લખાણ પર જાઓ

જસવંત સિંહ

વિકિપીડિયામાંથી
મેજર

જસવંત સિંહ
ભારતના નાણાં પ્રધાન
પદ પર
૧ જુલાઇ ૨૦૦૨ – ૨૧ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીયશવંત સિન્હા
અનુગામીપી. ચિદમ્બરમ
પદ પર
૧૬ મે, ૧૯૯૬ – ૧ જૂન ૧૯૯૬
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીમનમોહન સિંહ
અનુગામીપી ચિદમ્બરમ
ભારતના સંરક્ષણ પ્રધાન
પદ પર
૨ જાન્યુઆરી ૨૦૦૦ – ૧૮ ઑક્ટોબર ૨૦૦૧
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીજ્યોર્જ ફર્નાન્ડીઝ
અનુગામીજ્યોર્જ ફર્નાન્ડિઝ
ભારતના વિદેશ પ્રધાન
પદ પર
૫ ડિસેમ્બર ૧૯૯૮ – ૫ ડિસેમ્બર ૨૦૦૨
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીઅટલ બિહારી વાજપેયી
અનુગામીયશવંત સિન્હા
અંગત વિગતો
જન્મ (1938-01-03) 3 January 1938 (ઉંમર 86)
જાસોલ, રાજપૂતાન એજન્સી, બ્રિટીશ ઇન્ડિયા
મૃત્યુ27 September 2020(2020-09-27) (ઉંમર 82)
નવી દિલ્હી
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
સ્વતંત્ર (૨૯ માર્ચ ૨૦૧૪ થી)
સંતાનોમાનવેન્દ્ર સિંહ
માતૃ શિક્ષણસંસ્થાભારતીય લશ્કરી એકેડમી
માયો કોલેજ
વેબસાઈટhttp://www.jaswantsingh.com

મેજર જસવંત સિંહ (૩ જાન્યુઆરી, ૧૯૩૮ - ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦[૧]) ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા. તેઓ ભારતના સૌથી લાંબી સેવા આપનારા સંસદસભ્યોમાંના એક હતા, જે ૧૯૮૦ થી ૨૦૧૪ ની વચ્ચે લગભગ એક અથવા બીજા ગૃહના સભ્ય રહ્યા છે. તેઓ ભાજપના ટિકિટ પર પાંચ વખત (૧૯૮૦, ૧૯૮૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪) પાંચ વખત રાજ્ય સભામાં અને લોક સભામાં ચાર વખત (૧૯૯૦, ૧૯૯૧, ૧૯૯૬, ૨૦૦૯) ચૂંટાયા હતા.

વાજપેયી સરકાર (૧૯૯૮-૨૦૦૪) દરમિયાન, તેમણે વિવિધ સમયે નાણાં, વિદેશ બાબતો અને સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ પોર્ટફોલિયો સંભાળ્યા હતા. તેમણે આયોજન પંચ (૧૯૯૮-૯૯) ના ડેપ્યુટી ચેરમેન તરીકેના સમયગાળા માટે પણ સેવા આપી હતી. ૧૯૯૮ના ભારતના પરમાણુ પરીક્ષણો પછી, વડા પ્રધાન વાજપેયીએ પરમાણુ નીતિ અને વ્યૂહરચનાથી સંબંધિત બાબતો પર યુ.એસ.એ. (સ્ટ્રોબે ટેલ્બોટ દ્વારા રજૂ કરાયેલ) સાથે વારંવાર, લાંબા ગાળાના સંવાદ માટે ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે કાર્યવાહી કરી હતી. આ સાતત્યપૂર્ણ જોડાણનું પરિણામ બંને દેશો માટે હકારાત્મક હતું.

૨૦૦૪ માં તેમની પાર્ટી સત્તા ગુમાવ્યા પછી, જસવંત સિંહે રાજ્ય સભામાં ૨૦૦૪ થી ૨૦૦૯ માં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં તેમના પક્ષે તેમને ચૂંટણી ટિકિટ આપી ન હતી. તેમણે બાડમેર લોક સભા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.[૨] તેમણે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચતા, ૨૯ માર્ચ ૨૦૧૪ના રોજ તેમને ભાજપ પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા.[૩][૪]

૭ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ તેઓ તેમના ઘરના સ્નાનાગારમાં પડી ગયા હતા અને તેમને માથા પર ગંભીર ઇજા પહોંચી હતી.[૫] જૂન ૨૦૨૦માં તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા હતા અને ૬ વર્ષ સુધી કોમા અવસ્થામાં રહ્યા પછી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[૬][૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ex-Union Minister Jaswant Singh Dies At 82. "Saddened By Demise," Says PM". NDTV. મૂળ સંગ્રહિત માંથી 27 September 2020 પર સંગ્રહિત. મેળવેલ 27 September 2020.
  2. Jaswant Singh rules out withdrawal from Barmer Lok Sabha seat સંગ્રહિત ૩૦ માર્ચ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન. The Indian Express (29 March 2014). Retrieved on 21 May 2014.
  3. BJP expels defiant Jaswant Singh for 6 years સંગ્રહિત ૨૯ માર્ચ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન. Hindustan Times. Retrieved on 21 May 2014.
  4. IANS (16 May 2014). "Jaswant Singh loses in Barmer". Business Standard India. મૂળ સંગ્રહિત માંથી 23 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 27 September 2020.
  5. "Jaswant Singh in coma after severe head injury, condition 'highly critical'". 8 August 2014. મૂળ સંગ્રહિત માંથી 10 August 2014 પર સંગ્રહિત. મેળવેલ 8 August 2014.
  6. "Former Union minister Jaswant Singh passes away at 82". 27 September 2020.
  7. "Jaswant Singh death news: Former BJP leader Jaswant Singh passes away | India News - Times of India". The Times of India.