ચર્ચા:માતૃભાષા અભિયાન
Appearance
માતૃભાષા ગુજરાતી માટેનું આ અભિયાન છે જે ગુજરાતી ભાષા સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે ભાષકોને સભાન -જાગૃત કરવાનુ કામ કરે છે. કાર્તિકભાઈ તમે પણ આ અભિયાનમાં જોડાઈ શકો છો .વિકિપીડિયા પર ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની વિગતો આવશ્યક છે.'માતૃભાષા અભિયાન'ના આ કાર્યને નેટ સેવી લોકો જાણે તે જરૂરી છે.માટે આ પાનું અસંગત નથી. --વૈવસ્વત દીપક ભટ્ટ .
- તમારા પ્રયત્નો બદલ ધન્યવાદ, પરંતુ વિકિપીડિયામાં મારા મતે આ પાનું અયોગ્ય છે. માતૃભાષા પર મને પ્રેમ છે જ, અને રહેવાનો છે. વિકિપીડિયામાં યોગદાન કરીને તમે આ અભિયાનને આગળ વધારી શકો છો. --KartikMistry (talk) ૦૯:૨૦, ૨૧ મે ૨૦૧૪ (IST)
- મારા મતે આ લેખ ને હટાવવાની જરૂર અત્યારે નથી. આ એક ચળવળ કે અભિયાન છે અને તે વિષેની માહિતી વિશ્વજ્ઞાન કોષમાં હોઈ શકે. આ સંદર્ભે મેં અંગ્રેજી વિકિપીડિયા ચકાસ્યું તો મેં જોયું કે "Save Urdu Movement " "Save Silent Valley" જેવા અભિયાનો પર લેખ છે. માતૃભાષા અભિયાન પણ આવી જ એક પહેલ હોઈ તે વિષે માહિતી અહીં હોય તો મને વાંધો લાગતો નથી. પણ આપણી પ્રણાલી મુજબ આપણે અન્ય મતો જાણી સમજી બહુમતી દ્વારા નિર્ણય લઈ શકાય.
અલબત્ લેખમાં વપરાયેલી ભાષા અલંકારી અને સાહિત્યિક હોઈ તેને સુધારવાની જરૂર લાગે છે. તેમાં માત્ર વિકિ નીતિ અનુસારના તથ્યો મૂકીને લેખને મઠારી શકાય. --Sushant savla (talk) ૧૩:૩૩, ૨૧ મે ૨૦૧૪ (IST)
- ધન્યવાદ સુશાંતભાઈ ! (છેલ્લા ફકરાનાં લખાણ માટે !) વિકિપીડિયાની નીતિઓનો અભ્યાસ/અમલ જરૂરી છે, જ્ઞાનકોશ લાયક લખાણ હોવું જરૂરી છે, માત્ર પ્રચારાત્મક કે અંગત વિગતો ધરાવતું લખાણ અમાન્ય ગણાય. અહીં સંપર્કમાં વ્યક્તિઓના નામ-ફોન નંબરોની ભરમાર તથા આખું લખાણ ખાનગી (અને કોપીરાઈટ ધરાવતી !) વેબસાઈટ પરથી કોપી-પેસ્ટ કરાયેલું છે જે સખતપણે અમાન્ય ઠરે છે. સંદર્ભ લેખે કશું નથી. માત્ર એક વેબસાઈટ જે પર પણ અહીં ઉલ્લેખાયેલા સંપર્કોની વિગત મળી નથી !! તો વિશ્વાસપાત્રતાનું શું ? આપે અંગ્રેજી વિકિ પરના લેખોનું ઉદાહરણ આપ્યું, પણ માત્ર માહિતી આપતા એ લેખ સામે આ પ્રચારાત્મક લેખને સરખાવી જુઓ. તે લેખ એક ચળવળ વિશેનો સસંદર્ભ લેખ છે જેની બહુમાધ્યમોએ નોંધ લેવાયેલી એવા સંદર્ભો અપાયા છે અને આ એક વેબસાઈટનું લખાણ માત્ર છે ! આપે ઉદાહરણરૂપે ટાંકેલા લેખોમાં અને આ લેખમાં માત્ર "નામનું સામ્ય" જ આપે જોયું ! લખાણો અને સંદર્ભોનું નહિ !! ઉપરોક્ત અભિયાનમાં મારા પણ કોઈ કોઈ મિત્રો સામેલ છે એટલે મને તરફેણ કે વિરુદ્ધના પૂર્વગ્રહનો પ્રશ્ન નથી પણ પ્રશ્ન માત્ર વિકિલાયક લેખ હોવા વિશેનો છે. યોગ્ય એ ગણાય કે