મહાકાળી ગુફાઓ
મહાકાળી ગુફાઓ | |
---|---|
ગુફા ક્રમાંક ૨ | |
સ્થાન | અંધેરી (પૂર્વ), મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 19°07′50″N 72°52′27″E / 19.130436°N 72.874133°E |
સમુદ્ર સપાટીથી ઊંચાઈ | 70 m (230 ft) |
ભૂસ્તરશાસ્ત્ર | બેસાલ્ટ |
પ્રવેશદ્વાર | ૨૦ |
કઠિનતા | સરળ |
મહાકાળી ગુફાઓ (મરાઠી: महाकाली गुंफा) (કોડિવિટે ગુફાઓ તરીકે પણ જાણીતી) એ ખડકમાંથી બનાવેલી ઈસ પૂર્વે ૧લી થી ઈસ ૬થી સદીની ૧૯ ગુફાઓ છે.[૧]
આ બૌદ્ધ મઠ મુંબઈનાં પરાં અંધેરીના પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ સ્થાપત્ય ખડકમાંથી કોતરેલી ગુફાઓનો બે સમૂહ ધરાવે છે - ૪ ગુફાઓ ઉત્તર-પશ્ચિમ અને ૧૫ ગુફાઓ દક્ષિણ-પૂર્વમાં આવેલી છે.[૨] મોટા ભાગની ગુફાઓ વિહાર અને સાધુઓ માટેનાં ઓરડાઓ ધરાવે છે, પણ દક્ષિણ-પૂર્વની ગુફા ક્રમાંક ૯ ચૈત્ય છે. ઉત્તર-પશ્ચિમની ગુફાઓ મોટાભાગે ૪થી-પમી સદી દરમિયાન બનાવવામાં આવી છે જ્યારે દક્ષિણ-પૂર્વની ગુફાઓ વધુ જૂની છે. અહીં ખડકોને કોતરીને પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ પણ બનાવેલ છે.
આ ગુફાઓ કાળા બેસાલ્ટ ખડકોને કોતરીને બનાવવામાં આવી છે. સૌથી મોટી ગુફા (ક્રમાંક ૯) બુદ્ધના સાત રૂપો અને બૌદ્ધ કથાઓના પાત્રો ધરાવે છે, પણ આ બધાં ખરાબ સ્થિતિમાં છે.[૩]
આ ગુફાઓ જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ અને સીપ્ઝ (SEEPZ)ના જોડાણ પર રહેલી છે. આ સ્થળથી અંધેરી-કુર્લા રોડને મહાકાળી ગુફા રોડ નામ આપવામાં આવ્યું છે.[૪] અંધેરી સ્ટેશનથી અહીં આવવા માટે BESTની સીધી બસ મળી રહે છે. આ ગુફાઓ તેની આજુ-બાજુ થઈ રહેલ દબાણને કારણે ભયજનક સ્થિતિમાં છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jaisinghani, Bella (૧૩ જુલાઇ ૨૦૦૯). "Ancient caves battle neglect". Times of India. મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૦૯.
- ↑ "Mahakali Caves or Kondivita Caves - rock-cut Buddhist temples". Wondermondo. ૨૦ મે ૨૦૧૦. મેળવેલ ૨૦ મે ૨૦૧૦.
- ↑ Bavadam, Lyla (18–31 જુલાઇ 2009). "In a shambles". Frontline (U.S. TV series). મૂળ માંથી 2013-01-25 પર સંગ્રહિત. મેળવેલ 28 ઓક્ટોબર 2009.CS1 maint: date format (link)
- ↑ Gaur, Abhilash (૨૫ જાન્યુઆરી ૨૦૦૪). "Pay dirt: Treasure amidst Mumbai's trash". The Tribune. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮.