લખાણ પર જાઓ

મંડપેશ્વરની ગુફાઓ

વિકિપીડિયામાંથી

મંડપેશ્વરની ગુફાઓ (મરાઠી: मंडपेश्वर गुंफा) ૮ મી સદીની ખડકોમાંથી બનાવેલી શૈવ ગુફાઓ છે.[] આ ગુફાઓ મુંબઈના બોરીવલીના માઉન્ટ પોયસર વિસ્તારમાં આવેલી છે.

ગુફાઓના ખંડેરો

આ ગુફાઓ મુંબઈના બોરીવલીના માઉન્ટ પોયસર વિસ્તારમાં આવેલી છે. વાસ્તવમાં આ ગુફાઓ દહીંસર નદીના કિનારે આવેલી હતી પણ સમય જતા નદીનો પ્રવાહ બદલાઇ ગયો.[] આ વિસ્તારનું નામ આ મંદિર પરથી પડ્યુ હતું. એવું માનવામાં આવે છે કે માઉન્ટ પોયસરનું નામ કે જ્યાં હમણાં સેંટ ફ્રાન્સિસ ડી'આસિસ હાઈસ્કુલ આવેલી છે, એ મંડપેશ્વરનું અપભ્રંશ છે. મંડપેશ્વરની ગુફાઓ નાની અને કાન્હેરીની ગુફાઓ કરતા ઓછી જાણીતી છે.[] જૂના પોર્ટુગિઝ ચર્ચના અવશેષો ગુફાની ઉપર આવેલા છે. ગુફાના દક્ષિણ છેડા પર એક ચર્ચ આવેલું છે. ગુફાની સામેની બાજુ એક ખુલ્લુ મેદાન આવેલું છે જે રમતના મેદાન અને વાહનો મુકવા માટે વપરાય છે. આ ગુફાની સામે સ્વામી વિવેકાનંદ માર્ગ આવેલો છે.[][]

ઇતિહાસ

[ફેરફાર કરો]
ખંડેરોમાંનો રસ્તો

એવુ માનવામાં આવે છે કે આ ગુફાઓ અંદાજે ૧૫૦૦ થી ૧૬૦૦ વર્ષ જુની છે.[] જોગેશ્વરીની ગુફાઓ લગભગ આ જ સમયમાં બની હતી (ઇસ ૫૨૦-૫૫૦ દરમિયાન).[]

મોટા ભાગના ભારતના પથ્થરોમાંથી બનાવેલા મંદિરો અને પથ્થરોમાં બનાવેલી કલાકૃતિઓ બૌદ્ધ સાધુઓ દ્વારા બનાવેલા છે. બૌદ્ધ સાધુઓ ધર્મ સુચનોનો પ્રચાર કરતા હતા અને વ્યાપાર માર્ગ એ પ્રચાર માટે ઉત્તમ સ્થળ હતું. મહારાષ્ટ્ર અને તેની પૂર્વમાં આવેલી ઘણી ટેકરીઓ આ હેતુ માટે બરાબર હતી.

ગુફાનું નામનો મંડપેશ્વર એટલે મંડપ પર ઇશ્વર એવો અર્થ થાય છે.

આ ગુફાઓની કલાકૃતિઓ જોગેશ્વરીની ગુફાઓના સમયે જ સર્જાઇ હતી. આ ગુફાઓમાં મોટા મંડપ અને ગર્ભગૃહ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Gaur, Abhilash (૨૫ જાન્યુઆરી ૨૦૦૪). "Pay dirt: Treasure amidst Mumbai's trash". /www.tribuneindia.com. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૦૯.
  2. Bavadam, Lyla (૩૧ જુલાઇ ૨૦૦૯). "In a shambles". Frontline (magazine). મૂળ માંથી 2013-01-25 પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૧.
  3. ૩.૦ ૩.૧ "Suburban Caves Proposal". Collective Research Initiatives trust, Mumbai. ૧ સપ્ટેમ્બર ૨૦૦૪. મૂળ માંથી 2009-05-08 પર સંગ્રહિત. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૦૯.

વધુ વાચન

[ફેરફાર કરો]
  • Vakil, Kanaiyalal H. (1932) Rock-cut temples around Bombay at Elephanta and Jogeshwari, Mandapeshwar and Kanheri, Bombay: D. B. Taraporevala Sons.