અંધેરી
અંધેરી
अंधेरी | |
---|---|
ઉપનગર | |
અક્ષાંશ-રેખાંશ: 19°07′08″N 72°50′49″E / 19.119°N 72.847°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગરીય જિલ્લો |
શહેર | મુંબઈ |
વસ્તી | ૧૫,૦૦,૦૦૦ |
સમય વિસ્તાર | IST GMT+530 |
પીનકોડ | અંધેરી મુખ્યાલય - ૪૦૦ ૦૫૩
અંધેરી R.S - ૪૦૦ ૦૫૮ વરસોવા અંધેરી (પ.) - ૪૦૦ ૦૬૧ અંધેરી (પૂ.) - ૪૦૦ ૦૬૯ અંધેરી (પૂ.) MIDC - ૪૦૦ ૦૯૩ અંધેરી (પૂ.) જે.બી.નગર - ૪૦૦ ૦૫૯ |
વાહન નોંધણી | MH 02 |
અંધેરી મુંબઈનો પરાં વિસ્તાર છે, જે સાલસેટ્ટે ટાપુ પર પશ્ચિમ બાજુએ આવેલો છે. અંધેરીની વસ્તી અંદાજે ૧૫,૦૦,૦૦૦ વ્યક્તિઓની છે અને તે મુંબઈનો સૌથી મોટો પરાં વિસ્તાર છે.
અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. વીસમી સદીની મધ્યમાં, અંધેરીમાં ઘણાં ફિલ્મી સ્ટુડિઓ આવેલા હતાં, જે હવે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં જતા રહ્યાં છે.
અંધેરી રેલ્વે સ્ટેશનએ ભારતનું સૌથી વધુ વ્યસ્ત સ્ટેશનમાંનું એક ગણાય છે[૩] અને તે મુંબઇ ઉપનગરીય રેલ્વે અને વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો યોજનાનો ભાગ છે.[૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]અંધેરીનું નામ મહાકાળી ગુફાઓની નજીક આવેલ ઉદ્યાનગરી પરથી પડેલું છે.
પૂર્વ ભારતીયોની બીજી વસાહત વર્સોવા ટાપુ પર, જે વસાવેના નામથી જાણીતું છે, ત્યાં સ્થાયી થયેલ.
૧૯૦૦ દરમિયાન મુંબઈનું શહેરીકરણ ઉત્તરની તરફ ઝડપી બન્યું અને મરાઠી, ગુજરાતી અને અન્ય સમુદાયે અહીં સ્થાયી થવાની શરૂઆત કરી.
૧૯૪૦માં બ્રિટિશરોએ સાશ્ટી ટાપુ પર અંધેરી અને વર્સોવા ટાપુ વચ્ચે વર્સોવા કોઝવે (વર્સોવા રોડ) બાંધ્યો. આ રસ્તાની બંને બાજુનો વિસ્તાર ઝડપી વિકાસ પામ્યો. જે હાલમાં લોખંડવાલા કોમ્પલેક્સ, યમુના નગર, મિલ્લત નગર, ધાકે કોલોની, ડી.એન. નગર, ચાર બંગલો, સાત બંગલો વગેરે નામે ઓળખાય છે.
૧૯૨૮માં, ટ્રોમ્બે-અંધેરી વચ્ચે ગ્રેટ ઇન્ડિય પેન્નિસુલર રેલ્વેની શરૂઆત થઇ. અંધેરી, ચકાલા અને સહાર તેમાનાં કેટલાંક સ્ટેશન હતા. સાંતાક્રુઝ એરપોર્ટ બનાવવા માટે ૧૯૩૪માં આ રેલ્વે બંધ કરવામાં આવી.[૫]
૧૯૩૫થી લઈને ૧૯૮૦ સુધી અંધેરી પૂર્વમાં ઘણાં ફિલ્મી સ્ટુડિઓ આવેલા હતા. જેમાં પ્રકાશ સ્ટુડિઆ, નટરાજ સ્ટુડિઓ, મોર્ડન સ્ટુડિઓ, એમ એન ટી સ્ટુડિઓ અને મોહન સ્ટુડિઓનો સમાવેશ થાય છે.
