ડેની ડેન્ઝોંગ્પા
ડેની ડેન્ઝોંગ્પા | |
---|---|
જન્મ | ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ગંગટોક |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
શેરિંગ ફિન્ટ્સો "ડેની" ડેન્ઝોંગ્પા (જન્મ 25 ફેબ્રુઆરી 1948) એ બોલિવુડની ફિલ્મોમાં કામ કરતા ભારતીય અભિનેતા છે. તેઓ સિક્કીમીઝ વંશના છે. ડેન્ઝોંગ્પાનો જન્મ સિક્કીમ રાજ્યમાં થયો હતો તે સમયે સ્વતંત્ર રાજાશાહી હતી. તેઓ ભુટિયા વંશના છે અને તેઓ માતૃ ભાષા તરીકે ભુટિયા બોલે છે. તેમણે ભારતીય અને નેપાળી ગીતો ગાઇને અને ભારતીય અને નેપાળી ફિલ્મોમાં અભિનય કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અશોકા અને 16 ડિસેમ્બર જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ અભિનય કર્યો છે, જેમાં સેવન યર્સ ઇન તિબેટ જાણીતો છે, જેમાં તેમણે હોલિવુડ અભિનેતા બ્રાડ પિટ સાથે અભિનય કર્યો હતો. 2003માં, ડેન્ઝોંગ્પાને ભારતના ચોથા ક્રમના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ શ્રી થી નવાજવામાં આવ્યા હતા. ડેન્ઝોંગ્પા ખલનાયક તરીકેની તેમની ભૂમિકા માટે જાણીતા છે.
1982 બાદ તેમણે દારૂ ગાળવાના ઉદ્યોગમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી અને 2009માં, સિક્કીમ, ઓરિસ્સા અને આસામમાં ત્રણ બ્રૂઅરીઝ ધરાવતી અને ત્રણ મિલિયન કેસનું વેચાણ કરનારી તેમની કંપની યુકસોમ બ્રૂઅરીઝે ઔદ્યોગિક અગ્રણી યુનાઇટેડ બ્રૂઅરીઝ (યુબી)ના ઉત્તર-પૂર્વ બજારને હાંસલ કરી લેવાના આયોજનને નિષ્ફળ બનાવવા આસામમાં રિનો બ્રૂઅરીઝને હસ્તગત કરી લીધી.[૧]
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]ડેન્ઝોંગ્પાનો ઘોડા અને ઘોડેસવારી તરફનો પ્રેમ પ્રારંભિક ઉંમરથી શરૂ થયો હતો, કેમકે તેમનું કુટુંબ હોર્સ બ્રિડીંગ ક્ષેત્રમાં હતું. તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાવાના સપના સેવતા હતા, અને પશ્ચિમ બંગાળ તરફથી શ્રેષ્ઠ કેડેટ પુરસ્કાર મેળવ્યો હતો અને ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સમાચારપત્રને આપેલી એક મુલાકાતમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણેની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ માટે લાયક ઠર્યા હતા, પરંતુ એફટીઆઇઆઇ, પુણેમાં જોડાવા માટે એડમીશન પાછું ખેંચી લીધુ હતું. એફટીઆઇઆઇ, પુણે ખાતેની સહવિદ્યાર્થીની, અભિનેત્રી જયા ભાદુરીએ તેમનું નામ સહેલાઇથી બોલાતું કેથોલિક "ડેની" રાખવાનું નક્કી કર્યુ હતું, કેમકે તેમનું અસલ નામ બોલતા અન્ય વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી. ત્યારથી તેમનું આ નામ છે.[૨]
ફિલ્મ કારકિર્દી
[ફેરફાર કરો]પ્રારંભિક ફિલ્મ કારકિર્દી દરમિયાન, ડેની દરિયા સાથે વાતો કરીને હિન્દી શીખવાનો પ્રયત્ન કરતા હતા. સાવન કુમારની સનમ બેવફા અને મુકુલ આનંદની ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં ઉર્દૂ ભાષા કામમાં આવી.
