મહમદ અલી ઝીણા

વિકિપીડિયામાંથી
(મુહમ્મદ અલી જિન્ના થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહમદ અલી ઝીણા
محمد علی جناح
A view of Jinnah's face late in life
પાકિસ્તાન ના પહેલા ગવર્નર જનરલ
પદભારનો સમયગાળો
14 August 1947 – 11 September 1948
રાજવી George VI
વડાપ્રધાન લિયાકત અલી ખાન
પૂર્વગામી The Earl Mountbatten of Burma (as Viceroy of India)
અનુગામી Khawaja Nazimuddin
પાકિસ્તાન રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ
પદભારનો સમયગાળો
11 August 1947 – 11 September 1948
Deputy મૌલવી તમિઝુદ્દીન ખાન
પૂર્વગામી Position established
અનુગામી મૌલવી તમિઝુદ્દીન ખાન
પાકિસ્તાનના બાંધારણ સભા પ્રમુખ
Deputy લિયાકત અલી ખાન
પૂર્વગામી Office created
અનુગામી લિયાકત અલી ખાન
અંગત માહિતી
જન્મ મહમદ અલી ઝીણાભાઇ
(1876-12-25)25 ડિસેમ્બર 1876
અવસાન 11 સપ્ટેમ્બર 1948(1948-09-11) (71ની વયે)
Karachi, Pakistan
રાજકિય પક્ષ
જીવનસાથી
સંતાન દિના વાડિયા (મરિયમ ઝીણાથી)
વ્યવસાય વકીલ
ધર્મ ઇસ્લામ
હસ્તાક્ષર

મહમદ અલી ઝીણા (ઉર્દૂ: محمد على جناح, ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ઝીણાના જન્મ સ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.

ઝીણા, મીઠીબાઇ અને ઝીણાભાઇ પુજાભાઇના સાત બાળકોમાં સૌથી મોટા હતા. તેમના દાદા પુંજાભાઇ ગોકુળદાસ મેઘજી એક સંપન્ન ગુજરાતી વેપારી હતા, પરંતુ ઝીણાના જન્મ પહેલાના કાઠિયાવાડને છોડી સિંધમા જઇ વસ્યા હતા. કેટલાક સુત્રો મુજબ, ઝીણાના પુર્વજ હિંદુ રાજપુત હતા, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી. કાઠિયાવાડથી મુસ્લીમ બહુમત સિંધમા વસ્યા બાદ ઝીણા અને તેમના ભાઇ બહેનોનું મુસ્લીમ નામકરણ થયુ. ઝીણાની શિક્ષા વિભિન્ન શાળામાં થઇ. શરૂઆતમાં તેઓ કરાંચીના સિંધ મદરેસા-ઉલ-ઇસ્લામમાં ભણ્યા, પછી થોડા સામય માટે ગોકુળદાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઇ પણ ભણ્યા. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરી શાળા કંરાચી જતા રહ્યા.અંતમાં તેઓએ મુંબઇ વિશ્વવિધ્યાલયમાંથી મેટ્રીક પાસ કર્યું.

બે કાંટા વચ્ચે એક ગુલાબ[ફેરફાર કરો]

અંગેજ શાસન હેઠળના ભારતના છેલ્લા વાઇસરોય સાથેની ઝીણા સાથેની પ્રથમ મુલાકાત દરમ્યાન ઝીણા નર્વસ હતા અને એમણે એ નર્વસનેસ નીચે એમણે એક ભૂલ કરેલી. એ મુલાકાતની તસ્વીર લેવા માટે એવું નક્કી થયેલ કે એડવીના માઉન્ટબેટનને વચ્ચે ઉભા રાખવામાં આવશે જ્યારે એડવીના માઉન્ટબેટનની જમણી તરફ લોર્ડ માઉન્ટબેટન અને ડાબી તરફ મહમદ અલી ઝીણા ઉભા રહેશે. મહમદ અલી ઝીણાએ અગાઉથી વિચારી રાખેલ કે છબી લેવાયા બાદ એ પ્રચલીત અંગ્રેજી કહેવત "બે કાંટા વચ્ચે એક ગુલાબ" (અ રોઝ બિટવીન ટુ થોર્ન્સ) બોલશે. પણ છેલ્લી ઘડીએ છબીકારે ગોઠવણીમાં ફેરફાર કર્યો અને કાયદેઆઝમ વચ્ચે ઊભા હોય એ રીતે છબી પાડી. તેમ છતા અગાઉ ગોખી રાખ્યા મુજબ ઝીણા બોલી ઊઠ્યા કે "બે કાંટા વચ્ચે એક ગુલાબ".[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

<reflist>

  1. https://www.flickr.com/photos/pimu/514352881/in/photostream/