૧૯૪૫ પહેલાં, અંધેરીનું સંચાલન ઉપનરીય જિલ્લાના ક્લેક્ટર દ્વારા કરવામાં આવતું હતું; એ વર્ષમાં, જૂનાં ઉપનગરીય જિલ્લાને મુંબઈ જિલ્લામાં સમાવવામાં આવ્યો. ૨૦૦૦ની સાલમાં અંધેરીને ફરીથી મુંબઈ ઉપનગરીય જિલ્લામાં ખસેડવામાં આવ્યું.
સામાન્ય માહિતી
[ફેરફાર કરો]અંધેરી હાલમાં મુંબઈનો સૌથી વધુ વસ્તી ધરાવતો પરાં વિસ્તાર છે.[૬]
પશ્ચિમ અંધેરી મોટાભાગે રહેણાંક વિસ્તાર છે, જ્યારે પૂર્વ અંધેરી ધંધાદારી અને રહેણાંક વિસ્તાર બંને છે. પૂર્વમાં MIDC–SEEPZ (સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક ઍન્ડ એક્સપોર્ટ પ્રમોશન ઝોન), સાકી નાકા (ઔદ્યોગિક વિસ્તાર),વગેરેનો સમાવેશ થાય છે.
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ અંધેરી પૂર્વમાં આવેલું છે. તેને ૧૯૭૦-૮૦ દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને તાજેતરમાં ફરીથી બાંધવામાં આવેલ છે. ચકાલા વિસ્તારમાં ઘણાં કોલ સેન્ટર્સ આવેલા છે. અંધેરી પૂર્વમાં આવેલાં ઘણાં રહેણાંક વિસ્તારો ચાલીઓ અને ઝૂંપડપટ્ટી સ્વરૂપમાં મોટાભાગે એરપોર્ટની આજુબાજુ આવેલાં છે.
ધ બોમ્બે પારસી પંચાયત (સ્થાપના ૧૬૮૧) દ્વારા અંધેરી વિસ્તારમાં સર શારપૂરજી ભરુચા બાચ અને કામા પાર્કમાં પારસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલ છે.
અર્થતંત્ર
[ફેરફાર કરો]અંધેરી પૂર્વ અને પશ્ચિમ મુંબઈના મુખ્ય વિસ્તારો ગણાય છે, જેમાં ઘણા ચલચિત્ર સ્ટુડિયો અને ટેલિવિઝન સમાચાર ચેનલના મુખ્ય કાર્યાલયો આવેલા છે.[૭]
વાહનવ્યવહાર
[ફેરફાર કરો]સ્ટેશનની સમાંતર આવેલો માર્ગ માધવદાસ અમરસે રોડ અથવા એમ.એ. રોડ છે. એસ. વી. રોડ એ મુખ્ય માર્ગ છે. નવો લિંક માર્ગ અંધેરી પશ્ચિમને બોરિવલી અને આગળ વિકાસ પામેલાં વિસ્તારોને જોડે છે.
અંધેરીમાં મુંબઈ ઉપનગરીય રેલ્વેનું પશ્ચિમ અને હાર્બર લાઇનના સ્ટેશન આવેલાં છે, જે ચર્ચગેટ, દહાણુ, પનવેલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સાથે જોડાય છે.
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ સહાર ગામની નજીક અંધેરી પૂર્વમાં આવેલું છે.