તેમણે 1971માં બી.આર. ઇશારાની ઝરૂરત જેવી બી-ગ્રેડની ફિલ્મો સાથે શરૂઆત કરી, અને ત્યાર બાદ મેરે અપને અને કાલા સોના જેવી ફિલ્મોમાં હકારાત્મક ભૂમિકાઓ ભજવી. ત્યાર પછી તેમણે સંખ્યાબંધ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલી નાયકવિરોધી ભૂમિકાઓમાં અનીતિમય રાજકારણી, ભ્રષ્ટાચારી પોલિસ, રાષ્ટ્રદ્રોહી, અને ચિંગૂસ જમીનદારનો સમાવેશ થાય છે. ગુલઝારની મેરે અપને અને ત્યાર બાદ બી આર ચોપરાની ઢૂંડ માં મોટી તકો મળી, જેમાં તેમણે લંગડા અને હતાશ પતિથી ભૂમિકા ભજવી હતી. તેઓ સારા ગાયક હોવાના નાતે ભારતીય સંગીતના ત્રણ સ્તંભ ગણાતા લતા મંગેશકર, મોહમ્મદ રફી અને આશા ભોંસલે સાથે ગાવાનો શ્રેય ધરાવે છે. તેમણે નેપાળી ગીત રજુ કર્યા હતા અને નેપાળી ફિલ્મો માટે ગીતો પણ ગાયા છે. "ચિસો ચિસો હવામા" અને "રાતો રાની ફુલે" બે પ્રખ્યાત ગીતો છે. તેમણે નેપાળી ફિલ્મ "સાઇનો" સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જે સુપરહિટ હતી. તેઓ ચિત્રકાર, લેખક અને શિલ્પી પણ છે. ડેન્ઝોંગ્પા બે બ્રૂઅરીઝ ધરાવે છે, જેમાં એક દક્ષિણ સિક્કીમ અને બીજી ઓરિસ્સા રાજ્યમાં છે.
હાલમાં તેઓ તેમની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ અને એસ. શંકર દ્વારા દિગ્દર્શિત, એંધિરન માં અભિનય કરી રહ્યા છે, જેમાં રજનીકાન્ત અને ઐશ્વર્યા રાય મુખ્ય કલાકારો છે.
અંગત જીવન
[ફેરફાર કરો]સિક્કીમીઝ રાજકુમારી અને તેના વતન ગંગટોકના છેલ્લા ચોગ્યાલની ભત્રીજી ગવા ડેન્ઝોંગ્પા સાથે લગ્ન કરનારા ડેની, હાલમાં મુંબઇમાં જુહુ ખાતે રહે છે. તાજેતરના સમયમાં તેઓ ફક્ત પસંદગીની ભૂમિકાઓ જ કરવાનું પસંદ કરે છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ગરમી હોવાથી તેઓ તે સમયગાળામાં કામ કરતા નથી. તેમણે પસંદ કરેલી ફિલ્મોમાં તેઓ પોતાની શરતોએ કામ કરે છે. તેમના પુત્રનું નામ રિંઝીંગ અને પુત્રીનું નામ પેમા છે. તેમના ભાઈ સિક્કીમના મેલ્લિ ખાતે બાઉજ અને બિયર ફેક્ટરી ધરાવે છે.
પુરસ્કારો અને સન્માનો
[ફેરફાર કરો]- 1985:નામાંકન :ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર-કાનૂન ક્યા કરેગા (1984)
- 1993:વિજેતા : ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર ખુદા ગવાહ(1992) માટે.
- 1992:વિજેતા : ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર સનમ બેવફા(1991) માટે.
