ચર્ચા:મુહમ્મદ અલી જિન્ના

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તેમનું નામ મુહમ્મદ અલી જિન્ના છે કે મહમદ અલી ઝીણા? મને લાગે છે કે અંગ્રેજીમાં Jinnah લખાતું હોવાને કારણે મૂળ ભાષાંતરકર્તાએ જિન્ના કર્યું છે. પણ તેઓ ગુજરાતી વ્યક્તિ હતા અને તે નાતે જો તેમનું નામ ઝીણા હોય તો તેમ જ રાખવું જોઈએ. કૃષ્ણને અંગ્રેજીમાં Krishna લખાય, અને તેનું ભાષાંતર કરીએ ત્યારે ક્રિશ્ના કરીએ એવી વાત થતી હોય તેમ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૯, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં તેમના વિશે જે વાંચ્યું છે એ મુજબ તેમનુ નામ ઝીણાભાઇ જ હતું. ઝીણાભાઇ પૂંજાભાઇ.--યોગેશ કવીશ્વર (talk) ૦૮:૨૫, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં પણ ઝીણા જ વાંચ્યું છે...--Vyom25 (talk) ૧૧:૩૪, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઝીણા લખવું જ યોગ્ય છે.--121.247.192.184 ૧૭:૩૦, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર આપ સહુનો. હવે મુહમ્મદ કે મહમદ કે મોહમદ એ નામ પર પણ નિર્ણય લઈશું? અને સાથે સાથે ચર્ચા:નુસ્લી વાડિયા પણ જોઈ જોશો?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૪, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં મોહમ્મદ ઘણી કોમોમાં અપભ્રંશ પામીને મામદ થઈ ગયું છે એટલે મારી દૃષ્ટિએ મહમદ હોવું જોઈએ. બીજું કારણ એ પણ ખરું કે અન્ય મોહમ્મદ નામધારીઓ પણ ગુજરાતમાં મહમદ નામે ઓળખાય છે એક હઝરત પયગંબર સિવાય જેમ કે મહમદ બેગડા કે મહમૂદ બેગડા, મહમદ ઘોરી.--Vyom25 (talk) ૧૩:૨૯, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
એક્ઝેક્ટ્લી, મુહમદ પયગંબર સિવાયના બધા જ મહમદ નામે જ ઓળખાય છે, એટલે જ મને આ નામ પણ મહમદ અલી ઝીણા વાંચ્યાનું યાદ આવે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૪, ૨૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
'મહમદ અલી ઝીણા’ સહમત.(અને પ્રથમથી જ લેખ મહમદ અલી ઝીણા મોજૂદ છે !! તા:૧૫-૫-૨૦૦૮થી, અને આ લેખ એ પછી,૨૦૧૦માં બન્યો ! હિન્દીભાષીઓની કૃપા !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૨, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા હા હા હા--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૫૬, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]