાનગી મલવા માંડી છે અને તેના ઘણા ઉત્પાદકો છે. [૪] ચક્રી નામની બ્રાંડ હેઠળ આ વાનગી યુ. કે માં પણ મળવા લાગી છે.

ચિત્રમાલા[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]