- 1995:નામાંકન :ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર ક્રાન્તિવીર માટે
- 1995:નામાંકન :ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર વિજયપથ માટે
- 1996:નામાંકન :ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર બરસાત માટે
- 1999:નામાંકન :ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર ઘાતક માટે
ફિલ્મની સફર
[ફેરફાર કરો]- એંધિરન (2010) (ફિલ્મીંગ)
- એસિડ ફેક્ટરી (2009)
- લક (2009)
- કર્ઝ (2008)
- ચમકુ (2008)
- બિગ બ્રધર (2007)
- હેટટ્રિક (2007)
- ફ્રોઝન (2007)
- જાન કી બાઝી (2006) (પ્રોડક્શન બાદ)
- અબ તુમ્હારે હવાલે વતન સાથિયો (2004) (કર્નલ અશફાક ખાન)
- શિકાર (2004)
- સંધ્યા (2003)
- પરવાના (2003)
- એક હિન્દુસ્તાની (2003) (વિશેષ દેખાવ)
- સોચ (2002) .... નૌટિયાલ
- અબ કે બરસ (2002) .... સીબીઆઇ ઓફિસર સિકંદર બક્ષ
- 16 ડિસેમ્બર (2002) .... વિર વિજય સિંહ
- યે મોહબ્બત હૈ (2002) .... અમન ખાન
- મોક્ષ (2001) .... બેચલર સાઇમન
- ઇન્ડિયન (2001) .... શંકર સિઘાનિયા
- લજ્જા (2001) (એટલે શરંમ).... ગજેન્દ્ર
- અશોકા (2001) .... વિરાટ ... ઉર્ફ અશોકા ધી ગ્રેટ (ભારત: અંગ્રેજી ટાઇટલ) (યુએસએ) ... ઉર્ફ સમ્રાટ અશોકા (ભારત: તામિલ ટાઇટલ: ડબિંગ સંસ્કરણ)
- પુકાર (2000) .... અભરૂષ
- ઓફિસર (2000) .... પ્રતાપ રાય/દુષ્યંત સિંહ
- તુને મેરા દિલ લે લીયા (2000)
- સિલસિલા હૈ પ્યાર કા (1999) .... જભાલ ખરગોષી
- Dahek: A Burning Passion (1999) .... જબ્બાર બક્સી
- Kohram: The Explosion (1999) .... પ્રધાન વિરભદ્ર સિંઘ
- ઝુલ્મ ઓ સિતમ (1998) .... સિકંદર
- વિનાશક - ડિસ્ટ્રોયર (1998) .... જેલર લંકેશ્વર
- ચાઇના ગેટ (1998) .... મેજર રણજિર સિંઘ ગુરુંગ
- ઉડાન (1997) .... મિસ્ટર રાણા
- સેવન યર્સ ઇન તિબેટ (1997) .... રિજન્ટ
- ઢાલ: ધી બેટલ ઓફ લો અગેઇન્સ્ટ લો (1997) .... એડવોકેટ ઇન્દ્રજિત
- દિવાન
- હિમાલય પુત્ર (1997) .... રાણા
- ઘાતક: લેથલ (1996) .... કાત્યા
- રાજકુમાર(1996)
- આર્મી (1996) .... નાગરાજ
- શસ્ત્ર (1996) .... બાબુ
- બરસાત (1995) .... એસીપી નેગી
- સરહદ: ધી બોર્ડર ઓફ ક્રાઇમ (1995)
- વિજયપથ (1994) ... દિલાવર સિંઘ
- ચૌરાહા (1994) .... બાબા બત્તી
- ક્રાંતિવીર (1994) .... ચતુરસિંઘ
- મોહબ્બત કી આરઝુ (1994) .... જગપાલ સિંઘ ઉર્ફ જગ્ગુ દાદા
- 1942: એ લવ સ્ટોરી (1993) (ડેની ડેન્ઝોંગ્પા તરીકે) ....
