ગોરાઇ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગોરાઇ
ઉપનગર
ગોરાઇ નજીક માછીમારી કરતી હોડીઓ
ગોરાઇ નજીક માછીમારી કરતી હોડીઓ
ગોરાઇ is located in મુંબઈ
ગોરાઇ
ગોરાઇ
Coordinates: Coordinates: 19°15′00″N 72°46′55″E / 19.250057°N 72.782021°E / 19.250057; 72.782021
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઇ ઉપનગર
મેટ્રોમુંબઇ
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
વાહન નોંધણીMH-02

ગોરાઇ એ મુંબઈ ના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા સાલસેત્તે ટાપુના ધારાવી બેટ પર આવેલું એક ગામ છે. ગોરાઇ જવા માટે મનોરી ખાડીથી હોડીમાં અથવા ભાયંદર થઇને જઇ શકાય છે. ગોરાઇની આજુ બાજુ મનોરી, ઉત્તન, પાલી, ચોક, ડોંગરી, તારોડી, રાય, મોર્વા અને મુર્ધે ગામ આવેલાં છે.[૧] ૧૯૮૦ ના દાયકા સુધી, ગોરાઇ તેના સ્વચ્છ દરિયાકિનારા અને પામ વૃક્ષોને કારણે જાણીતું હતું. તેમ છતાં, મુંબઈની આજુ-બાજુ વધતાં પ્રદૂષણ અને અરબી સમુદ્રમાં વધેલાં પ્રદૂષુણને કારણે દરિયાકિનારો તરવા માટે યોગ્ય રહ્યો નથી. જોકે, આ દરિયાકિનારો મુંબઈના અન્ય દરિયાકિનારાઓ કરતાં સ્વચ્છ ગણી શકાય છે. વધતાં શહેરીકરણને કારણે ગોરાઇનું ગ્રામ્યજીવન તેની ઓળખ ગુમાવી રહ્યું છે.[૨]

ગ્લોબલ વિપાસના પેગોડા

ગોરાઇમાં એસ્સેલવર્લ્ડ આવેલું છે. તેની બાજુમાં ૧૩ એકરમાં ફેલાયેલું ગ્લોબલ વિપાસના પેગોડા, જે વિશ્વનો સૌથી ઉંચો સ્થંભ વગરનો ગુંબજ છે, જે યંગૂન, મ્યાનમારમાં આવેલ શ્વેડેગોન પેગોડાની પ્રતિકૃતિ સમાન છે.[૩]

ધારાવી ટાપુ[ફેરફાર કરો]

સાલસેત્તે ટાપુનો ૧૮૯૩નો નકશો જે ધારાવી ટાપુનો ઉપરના ડાબા ખૂણે દર્શાવે છે

સાલસેત્તે ટાપુની ઉત્તર પૂર્વની ભૂશિર એ ધારાવી બેટ (ટાપુ) તરીકે ઓળખાય છે. આ ટાપુ મનોરી ખાડી વડે જુદાં પડેલા સાલસેત્તે ટાપુઓનો ભાગ હતો. ૧૮૮૨માં, આ ટાપુઓ વચ્ચે સરળતાથી આવન-જાવન થઇ શકતું હતું. જોકે ધારાવી ટાપુ હોડી વડે જ પહોંચી શકાતો હતો.[૪]

હાલમાં ધારાવી ટાપુના ૧૦ ગામોની વસ્તી ૧,૫૦,૦૦૦ છે જેમાં ૬૦ ટકા લોકો માછીમારીનો વ્યવસાય કરે છે જેઓ ૪૦૦ જેટલી નાની-મોટી હોડીઓ ધરાવે છે. ૨૫ ટકા જેટલાં લોકો ખેતીવાડી પર પોતાનું ગુજરાન ચલાવે છે. રાય, મોર્વા અને મુરધા ગામોના લોકો મીઠું પકવે છે, જેનાં પર હજારો લોકોનું ગુજરાન ચાલે છે.[૫]

પોર્ટુગીઝ ઇતિહાસ[ફેરફાર કરો]

ગોરાઇમાં મોટી સંખ્યામાં પૂર્વ ભારતીયો નિવાસ કરે છે. આ પૂર્વ ભારતીયો રોમન કેથોલિક છે જેઓ પોર્ટુગીઝો દ્વારા ૧૬મી સદીમાં વટલાવવામાં આવ્યા હતા. ગોરાઇમાં ત્રણ ચર્ચ આવેલાં છે. સૌથી જૂનું, રેઇસ માગોસ અથવા ત્રણ માગી, વૈરાલા તળાવના કાંઠે ગોરાઈની ઉત્તરી સરહદે આવેલું છે. જેને ૧૫૯૫-૧૬૦૨ની સાલ વચ્ચે ફ્રાન્સિસ્કન મિશનરી દ્વારા બાંધવામાં આવેલું હતું.[૬] નવું પેરિશ ચર્ચ, જે પણ ત્રણ માગીના નામે ઓળખાય છે, ૧૮૧૦માં બાંધવામાં આવ્યું હતું,[૭] અને તે મૂળ ચર્ચના દક્ષિણે આવેલું છે. ત્રીજું ઇન્ફન્ટ જીસસ ચેપલ જૂનાં ચર્ચનાં ખંડિયેર નજીક બાંધવામાં આવ્યું છે.

