મુંબઈ ઉપનગરી જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મુંબઈ ઉપનગરી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. બાંદ્રા(પૂર્વ) આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાનો વિસ્તાર ૩૬૯ ચો.કિમી. છે. વિસ્તારની દ્રષ્ટિએ આ જિલ્લો મહારાષ્ટ્રમાં છેલ્લેથી બીજો અને વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં પાંચમો આવે છે. તેની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૯૩,૩૨,૪૮૧ છે. જે આ જિલ્લાનો ભારતમાં વસ્તી પ્રમાણે ૬૭૨માંથી પાંચમો ક્રમ આપે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ જિલ્લામાં ઘણાં સુંદર સ્થળો જેવાં કે માઉન્ટ મેરી ચર્ચ, જોગેશ્વરી ગુફાઓ, મહાકાળી ગુફાઓ, એસ્સેલ વર્લ્ડ, વોટર કિંગડમ, સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, કાન્હેરી ગુફાઓ, ફિલ્મ સીટી, તુલસી તળાવ, વિહાર તળાવ, પવઇ તળાવ આવેલા છે. મીઠી નદી આ જિલ્લાની મુખ્ય નદી છે.

તાલુકાઓ[ફેરફાર કરો]

મુંબઈ ઉપનગરી જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

  • કુર્લા
  • અંધેરી
  • બોરિવલી

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]