લખાણ પર જાઓ

કાન્હેરી ગુફાઓ

વિકિપીડિયામાંથી
કાન્હેરી ગુફાઓ

कान्हेरी लेणी
શહેરની નજીકનો વિસ્તાર
ગુફામાંનો વિહાર
ગુફામાંનો વિહાર
કાન્હેરી ગુફાઓ is located in મુંબઈ
કાન્હેરી ગુફાઓ
કાન્હેરી ગુફાઓ
અક્ષાંશ-રેખાંશ: 19°12′30″N 72°54′23″E / 19.20833°N 72.90639°E / 19.20833; 72.90639
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
સ્થળસંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન
શહેરમુંબઈ
ગુફાના પ્રવેશદ્વાર૧૦૯
ભુસ્તરીય રચનાલાવાના ખડક (બેસાલ્ટ)

કાન્હેરી ગુફાઓ (સંસ્કૃત: कान्हेरीगुहाः Kānherī-guhāḥ) બોરિવલી, મુંબઈની ઉત્તરે આવેલ ખડકોમાંથી કોતરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ ગુફાઓ સંજય ગાંધી નેશનલ પાર્કની અંદર મુખ્ય દરવાજાથી ૬ કિમીના અંતરે અને બોરિવલી સ્ટેશનથી ૭ કિમીના અંતરે આવેલી છે. કાન્હેરી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે. કાન્હેરી શબ્દ સંસ્કૃત કૃષ્ણાગિરિમાંથી આવ્યો છે, જેનો અર્થ કાળો પર્વત થાય છે.[] આ ગુફાઓ મોટા બેસાલ્ટ ખડકને કોતરીને બનાવવામાં આવી છે.[]

કાન્હેરીમાં બ્રામ્હી ભાષામાં પથ્થર પરનું લખાણ
નકશો (૧૮૮૧)

આ ગુફાઓ ઇ.સ. પૂર્વે પહેલી સદીથી ઈ.સ. દસમી સદી સુધીની છે. બેસાલ્ટમાંથી કુલ ૧૦૯ ગુફાઓ કોતરી કાઢવામાં આવી છે. એલિફન્ટાની ગુફાઓની જેમ આ ગુફાઓનું સ્થાપત્ય નાજુક નથી, તે મોટાભાગે અકલાત્મક છે. દરેક ગુફાઓમાંમાં પથ્થરની પથારીઓ છે. સભાખંડમાં વિશાળ થાંભલાઓ સાથેનો સ્તુપ આવેલો છે. વધુ ઉંચાઇએ ટેકરીઓ પર નહેરો કોતરેલી છે, જે વરસાદી પાણી સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિ દર્શાવે છે.[] જ્યારે ગુફાઓ કાયમી મઠોમાં ફેરવાઇ ત્યારે બુદ્ધ અને બોધિસત્વની વિગતો અહીં કોતરવામાં આવી હતી. ત્રીજી સદી સુધીમાં કાન્હેરી એ કોંકણ તટ વિસ્તારમાં મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બની ગયું હતું.[] મોટાભાગની ગુફાઓ બુદ્ધ વિહાર તરીકે વપરાતી હતી, જે રહેવા, અભ્યાસ કરવા અને ધ્યાન કરવા માટે હતી. મોટી ગુફાઓ ચૈત્ય અથવા પ્રાર્થના સભાગૃહ તરીકે વપરાતી હતી અને તેમાં બુદ્ધ શિલ્પો, થાંભલાઓ વગેરે આવેલા છે, આમાં અવાલોકિતેશ્વર મુખ્ય પાત્ર છે. મોટી સંખ્યામાં રહેલ વિહારો બુદ્ધ સાધુઓનું મોટી સંખ્યામાં સ્થાપન દર્શાવે છે. આ સ્થાપન ઘણાં વેપાર કેન્દ્રો સાથે જોડાયેલું હતું, જેમાં સોપારા, કલ્યાણ જેવાં બંદરો, નાસિક, પૈઠાન અને ઉજ્જૈનનો સમાવેશ થાય છે. મૌર્ય વંશ અને કુશાન સામ્રાજ્ય ના શાસન સમયે કાન્હેરી વિશ્વવિદ્યાલયનું કેન્દ્ર હતું.[] ૧૦મી સદીના અંત ભાગમાં, બૌદ્ધ શિક્ષક અતિશાએ (૯૮૦-૧૦૫૪) રાહુલગુપ્ત હેઠળ બૌદ્ધ ધ્યાનનો અભ્યાસ કરવા માટે કૃષ્ણાગિરિ વિહાર ની મુલાકાત લીધી હતી.[]

