ચિંતામણી મંદિર, થેઉર
ચિંતામણી મંદિર, થેઉર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલ એક ગણેશ મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. ચિંતામણી મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી પાંચમા ગણપતિ તરીકે ઓળખાય છે.
દંતકથા
[ફેરફાર કરો]બ્રહ્મદેવે આપણાં ચિત્તને સ્થિર કરવા માટે ભગવાન ગણેશની આ જગ્યા પર પૂજા-આરાધના કરી. તેથી આ ગામનૂં નામ થેઉર પડ્યું છે, એવી વાયકા છે. આ સંદર્ભે અન્ય વાર્તા પણ છે . રાજા અભિજીત અને રાણી ગુણવતીના પુત્ર ગુણા દ્વારા કપિલમુનિ પાસેના ચિંતામણી રત્નની ચોરી કરી. ત્યારે કપિલમુનિએ ગણપતિને આ રત્ન ગુણા પાસેથી પાછા લાવવા માટે વિનંતી કરી. ગણપતિએ ગુણાનો વધ કરી રત્ન કપિલમુનિને સોંપ્યાં. ત્યારે કપિલમુનિએ રત્નો ગણપતિને અર્પણ કર્યાં. ગણપતિના ગળામાં તેમણે પહેરાવ્યાં, આથી તેમની ચિંતા દૂર થઈ, આથી અહીં ગણેશજી ચિંતામણી નામથી ઓળખાવા લાગ્યા.
ગણપતિ મંદિર ધરણીધર મહારાજ દેવ, દ્વારા બાંધવામાં આવ્યું હતું. ૧૦૦ વર્ષ પછી પેશવાઓએ ત્યાં ભવ્ય અને આકર્ષક મંદિર અને સભાગૃહ બનાવેલ છે. આ મંદિર સંપૂર્ણપણે લાકડાંમાંથી બનાવવામાં આવેલ છે. તે સમયમાં આ મંદિર પર બાંધવામાં ૪૦ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. યુરોપમાંથી તે સમયે બે મોટા ઘંટ પેશવાને મળ્યા હતા. તે પૈકી એક મહાડ ખાતે અને બીજો અહીં છે. માધવરાવ પેશવાને ૨૭ વર્ષની ઉંમરે ક્ષય થયો હતો. ત્યારે તેમને અહીં લાવવામાં આવ્યા હતા. આ સ્થળે જ તેમની પ્રાણજ્યોત બુઝાઇ હતી તેમજ તેમના પત્ની રમાબાઈ ત્યાં જ સતી થયા હતાં. તેમના સ્મરણાર્થે અહિં બાગ બનાવવામાં આવેલ છે. મોરયા ગોસાવીએ અહિંયા જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એમ કહેવાય છે.
મંદિર
[ફેરફાર કરો]શ્રી ચિંતામણી મંદિરના ભવ્ય મંદિર પરિસરમાં પર એક મોટો ઘંટ છે. આ મંદિરમાં ડાબી તરફ સૂંઢવાળી, બેસેલી, પૂર્વાભિમુખ મૂર્તિ છે. તેની બંને આંખોમાં લાલ મણી અને હીરા છે. આ મંદિર આજે મજબૂત સ્થિતિમાં છે.
ભૌગોલિક
[ફેરફાર કરો]મુળા-મુઠા નદી વડે ઘેરાયેલા આ શ્રી ક્ષેત્ર થેઉર પુણે-સોલાપુર રેલવે માર્ગ પર પુણે થી ૨૫ કિ.મી. જેટલું દૂર આવેલ લોણી ગામથી માત્ર સાત કિ.મી. જેટલા અંતરે આવેલ છે.
અષ્ટવિનાયક |
---|
મોરેશ્વર • સિદ્ધિવિનાયક • બલ્લાળેશવર • વરદવિનાયક • ગિરિજાત્મજ • ચિંતામણી • વિઘ્નહર • મહાગણપતિ |