મુંબઈ મેટ્રો
[ફેરફાર કરો]મુંબઈ મેટ્રોની લાઇન ૧ અંધેરી ઉપનગરને[૮] [૯] પશ્ચિમમાં વર્સોવાથી પૂર્વમાં ઘાટકોપર સુધી 11.4 kilometres (7.1 mi)નું અંતર આવરે છે.[૧૦] તે સંપૂર્ણપણે ઊંચાઇ પર આવેલો મેટ્રો માર્ગ છે અને તેમાં ૧૨ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ૧૨માંથી ૯ સ્ટેશન અંધેરીમાં છે. આ માર્ગ પર ૯ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેબલ પુલ અને પશ્ચિમ રેલ્વે લાઇન પર આવેલો સ્ટીલ પુલ ૨૦૧૨ના અંતમાં પૂર્ણ થયો હતો.[૧૧] ૮ જૂન ૨૦૧૪ના રોજ આ સેવા જાહેર જનતા માટે ખૂલ્લી મુકાઇ હતી.[૧૨] તાજેતરના આંકડા દર્શાવે છે કે લગભગ ૮.૫ કરોડ મુસાફરોએ પ્રથમ ૧૧ મહિનાઓમાં મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.[૧૩]
પીળી લાઇન ૨[૧૪] [૧૫] ૨૦૨૦ અને ૨૦૨૨માં શરુ થયા પછી અનુક્રમે ડીએન નગર મેટ્રો સ્ટેશન પર વાદળી લાઇન ૧ અને અંધેરીમાં WEH મેટ્રો સ્ટેશન પર લાલ લાઇન ૭ને છેદશે.
ગુલાબી લાઈન ૬[૧૬] જોગેશ્વરી થઈને લોખંડવાલાથી કાંજુરમાર્ગ સુધી ૧૪.૫ કિમી લાંબો રહેશે અને ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "MCGM - "K/West"Ward at a Glance"". Municipal Corporation of Greater Mumbai. મૂળ માંથી 2015-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-01.
- ↑ "MCGM - "K/East"Ward at a Glance"". Municipal Corporation of Greater Mumbai. મૂળ માંથી 2015-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-01.
- ↑ http://www.dnaindia.com/mumbai/report-authorities-finding-it-difficult-to-decongest-andheri-station-area-1878038
- ↑ Indian Economy - K.
- ↑ "Railway Gauges in India". IRFCA.org. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૨.
- ↑ Mumbai metro line to push up Andheri realty prices - Economic Times.
- ↑ Nair, Ashwini (5 July 2012). "Will Andheri East still remain a media hub?". The Economic Times. મેળવેલ 31 July 2023.
- ↑ Mumbai Metro સંગ્રહિત ૧૨ ડિસેમ્બર ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. Mumbaimetroone.com. Retrieved on 6 December 2013.
- ↑ A Mumbai Metro train every three minutes - Mumbai - DNA. Dnaindia.com. Retrieved on 6 December 2013.
- ↑ "Know Your Metro - Features". Reliance Mumbai Metro. મૂળ માંથી 2017-03-15 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૪.
- ↑ "Metro ride in June '13? Work on crucial bridge completed". 26 December 2012. મૂળ માંથી 28 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 6 January 2013.
- ↑ "Maharashtra CM Prithivraj Chavan flags off Mumbai Metro". The Times of India. 8 June 2014. મેળવેલ 8 June 2014.
- ↑ "Over 8 crore commuters travelled in Metro since June 2014 - The Economic Times". The Economic Times. 31 May 2015. મેળવેલ 12 June 2015.
- ↑ "Mumbai Metropolitan Region Development Authority - Metro Line - 2". mmrda.maharashtra.gov.in. મૂળ માંથી 5 ઑક્ટોબર 2017 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2020. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Metro Line - 2B". mmrda.maharashtra.gov.in. મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2020.
- ↑ "DETAILED PROJECT REPORT". mmrda.maharashtra.gov.in. મૂળ માંથી 30 સપ્ટેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2020.
નોંધ
[ફેરફાર કરો]- Shrivastava, Prabhat, and S. L. Dhingra. "Operational Integration Of Suburban Railway And Public Buses—Case Study Of Mumbai." Journal Of Transportation Engineering 132.6 (2006): 518-522. Academic Search Premier. Web. 29 May 2012.