ચૈત્રગૌરી

વિકિપીડિયામાંથી

ઢાંચો:इतरउपयोग४

હિંચકા પર બેઠેલા ચિત્રગૌર

મહારાષ્ટ્રમાં ચૈત્ર મહિનામાં, સુદ પક્ષમાં , ચૈત્ર સુદ ત્રીજથી ચૈત્રગૌર સ્થાપિત થાય છે. દેવીને હિંચકામાં બેસાડી વૈશાખ સુદ ત્રીજ ( અક્ષય તૃતીયા ) સુધી એક મહિના સુધી પૂજા કરવામાં આવે છે. શિવપત્ની પાર્વતીની આ ગૌરીના રૂપમાં કરાતી પૂજા છે. [૧]

ચૈત્રગૌરી સમારોહનું સ્વરૂપ[ફેરફાર કરો]

હિંચકામાં ગૌર અને શણગાર

ચૈત્ર મહિનામાં મરાઠી સ્ત્રીઓ દ્વારા ઉજવાતો આ એક પરંપરાગત તહેવાર છે. સ્ત્રીઓ પોતાના ઘરે આ સમારોહની ઉજવણી કરે છે. ગૌરીની સ્થાપના એક નાનકડા પિત્તળના હિંચકામાં કરે છે, [૨] અને મહિનાના કોઈપણ એક દિવસે, આસપાસની સ્ત્રીઓને હળદી-કુંકૂ માટે બોલાવે છે. કોંકણમાં ઘરે આવેલી સ્ત્રીઓ અને કુમારિકાઓના પગ ધોઇ તેમના હાથપર ચંદનનો લેપ કરાય છે. પલાળેલા હરબોરા અને ફળોથી તેમની ઓટી(પાલવ) ભરે છે. તેવી જ રીતે કેરીનો પન્નો અને કેરી નાખી વાટેલી હરબોરાની દાળ આપે છે. ગૌરીની આરતી કરતી વખતે 'ગૌરીચે માહેર' નામનું એક ગીત ગાય છે. આ પદ્ધતિ કોંકણમાં જોવા મળે છે. ઘરની છોકરીઓ અને સ્ત્રીઓ હળદી કુંકૂ કરે છે, ત્યારે ચૈત્રગૌરીની સામે સજાવટ કરવાની રીત પણ અમુક જગ્યાએ જોવા મળે છે. આ મહિનામાં ગૌરી પોતાના પિયર આવે છે એવી કલ્પના છે. [૩]

નિવેદ[ફેરફાર કરો]

કેરી, નાખીને વાટેલા હરબોરાની દાળ, કેરીનો પન્નો પતાસા, , તરબૂચ, કલિંગર જેવા ફળ, પલાળેલા હરબોરા આ નિવેદ ધરવામાં આવે છે. [૪]

ચૈત્રાંગણ(રંગોળી[ફેરફાર કરો]

આ પ્રસંગે આખો મહિનો ઘરના આંગણાંમાં રંગોળી કાઢવામાં આવે છે. [૫]

દેવીના શસ્ત્રો જેવા કે શંખ, ચક્ર, ગદા, પદ્મ અને તેના વાહનો જેવા કે ગાય, હાથી, કાચબો, સાપ, ગરુડ હોય છે .તેના સૌભાગ્ય ની નિશાની જેવી કે કાંસકો, ''કરંડા'' અરીસો ,મંગળસૂત્ર, તેમ જ સુહાગણ ન પાલવ નો તાટ હોઇદરવાજા સામે તુલસી વૃંદાવન, ઓમ, સાથિયો, આંબો, નારિયેળ, ઉમરો - પિપળો વગેરે પૂજનીય વ્રુક્ષો આ હિન્દુ સંસ્કૃતિના પ્રતીક હોઈ રંગીન રંગોળી થી કાઢેલ હોય તે ચૈત્રાંગણ(રંગોળી) છે. [૬]

ચૈત્રાંગણમાં, ચૈત્રગૌરીનો હિંચકો, ગણપતી, દિવો, નાભિ કમળ, કાચબો, શંખ, સૂર્ય, ચંદ્ર, ગોપદ્મ, સાપ, ત્રિશૂળ, સ્વસ્તિક, કમળ, ગદા, ચક્ર વગેરે હિન્દુ ધાર્મિક તેમજ કુદરતી આકૃતિઓ દોરવામાં આવે છે. તેમાં દર મહિને ઉજવવામાં આવતા વિવિધ તહેવારો અને વ્રતોનું આલેખન રંગોળી દ્વારા કરવામાં આવે છે. હિંચકાની મધ્યમાં બિરાજમાન દેવી, રાધાકૃષ્ણ, તુલસી જેવા ચિત્રો ચૈત્રાંગણમાં દોરવામાં આવે છે.

ભારતમાં અન્યત્ર[ફેરફાર કરો]

કર્ણાટક - ચૈત્રગૌરી કર્ણાટકમાં પણ સ્થાપવામાં આવે છે. [૭] તેની પૂજા કરી શણગાર કરવામાં આવે છે. પલાળેલા ચણાથી સ્ત્રીઓની ઓટી(પાલવ) ભરવામાં આવે છે.

રાજસ્થાન— રાજસ્થાનમાં હોળી પૂનમ ના બીજે દિવસે ચૈત્ર મહિનો શરુ થાય છે.એ દિવસે ગનગૌર બેસાડે છે. હોળીની રાખના અને છાણના ૧૬ મુટકા કરાય છે.ભીંત પર હળદી અને કુંકૂના૧૬ તિલક કરાય છે.તેની નીચે મુટકા ગોઠવાય આ મુટકા ગૌરીના પ્રતીક છે. ગહુંના કણસલાં,हळદી થીપૂજા કરે છે. જુવારના કણસલા ને સફેદ દોરો બાંધી ગૌરીના મુટકાની બાજુમાં તે કણસલા રખાય છે. તેને શંકર કહે છે.બીજા એક કણસલાને વાળની ગુંચ અને લાલ પીળો દોરો બાંધે છે. તે પણ ગૌરીનું પ્રતીક મનાય છે. આ ગૌરીને ચુરમો અને લીંબુની દાળ નો નિવેદ ધરાય છે.

ભારતની આદિવાસી જાતિઓમાં પણ સ્ત્રીઓ ચૈત્રગૌરીની પૂજા કરે છે. [૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gupte, B. A. (1994). Hindu Holidays and Ceremonials: With Dissertations on Origin, Folklore and Symbols (અંગ્રેજીમાં). Asian Educational Services. ISBN 9788120609532.
  2. Mythakvani (અંગ્રેજીમાં). Streevani/Ishavani Kendra and Snehavardhan Publishing House. 1996-01-01. ISBN 9788172650605.
  3. http://marathi.webdunia.com/article/gudipadwa-marathi/chitra-navratra-115032500013_1.html
  4. Mudambi, Sumati R. (2001). Fundamentals Of Foods And Nutrition (અંગ્રેજીમાં). New Age International. ISBN 9788122413328.
  5. भारतीय संस्कृती कोश खंड ३
  6. Various. Maajhi Saheli: Octoner 2016 (મરાઠીમાં). Pioneer Book Co. Pvt. Ltd.
  7. Sharma, Shiv Kumar (1993). The Indian Painted Scroll (અંગ્રેજીમાં). Kala Prakashan.
  8. Chattopadhyay, Kamaladevi (1978). Tribalism in India (અંગ્રેજીમાં). Vikas Publishing House. ISBN 9780706906523.