લખાણ પર જાઓ

જુહુ

વિકિપીડિયામાંથી
જુહુ
જુહુ is located in મુંબઈ
જુહુ
જુહુ
અક્ષાંશ-રેખાંશ: 19°06′N 72°50′E / 19.10°N 72.83°E / 19.10; 72.83
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ ઉપનગર
મેટ્રોમુંબઈ

જુહુ એ મુંબઈનો પરાં વિસ્તાર છે. તે મુખ્યત્વે જુહુ દરિયાકિનારા માટે જાણીતો છે. જુહુની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વર્સોવા, પૂર્વમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે અને દક્ષિણે ખાર વિસ્તાર આવેલાં છે. જુહુ એ શહેરના સૌથી વૈભવી વિસ્તારોમાંનો એક તેમજ બોલીવુડ સિતારાઓનું રહેઠાણ છે. નજીકના મુંબઈ ઉપનગરીય રેલ્વે સ્ટેશનમાં સાંતાક્રુઝ, અંધેરી અને વિલે પાર્લે (પશ્ચિમ અને હાર્બર લાઇન પર)નો સમાવેશ થાય છે.

૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જે. આર. ડી. ટાટાએ તેમની પહેલી હવાઇ ઉડાન પુશ મોથ વિમાનમાં કરાચીથી અમદાવાદ થઇને જુહુ એરપોર્ટ પર ભરી હતી.[][]

જાણીતાં સ્થળો

[ફેરફાર કરો]
ઇસ્કોન, જુહુ

જુહુ દરિયા કિનારો ૬ કિમી લાંબો છે, જે વર્સોવા સુધી લંબાય છે અને જુહુનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થળે મુંબઈની લોકપ્રિય સેવપુરી, ભેળપુરી તેમજ પાઉંભાજીની દુકાનો/લારીઓ આવેલી છે. ગણેશ ચતુર્થી વિસર્જન દરમિયાન આ સ્થળનો બહોળો ઉપયોગ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Tata Airmail Service". Flight Global. ૧૪ સપ્ટેમ્બર ૧૯૩૩. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૧. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. Pran Nath Seth, Pran Nath Seth, Sushma Seth Bhat (૨૦૦૫). An introduction to travel and tourism. Sterling Publishers Pvt. Ltd. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૧. {{cite book}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: multiple names: authors list (link)