જોસેફ મેકવાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જોસેફ મેકવાન
જન્મ૯ ઓક્ટોબર ૧૯૩૬, ૯ ઓક્ટોબર ૧૯૩૫ Edit this on Wikidata
મૃત્યુ૨૮ માર્ચ ૨૦૧૦, ૯ ઓક્ટોબર ૨૦૧૦ Edit this on Wikidata
પુરસ્કાર
 • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯, ૧૯૮૯, Angaliyat) Edit this on Wikidata
સહી
Joseph Macwan autograph.svg

જોસેફ મેક્વાન ‍(૦૯ ઓક્ટોબર, ૧૯૩૫ - ૨૮ માર્ચ, ૨૦૧૦)તારીખ ગુજરાતી ભાષાના અને એમાં પણ દલિત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાતના સમૄધ્ધ ચરોતર પ્રદેશના ઓડ (હાલ જિલ્લોઃ આણંદ) પાસે આવેલ ત્રાણોલ ગામના ખ્રિસ્તી ધર્મ પાળતા એક સામાન્ય વણકર કુટુંબમાં થયેલો. જન્મથી જ ગરીબી, પછાતપણા અને આભડછેટભર્યાં વલણોની અસહ્ય અડચણોનો સામનો કરીને ૧૯૬૭માં પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ. એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી. એડ. થયા. કોલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કોલેજની નોકરી છોડી દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તક્લીફો સહન કરવી પડી. જીવનના આવા અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. તેમની લખેલ રેખાચિત્રો"વ્યથાના વિતક" (૧૯૮૫) અને નવલકથા"આંગળીયાત" (૧૯૮૮) ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ પ્રથમ પારીતોષીક પ્રાપ્ત થયેલ. આ ઉપરાંત તેમના અન્ય ઘણા લખાણોને વિવિધ પુરસ્કારો મળેલ છે.

લાક્ષણિકતા[ફેરફાર કરો]

ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે , તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.

સર્જન[ફેરફાર કરો]

‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) એમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.

આંગળિયાત (૧૯૮૬) : દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે.

નવલકથાઓ

 • આંગળિયાત
 • લક્ષ્મણની અગ્નીપરીક્ષા
 • મારી પરણેતર
 • મનખાની મિરાત
 • બીજ ત્રીજનાં તેજ
 • આજન્મ અપરાધી
 • દાદાનો દેશ
 • માવતર
 • અમર ચાંદલો
 • દરિયા
 • ભીની માટી કોરાં મન
 • સંગવટો
 • अपनो पारस आप

રેખાચિત્રો

 • વ્યથાનાં વિતક
 • વ્હાલનાં વલખાં
 • મારી ભિલ્લું
 • જીવતરનાં નટારંગ
 • જનમ જલાં
 • માણસ હોવાની યંત્રણા
 • न ये चांद होगा
 • રામનાં રખોપાં
 • લખ્યા લલાટે લેખ

ટૂંકી વાર્તાઓ

 • સાધનાની આરાધના
 • પન્નાભાભી
 • આગળો
 • ફરી આંબા મ્હોરે
 • આર્કિડનાં ફૂલ

નિબંધ

 • વ્યતીતની વાટે
 • પગલાં પ્રભુંનાં
 • સંસ્કારની વાવેતર

સંપાદન

 • અમર સંવેદન કથાઓ
 • અનામતની આંધી
 • અરવિંદ સૌરભ
 • એક દિવંગત આત્માની જીવન સૌરભ

અહેવાલો

 • ભાલનાં ભોમ ભીતર
 • ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
 • વહેલી પરોઢનું વલોણું

લેખો અને વિવેચન

 • વાટના વિસામા (લેખ સંગ્રહ)
 • પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)

અનુવાદો[ફેરફાર કરો]

 • આંગળિયાત નો ડૉ. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ,(ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથા)[૧]
 • વ્યથાનાં વિતક નો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા અંગ્રેજી અને 11(અગિયાર) ભારતીય ભાષાઓમાં અનુવાદ
 • શ્રી જોસેફભાઈનાં 10,000 પુસ્તકો 1,000 પુસ્તકાલયોને દાતા શ્રી જયંતભાઈ હ. દેસાઈ તરફથી વિનામુલ્યે ભેટ આપવાની ઐતિહાસિક ઘટના બનેલી છે.
 • ઘંટીના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિન્ધી ભાષાઓમાં અનુવાદો થયા છે.

વિશેષ[ફેરફાર કરો]

 • લોહીનો સબંધ પરથી ગોપી દેસાઈ દિગ્દર્શિત બસ યારી રખ્ખો નામે બાળ ફિલ્મ.
 • બહેરું આયખુ મુંગી વ્યથા નામે ટેલિ ફિલ્મ.

કટાર[ફેરફાર કરો]

ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવ.

માન-સમ્માન[ફેરફાર કરો]

સુવર્ણચંદ્રકો

 • સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧)
 • સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪)
 • અભિવાદન ટ્રોફી ‌(૧૯૮૭)
 • મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯)
 • ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦)
 • કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક (૧૯૯૫)

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો

 • સાધનાની આરાધના (૧૯૮૫)
 • મારી પરણેતર (૧૯૮૬)
 • જનમ જલાં (૧૯૮૭)
 • મારી ભિલ્લું (૧૯૮૮)
 • પન્નાભાભી (૧૯૯૦)
 • સાહિત્ય અકાદમી, દિલ્હી (૧૯૮૯‌)

સંસ્થાગત સબંધો[ફેરફાર કરો]

 • ગુજરાત વિષમતા ઉર્મૂલન પરિષદના ઉપપ્રમુખ
 • ગુજરાત ખેતવિકાસ પરિષદ સાથે ગાઢ- સક્રિય સહયોગ
 • સેવા, લોકાયન, નવસર્જન, સંકલ્પ, રિસ્તા અને વિશ્વગ્રામ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સક્રિય સહયોગ
 • 1978 થી 1982 : ગુજરાત રાજ્ય પછાતવર્ગ બોર્ડ, ગાંધીનગરના સભ્ય
 • 1987 થી 1990 : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગરના સભ્ય
 • 1988 થી 1990 : ગુજરાત રાજ્ય સરકારની ડૉ.બાબાસાહેબ આંબેડકર જીવનચરિત્ર સમિતિના સભ્ય
 • 1989 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર જીવનચરિત્રના મનોનીત લેખક
 • 1985 થી 2000 : ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીના સભ્ય
 • 1997 થી 2002 : ગુજરાતી સાહિત્ય અકાદમી,ગાંધીનગરની ચૂંટાયેલી સમિતિના સભ્ય
 • 1992 થી 1997 : આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ
 • દલિત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. http://www.thehindu.com/lr/2004/10/03/stories/2004100300310500.htm

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]