- ધરતીપુત્ર (1993).. મેજર હિશ્ટ
- ગુરૂદેવ (1993) (ડેની ડેન્ઝોંગ્પા) .... ખાકન
- પ્રતીક્ષા (1993) .... દિનેશ ખન્ના ... ઉર્ફ પ્રતીક્ષા (ભારત: હિન્દી ટાઇટલ: વૈકલ્પિક ભાષાંતર)
- સંગ્રામ (1993) .... મધુના પિતા
- તહકિકાત (1993) .... ભાનુ પ્રતાપ
- દ્રોહી (1992) .... જે.પી. શેઠી (રાઘવના બોસ)
- અંતમ (1992) .... જે.પી. શેઠી ... ઉર્ફ અંત (ભારત: હિન્દી ટાઇટલ: ડબિંગ સંસ્કરણ)
- બલવાન (1992) .... ભાઈ
- ખુલે-આમ (1992) .... ઇન્સ્પેક્ટર ઉદય સિંઘ/ઇન્સ્પેક્ટર રણવિર સિંઘ રાઠોડ
- ખુદા ગવાહ (1992) .... ખુદા બક્ષ ... ઉર્ફ ગોડ ઇઝ માય વિટનેસ
- લક્ષ્મણરેખા (1991) .... બિરજુ ... ઉર્ફ લક્ષ્મણ રેખા (ભારત: હિન્દી ટાઇટલ: વૈકલ્પિક લિવ્યંતર)
- વિષ્ણુ-દેવા (1991) .... ઠાકુર શમશેર સિંઘ/સમ્પત
- હમ (1991) .... બખ્તાવર ... ઉર્ફ વી
- સનમ બેવફા (1991) .... શેર ખાન
- ફર્સ્ટ લવ લેટર (1991) .... ઠાકુર અજિત સિંઘ
- યોદ્ધા (1991) .... દાગા/જસ્ટીસ ધર્મેશ અગ્નિહોત્રિ
- અગ્નીપથ (1990) .... કાંચા ચીના ... ઉર્ફ ધી પાથ ઓફ ફાયર
- પ્યાર કે નામ કુરબાન (1990) .... રાજકુમાર યશવંત સિંઘ
- બાગી (1990)
- ચિનગારિયાં (1990)
- જગિરા (1990)
- શાનદાર (1990) .... દાગા
- શેષ નાગ (1990)
- શેહજાદે (1989) (અનક્રેડિટેડ) .... ઠાકુર રોશન સિંઘ
- જંગ બાઝ (1989) (ડેની તરીકે) .... મહાકાલ
- કસમ સુહાગ કી (1989)
- ગલિયોં કા બાદશાહ(1989) .... ઇન્સ્પેક્ટર વિજય
- ખોજ (1989)
- સાયા (1989)
- ઉસ્તાદ (1989) .. ઉર્ફ કોનમેન (આંતરરાષ્ટ્રીય: અંગ્રેજી ટાઇટલ)
- કમાન્ડો (1988) .... નીન્જા
- શૂરવીર (1988) .... શંકર
- એક હી મક્સદ (1988) .... ઇન્સ્પેક્ટર. દિપક
- મર્દો વાલી બાત(1988) .... રાજા સુંદર સિંઘ ... ઉર્ફ એ મેન્સ જોબ
- ગુનાહો કા ફૈસલા (1988) .... ડાકુ
- જનમ જનમ (1988)
- જીતે હૈ શાન સે (1988)
- મેરા શિકાર (1988)
- પાપ કી દુનિયા (1988) .... પાશા
- યતીમ (1988) .... ગીરીવર પ્રસાદ માથુર
- ઇતિહાસ (1987)
- આગ હી આગ (1987) .... દૌલત સિંઘ/ચૌધરી
- દીવાના તેરે નામ કા (1987) .... શંભુ
- ચંબલ કા બાદશાહ(1986) .... સુલતાન
- ભગવાન દાદા (1986) (ડેની તરીકે) .... શંભુ દાદા
- અધિકાર (1986) .... વિશાલના વકીલ (વિશેષ દેખાવ)
- અલ્લા રખા (1986)
- મહા શક્તિમાન (1985) ... ઉર્ફ મહારૂદ્ર (ભારત: બંગાળી ટાઇટલ)
- યુદ્ધ (1985) .... ગામા માટિંગ/મિસ્ટર ચિનોય
- જવાબ (1985) .... શેઠ. જગમોહન
- આંધી તૂફાન (1985)
- ઐતબાર (1985) .... ઇન્સ્પેક્ટર બરૂઆ ... ઉર્ફ ટ્રસ્ટ
- ઊંચે લોગ (1985) .... ઠાકુર માન સિંઘ
- ... ઉર્ફ પ્રતિષ્ઠિત લોકો
- પથ્થર દિલ (1985) .... જંગ બહાદુર
- અંદર બાહર (1984) .... શેરા
- ફરિશ્તા (1984)
- બોક્સર (1984/I) (ડેની તરીકે) .... ધર્મા
- જાગિર (1984) .... જેની ... ઉર્ફ તીન મૂર્તિ (ભારત: બંગાળી ટાઇટલ) ... ઉર્ફ મિલકત ... ઉર્ફ ધી થ્રી આઇડોલ્સ
- કાનૂન ક્યા કરેગા (1984) ... ઉર્ફ કાયદો શું કરી શકશે?