આ અભિયાન બાબતે અન્ય વિશ્વાસપાત્ર માધ્યમોએ લેવાયેલી નોંધ વિશે, અભિયાનના મહત્વ અને કાર્ય વિશે, તેમની નોંધપાત્રતા વિશે, ટૂંકમાં લખાણ હોય અને ખાનગી નામો અને નંબરો વગેરે તેમ જ પ્રચારાત્મક લખાણ ન હોય તો આ લેખ રાખવા યોગ્ય ગણી શકાય. એવો બનાવી શકાય તો રાખી શકાશે અન્યથા હટાવવાપાત્ર ગણાશે. ત્યાં સુધી આ પાનાનું સમગ્ર લખાણ છૂપાવાયું છે. (લખાણને વિકિયોગ્ય બનાવવાની પ્રથમ જવાબદારી લખનારની જ રહે છે એ વાત જાણીતી છે. આ નીતિગત બાબત છે.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૧, ૨૫ મે ૨૦૧૪ (IST)
- આપના મતોથી સહેમત. ચાલો આ લેખને વિકિ માપદંડ અનુસાર લાયક બનાવવાની શરૂઆત હું જ કરું. કેમકે આ લેખ ઉમેરનાર સભ્યોને કદાચ તે વિષે માહિતી ન હોય. --Sushant savla (talk) ૨૧:૪૨, ૨૫ મે ૨૦૧૪ (IST)
- લેખને વિકિલાયક બનાવવા પ્રયત્ન કર્યો છે. જરૂર જણાય તે સુધારા વધારા (કદાચ ઘટાડા પણ - હા હા હા ! ) કરવા વિનંતી.
- "માતૃભાષા અભિયાન" એક સારો વિચાર છે અને યોગ્ય સંચાલન થાય તો ભાષાને ઘણો લાભ થાય એમ છે. તો આ વિચારને આપણા વિકિ સમુદાયનો પણ ટેકો મળે તો સારું. તે હેઠળ આપણે તે અભિયાનની માહિતી આપતો લેખ મુકી શકીયે. હાલમાં મેં નરેન્દ્રભાઈ મોદીના એક પ્રવચનની ક્લિપ જોઈ તેમાં તેમણે કહ્યું કે ન જાણે કેમ તેમને ક્યારે કોઈ નેગેટીવીટી સ્પર્ષતી જ નથી. જન્મથી તેઓ એવા જ સકારાત્મક છે. મોદી ભાઇની લહર ચાલુ છે તો આપણે પણ તેમના જેવા સકરાત્મક વલણ લઈને આ અભિયાન સાથે જે રીતે શક્ય હોય સંભવ હોય તે રીતે જોડાઈએ. તેમની સાથે સ્પર્ધાઓનું આયોજન કરીએ. જેથી વિકિ પ્રકલ્પ તથા માતૃભાષા પ્રસાર એમ બંને વિકલ્પને વેગ મળે અને જનસમુહને લાભ થાય. જો આગલ વધવા જેવુંલાગે તો આપણે ચોતરા પર ચર્ચા ચાલુ કરીએ.--Sushant savla (talk) ૨૨:૧૭, ૨૫ મે ૨૦૧૪ (IST)
- આભાર સુશાંતભાઈ, હવે ઠીક થયું. મેં પણ થોડા સુધારા કર્યા. નાઉ ચાલેબલ બન્યું ! રહી વાત ‘નેગેટીવીટીના (અ)સ્પર્ષ’ની તો, એ સમાજસેવકો માટે સારૂં જ છે પણ વિકિપ્રબંધકો માટે ફરજચૂક સમાન બને !! આમેય બધે જ "પોઝીટીવ"નો આગ્રહ દુઃખદ પણ બને ! ખાસ કરીને એઈડ્સ કે ટાઈફોઈડ જેવા ટેસ્ટ રિપોર્ટ કે ડ્રગ/ડોપિંગ ટેસ્ટના રિપોર્ટ જેવી બાબતોમાં "નેગેટીવ" થવું જીવનદાયી બની શકે છે ! (Ho ! Ho ! Ho !)
આપણે સૌ તો અહીં (અને આપણાં ઘણાં વિકિમિત્રો પોતાની ક્ષમતાનૂસાર અન્યત્ર પણ) યથાશક્તિ માતૃભાષાની સેવા કરીએ જ છીએ. પણ આપણને અહીં કેટલા સેવાભાવીઓ મળે છે એ આપ પણ જાણો છો ! જો કે આપના ઉત્તમ વિચાર પ્રસંશાપાત્ર છે અને સૌ શક્ય તેટલી, યથામતિ, યથાશક્તિ માતૃભાષાની સેવા કરે તે સારી વાત છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૯, ૨૬ મે ૨૦૧૪ (IST)