સિંધુદુર્ગ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સિંધુદુર્ગ જિલ્લો
મહારાષ્ટ્રનો જિલ્લો
મહારાષ્ટ્ર સિંધુદુર્ગ જિલ્લાનું સ્થાન
મહારાષ્ટ્ર સિંધુદુર્ગ જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
પ્રાંતકોંકણ વિભાગ
મુખ્ય મથકઓરસ
તાલુકાઓ૧૧
સરકાર
 • લોક સભાની બેઠકો૧. રત્નાગિરી-સિંધુદુર્ગ[૧]
 • વિધાન સભાની બેઠકો
વસ્તી (૨૦૧૧)
 • કુલ૮૪૯૬૫૧
 • શહેરી૧૨.૫૯%
વસ્તી
 • સાક્ષરતા૮૫.૫૬%
 • જાતિ પ્રમાણ૧૦૩૬
મુખ્ય ધોરી માર્ગોNH-૬૬
સરેરાશ વાર્ષિક વરસાદ૩૨૮૭ મીમી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

સિંધુદુર્ગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ઓરસ આ જિલ્લાનું મુખ્ય મથક છે. તેની રચના રત્નાગિરી જિલ્લામાંથી ૧ મે ૧૯૮૧ના રોજ થઇ હતી. જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૨૦૭ ચોરસ કિમી છે અને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જિલ્લાની વસ્તી ૮,૪૯,૬૫૧ છે જેમાંથી ૧૨.૫૯% વસ્તી શહેરી વિસ્તારની છે.[૨]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લો મહારાષ્ટ્રના ૩૯ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લો છે.[૩]

નામ[ફેરફાર કરો]

જિલ્લાનું નામ સિંધુદુર્ગ કિલ્લા પરથી પડ્યું છે, જેનો અર્થ "દરિયામાંનો કિલ્લો" છે, જે માલવણના કિનારે આવેલો છે. સિંધુદુર્ગ કિલ્લો ૧૬મી સદીમાં શિવાજી દ્વારા બાંધવામાં આવ્યો છે અને શિવાજીનું મંદિર અને હથેળીની છાપ ધરાવતો એકમાત્ર કિલ્લો છે. સિંધુદુર્ગ જિલ્લામાં ૩૭ કિલ્લાઓ આવેલા છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. આ જિલ્લામાં ત્રણેય પ્રકાર - જલદુર્ગ, ભુઇકોટ અને ગિરી - કિલ્લાઓ આવેલા છે.

સ્થાન અને હવામાન[ફેરફાર કરો]

સિંધુદુર્ગની ઉત્તરે રત્નાગિરી જિલ્લો, દક્ષિણે ગોઆ રાજ્ય, પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં પશ્ચિમ ઘાટ, કોલ્હાપૂર જિલ્લો આવેલા છે. સિંધુદુર્ગ કોંકણ પ્રદેશનો ભાગ છે, જે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંકડો કિનારાનો સપાટ પ્રદેશ છે. કોંકણ વિસ્તાર પશ્ચિમ ઘાટ અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે.

સિંધુદુર્ગ જિલ્લો વર્ષના મોટાભાગે ગરમ અને ભેજવાળું હવામાન ધરાવે છે. અહીં ૩ ઋતુઓ સ્પષ્ટ છે: ચોમાસું (જૂન - ઓક્ટોબર), શિયાળો (નવેમ્બર - મધ્ય ફેબ્રુઆરી) અને ઉનાળો (મધ્ય ફેબ્રુઆરી - મે). મહત્તમ તાપમાન ૩૨°સે થાય છે અને ચોમાસામાં અતિભારે વરસાદ પડે છે. આ વિસ્તારનો સરેરાશ વરસાદ ૩૨૪૦.૧૦મીમી છે.

તાલુકાઓ[ફેરફાર કરો]

૧. દોડમાર્ગ,

૨. સાવંતવાડી,

૩. વેંગુર્લા,

૪. કુડાલ,

૫. માલવણ,

૬. કંકાવલી,

૭. દેવગડ,

૮. વૈભવવાડી.

જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. કંકાવલી, સાવંતવાડી અને કુડાલ. આ ત્રણેય બેઠકો રત્નાગિરી-સિંધુદુર્ગ લોક સભા વિસ્તાર હેઠળ આવે છે.[૪]

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

સિંધુદુર્ગ જિલ્લો રાજ્યના મુખ્ય મથક મુંબઈ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૭ વડે જોડાયેલો છે, જે હવે NH-૬૬ તરીકે ઓળખાય છે.[૫] આ માર્ગ જિલ્લાને પડોશી રાજ્યો ગોઆ અને કર્ણાટક સાથે પણ જોડે છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સિંધુદુર્ગ જિલ્લાની વસ્તી ૮,૪૯,૬૫૧ હતી,[૩] જે કતાર દેશની વસ્તી[૬] અથવા યુ.એસ.એ.ના રાજ્ય સાઉથ ડાકોટા જેટલી છે.[૭] ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૪૭૪મો ક્રમ છે.[૩] જિલ્લાની વસ્તી ગીચતા ૧૬૩ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.[૩] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર -૨.૨૧% રહ્યો હતો.[૩]

સિંધુદુર્ગમાં જાતિ પ્રમાણે ૧૦૩૭ છે, જે મહારાષ્ટ્રમાં બીજો ક્રમ ધરાવે છે,[૩] અને સાક્ષરતા દર ૮૫.૫૬% છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://164.100.9.199/ecimaps/ecipdf/state_pc_Map/Maharashtra.pdf Election Commission website
  2. "Sindhudurg District Population Census 2011, Maharashtra literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved ૬ એપ્રિલ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  4. "Election Commission, Maharashtra – No. of Voters 1.8.2006". maharashtra.gov.in. Retrieved ૬ એપ્રિલ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  5. "NH in state renumbered". www.thehindu.com. Retrieved ૯ ઓક્ટોબર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૧. Qatar 2,374,860 may 2015 est. Check date values in: |accessdate= (મદદ)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. South Dakota 814,180 Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]