- મંઝિલ મંઝિલ (1984) .... ગૌતમ (પહાડી બાબા)
- મેરા દોસ્ત મેરા દુશ્મન (1984)
- પ્યાર ઝુકતા નહીં (1984)
- મુઝે ઇન્સાફ ચાહિયે (1983)
- લવર્સ (1983/I)
- ગંગા મેરી મા (1983)
- અંધા કાનૂન (1983) .... અકબર
- રાજ મહલ (1982)
- કચ્ચે હિરે (1982) .... અર્જુન ... ઉર્ફ કાચા હિરા
- લવ સ્ટોરી (1981) .... રામ ડોગરા
- ચુનૌતિ (1980)
- કાલિ ઘટા (1980)
- અબ્દુલ્લા (1980)
- બંદિશ (1980/I) .... કપિલ કુમાર ... ઉર્ફ પ્રતિબંધ
- બુલંદી (1980)
- ધી બર્નિંગ ટ્રેન (1980)
- ચોરો કી બારાત (1980)
- ફીર વોહી રાત (1980) .... અશોક
- ગૃહ પ્રવેશ (1979) (ડેની તરીકે) ... ઉર્ફ ઘરમાં પ્રવેશ
- આજ કી ધારા (1979) (ડેની તરીકે) ... ઉર્ફ આજ કી રાધા
- લહુ કે દો રંગ (1979) ... ઉર્ફ લોહીના બે અલગ રંગો
- દેવતા (1978) .... ઇન્સ્પેક્ટર લોરેન્સ ... ઉર્ફ દેવતા (ભારત: હિન્દી ટાઇટલ: વૈકલ્પિક લિવ્યંતર)
- નયા દૌર (1978) ... ઉર્ફ નવો જમાનો
- આશિક હું બહારો કા (1977) .... વિક્રમ (જમનાદાસનો પુત્ર)
- અભી તો જી લે (1977) .... ડેની ... ઉર્ફ અભી તો (ભારત: હિન્દી ટાઇટલ: વૈકલ્પિક ટાઇટલ)
- ચાંદી સોના (1977)
- ખેલ ખિલાડી કા (1977)
- મીટ જાયેંગે મીટાને વાલે (1977)
- પાપી (1977) (ડેની ડેન્ઝોંગ્પા તરીકે) .... અબ્દુલ
- ફકિરા (1976) .... મુન્ના/અજય/તૂફાન
- કાલિચરન (1976)
- લૈલા મજનૂ (1976) .... પ્રિન્સ બક્ષ
- સંગ્રામ (1976) .... સલિમ/અલ્તાફ
- ધર્માત્મા (1975) (ડેની તરીકે) ... ઉર્ફ પવિત્ર આત્મા (આંતરરાષ્ટ્રીય: અંગ્રેજી ટાઇટલ)
- આખરી દાવ (1975) .... રોબર્ટ
- અપને રંગ હઝાર (1975)
- કાલા સોના (1975)
- પોંગા પંડિત (1975) .... રોકી
- રફ્તાર (1975)
- રાની ઔર લાલપરી (1975)
- ઝોરો (1975/II)
- ચોર મચાયે શોર (1974)
- 36 ઘન્ટે (1974) .... દિલાવર ખાન
- ખોટ સિક્કે (1974) .... ડેની ... ઉર્ફ ખોટા સિક્કા
- ઢૂંડ (1973) .... ઠાકુર રણજીતસિંઘ (લંગડો પતિ) ... ઉર્ફ ફોગ ... ઉર્ફ ટ્રાન્સ
- ખૂન ખૂન(1973) .. ડર્ટી હેરી(અંગ્રેજી)ની રિમેક
- મિલાપ (1972)
- રાખી ઔર હથકડી (1972) .... રાજા
- યે ગુલિસ્તાં હમારા (1972) ... ઉર્ફ આ બગીચો આપણો છે
- મેરે અપને (1971) .... સંજુ
- ઝરૂરત (1971)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Danny Denzongpa's co acquires Assam's Rhino Breweries". Financial Express. 4 Aug 2009.
- ↑ Somaaya, Bhawana (September 26, 2003). "1984 DANNY DENZONGPA". Screen magazine.