લખાણ પર જાઓ

જામ સાહેબ

વિકિપીડિયામાંથી

જામ સાહેબ, નવાનગર રાજ્યના શાસક મહારાજાનું રાજશિર્ષક છે. આ શિર્ષકધારી જામ સાહેબો, યદુવંશી જાડેજા રાજપૂત કુળના છે,[] જે ચંદ્રવંશનું એક મહત્વનું શાખા ગોત્ર છે. ફારસી ભાષાના શબ્દ જામનો શબ્દાઅર્થ "સરદાર","પિતા" અથવા "રાજા" થાય છે. જ્યારે, સાહેબ એ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ "માલિક" થાય છે.

જામ રાવલજી નવાનગર રાજ્યના પ્રથમ જામ સાહેબ હતા, કચ્છમાંથી સ્થળાંતર કર્યા પછી તેમણે હાલાર પ્રાંતમાં નવા શહેર "નવાનગર"ની સ્થાપના કરી હતી, ૧૦૦૦થી વધુ ગામ ધરાવતો હાલાર પ્રાંત તેમણે કાઠી અને ચાવડા શાસકો પાસેથી જીત્યો હતો. મહરાજા શત્રુશૈલ્યસિંહજી દિગ્વિજયસિંહજી વર્તમાન જામ સાહેબ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Nawanagar State". The Imperial Gazetteer of India, v. 18. Oxford at the Clarendon Press, London. 1909. પૃષ્ઠ 420.
  2. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Nawanagar" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 19 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 317–318.