કાન્હેરીનું લખાણ

[ફેરફાર કરો]

કાન્હેરીમાં ૫૧ માન્ય લખાણો અને ૨૬ પુરાલેખો મળ્યા છે, જે બ્રાહ્મી લિપિ, દેવનાગરીમાં છે અને ૩ પહલવી[] પુરાલેખો ગુફા ૯૦માં મળ્યા છે.[][] આમાં એક મુખ્ય લખાણ સાતવાહન શાસક વશિષ્ટપુત્ર સાતકર્ણી અને રુદ્રદમન પહેલાની પુત્રીના લગ્નનો ઉલ્લેખ કરે છે.[]

ગુફાઓના ચિત્રો

[ફેરફાર કરો]
ગુફા ક્રમાંક ૩૪ની છત પરનું અધૂરું ચિત્ર.

ગુફા ક્રમાંક ૩૪માં છત પર બુદ્ધનું અપૂર્ણ ચિત્ર આવેલું છે.

આ ગુફાઓ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની (બોરિવલી નેશનલ પાર્ક) અંદર આવેલી છે. ગુફાઓ સુધી પહોંચવા માટે બસ સુવિધા દર કલાકે પ્રાપ્ત છે. મુલાકાતીઓ પાસેથી મુખ્ય દરવાજા પર અને ગુફાના પ્રવેશદ્વાર પર નક્કી કરેલ રકમ પ્રવેશશુલ્ક તરીકે લેવામાં આવે છે.

આજુ-બાજુનો વિસ્તાર

[ફેરફાર કરો]

કાન્હેરી ગુફાઓનો દેખાવ ખાસ કરીને ચોમાસાંની ઋતુમાં અત્યંત સુંદર છે. ગુફાનો ટેકરી વાળો વિસ્તાર આ સમયે અનેક નાનાં ધોધ પેદા કરે છે. ઉદ્યાનનાં મુખ્ય પ્રવેશદ્રારથી ગુફા સુધીનો માર્ગ મુલાકાતી માટે આર્કષણરૂપ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "કાન્હેરી ગુફાઓ". મૂળ માંથી 2001-05-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ જાન્યુઆરી ૨૦૦૭. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "ancient" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. "મુંબઈની પ્રાચીન કાન્હેરી ગુફાઓ". મૂળ માંથી 2008-02-05 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૦૭.
  3. "Mumbai attractions". મૂળ માંથી 2007-11-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ જાન્યુઆરી ૨૦૦૭.
  4. "Kanheri Caves Mumbai". મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૦૭.
  5. "Kanheri Caves". મૂળ માંથી 2009-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૦૭.
  6. Ray, Niharranjan (1993).
  7. West, E.W. (1880). "The Pahlavi Inscriptions at Kaṇheri". The Indian Antiquary. 9: 265–268.
  8. Ray, H.
  9. "A Note on Inscriptions in Bombay". Maharashtra State Gazetteers-Greater Bombay District. Government of Maharashtra. ૧૯૮૬. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • નાગરાજુ, એસ. (૧૯૮૧). બુદ્ધિસ્ટ આર્કિટેકચર ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા, દિલ્હી: અગમ કલા પ્રકાશન.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]