ગોરાઇની મુખ્ય સમસ્યાઓ[ફેરફાર કરો]

જૈવિક સંપત્તિનો નાશ[ફેરફાર કરો]

મુંબઈના અતિઝડપી શહેરીકરણને કારણે ધારાવી બેટમાં બાંધકામ શરુ થયું હતું. આને કારણે ખૂલ્લી જગ્યાઓ અને લીલોતરીનો નાશ થયો અને પ્રદૂષણમાં વધારો થયો છે. વધુમાં વરસાદ પણ અનિયમિત બન્યો છે. વૈશ્વિક તાપમાન વધારાને કારણે દર દાયકે મુંબઈનું તાપમાન ૦.૩ સે. વધ્યું છે અને દરિયાની સપાટીમાં ૧.૨ મીમીનો વધારો થયો છે. મનોરી અને ગોરાઇ બંનેમાં, માછલીઓ આવક ૧૯૯૪-૯૫ થી ૧૯૯૮-૧૯૯૯ દરમિયાન ૧૮,૪૦૦ ટનથી ઘટીને ૨૦૦૪-૨૦૦૫ થી ૨૦૦૮-૨૦૦૯ દરમિયાન ૧૩,૩૫૪ ટન સુધીની થઇ ગઇ હતી.[૮]

કચરાનો નિકાલ[ફેરફાર કરો]

ઉત્તન, પાલખાડી, તલાવલી, આનંદનગર, ડોંગરી, તરોડી, પાલી, ચોક અને મોર્વા ગામનાં રહેવાસીઓ ધાવગી ટેકરી ઉપર નખાતા કચરાના નિકાલનો વિરોધ કરી રહ્યા છે. આ કચરો મીરા ભાયંદર મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે અને તે માટે જગ્યા ૩૦ વર્ષો માટે ભાડા પર લેવામાં આવી છે.[૯][૧૦]

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)[ફેરફાર કરો]

ગોરાઇના રહેવાસીઓ પાન ઇન્ડિયા પર્યટન લિ. (એસ્સેલ સમૂહ) દ્વારા પ્રસ્તાવિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વિરોધ કરી રહ્યા છે. આ માટે ૧૬૦.૭૮ હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવામાં આવેલ છે.[૫]

નવી ગોરાઇ[ફેરફાર કરો]

નવી ગોરાઇ એ બોરિવલી (પશ્ચિમ)થી નજીક આવેલ છે અને રહેણાંક વિસ્તારનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ઘણી નવી શાળાઓ, કોલેજ, હોસ્પિટલ, બગીચાઓ અહીં બનાવવામાં આવ્યા છે. ગોરાઇ ખાડી નજીક નવું માછલી બજાર બનાવવામાં આવ્યું છે.

શિક્ષણ[ફેરફાર કરો]

શાળાઓ[ફેરફાર કરો]

 • સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ (S.V.I.S)[૧૧]
 • સેન્ટ. રોક્સ હાઇ સ્કૂલ
 • ડો. પિલ્લાઇ ગ્લોબલ અકાદમી[૧૨]
 • સુવિધા પ્રસારક સંઘની સુવિદ્યાલય
 • પ્રગતિ વિદ્યાલય
 • નાલંદા અકાદમી

કોલેજ[ફેરફાર કરો]

 • ગોખલે કોલેજ
 • નાલંદા અકાદમી
 • શૈલી કોલેજ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Gorai SEZ- Salient features of Dharavi Island". Gordon D'Souza, Christian Spotlight. Retrieved ૨૫ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 2. "East Indian settlements threatened". The Times of India. ૩૦ ઓક્ટોબર ૨૦૦૧. Retrieved ૨૭ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. "Global Vipassana Pagoda inaugurated in Mumbai". DNA (newspaper). ૮ ફેબ્રુઆરી ૨૦૦૯. Retrieved ૯ જૂન ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. "Geography - Salsette group of Islands". Maharashtra State Gazetteer, Greater Bombay district. ૧૯૮૭. Retrieved ૨૫ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (મદદ)
 5. ૫.૦ ૫.૧ "The Anti- SEZ Movement in India" (PDF). Dr. Sampat Kale. Retrieved ૨૫ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 6. [Meersman, 1971, p. 204]
 7. [Hull, Vol.
 8. "Major issues facing Dharavi Bhet" (PDF). Centre for Education and Documentation. Retrieved ૨૬ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 9. "Villagers protest Uttan dumping ground". The Times of India. ૯ ઓક્ટોબર ૨૦૦૮. Retrieved ૨૭ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. "Residents of suburban Mumbai protest against dumping ground". Rediff.com. ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૯. Retrieved ૨૭ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. Swami Vivekanand International School
 12. [૧]