લખાણ પર જાઓ

જનમટીપ

વિકિપીડિયામાંથી
જનમટીપ
લેખકઈશ્વર પેટલીકર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારજાનપદી નવલકથા
પ્રકાશન તારીખ
૧૯૪૪

જનમટીપ ઈશ્વર પેટલીકરની ૧૯૪૪માં પ્રકાશિત સૌપ્રથમ નવલકથા છે, જે ગુજરાતના શ્રમજીવી ઠાકરડા જ્ઞાતિના પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના મનમાં ચાલતા અંતર સંઘર્ષની કથા છે.[] જનમટીપ નવલકથા પાટણવાડીયા કે બારૈયા જ્ઞાતિના પ્રતિનિધિરૂપ પાત્રો ચંદા અને ભીમાની પ્રણયકથા, પરાક્રમ, શીલ, સંયમ, વટ, વ્યવહાર, ત્યાગ અને ભાવનાનું પ્રતિબિંબ રજૂ કરે છે.[]

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

જનમટીપ પાટણવાડીયા ખેડૂત ઠાકોરો જ્ઞાતિની સામાજિક વાસ્તવિકતા અને ગ્રામ સમાજને આબેહૂબ રજૂ કરતી નવલકથા છે. આ નવલકથામાં પાટણવાડીયા જ્ઞાતિનું હીર અને ઓજસ રજુ થાય છે.[]

રયજીની દીકરી ચંદા પરાક્રમી અને સશક્ત વીરબાળા છે.[] જેણે બાળપણમાં સાંઢને નાથ્યો હોય છે, જેથી તેનું નામ ગામોગામ ફેલાયું છે અને તેની સગાઈ તૂટી જાય છે.[] રામદેવપીરના મેળામાં ભીમો પોલીસ સાથે બોલચાલ કરે છે.[] તેને જોઈ ચંદા તેને પસંદ કરવા લાગે છે.[] ત્યારબાદ ભીમા અને ચંદા ના લગ્ન થાય છે. ચંદા કહે છે કે, "હું અભિમાન નહીં કરું પણ ટેક નહિ મુકું".[]

પુંજો બામરોલિયો ચંદાની મશ્કરી કરે છે, તે તેને પસંદ આવતું નથી અને વેર ન વાળે ત્યાં સુધી તે પોતાના પિયર ચાલી જાય છે. ભીમાને ખેતરમાં ધાડપાડુઓ સાથે ઝઘડો થાય છે અને તે ગંભીર રીતે ઘવાય છે.[][] તેને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સારવાર કરવા ચંદા આવે છે અને ભીમો સાજો થતાં પાછી પિયર ચાલી જાય છે.[][]

અંતે પિતા અને પુત્ર સાથે મળી પુંજાનું ખૂન કરે છે, વેર વળતાં ચંદા ઘેર પાછી ફરે છે. ભીમાને અને તેના પિતાને જનમટીપની સજા થાય છે, જેથી ચંદા ભીમાના ઘર-ખેતર ની દેખરેખ કરવા લાગે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ચૌધરી, રઘુવીર (૧૯૯૬). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૨૧–૪૨૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પટેલ, ડૉ. બેચરભાઈ (2018). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૦૪–૨૦૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). ગુજરાતી સાહીત્યકોશ. અમદાવાદ: ગુજરાત સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૨૩.