દહીંસર નદી

વિકિપીડિયામાંથી
દહીંસર નદી
સ્થાનિક નામदहिसर नदी  (મરાઠી)
સ્થાન
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતસંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન
 ⁃ સ્થાનમુંબઈ ઉપનગરી જિલ્લો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૧૨ કિમી
વિસ્તાર૩૪.૮૮ ચો. કિમી.

દહીંસર નદી એ સાલસેત્તે ટાપુ પર આવેલી નદી છે, જે મુંબઈના દહીંસર પરાંમાં વહે છે. તે તુલસી તળાવમાંથી નીકળે છે. આ નદી ઉત્તર-પશ્ચિમ ૧૨ કિમી લંબાઈમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, શ્રી કૃષ્ના નગર, દોલતનગર, લેપ્રસી કોલોની, કેદાર પાડા, સંજય નગર અને દહીંસર ગાંવઠનમાં થઇને અરસી સમુદ્રને મનોરી ખાડીમાં થઇને મળે છે.[૧] તેનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૩,૪૮૮ હેક્ટર છે.[૨]

એક સમયમાં આ નદીના કિનારે હિન્દી ચલચિત્રો માટે લોકપ્રિય હતી.[૩] ૧૯૬૦ સુધી આ નદીમાં મગર પણ જોવા મળતા હતા.[૪] હાલમાં આ નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા અત્યંત પ્રદૂષિત બની ગઇ છે. પ્રદૂષિત પાણી પણ આ નદીમાં છોડવામાં આવે છે. છેલ્લાં કેટલાંક સમયથી આ નદી અત્યંત સાંકડી, કચરા અને પ્લાસ્ટિક થેલીઓથી ભરેલી બની ગઇ છે. ૨૦૦પમાં આવેલા પૂર પછી મુંબઈ મહાનગરપાલિકાએ આ નદીને પહોળી અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરેલું.[૫]

દબાણ[ફેરફાર કરો]

અનિયંત્રિત શહેરીકરણને કારણે નદીની આજુ-બાજુના પર્યાવરણને ભારે નુકશાન પહોંચ્યું છે અને તેને કારણે નદીનો કિનારો લેપ્રસી કોલોની, દહીંસર અને બોરિવલી વચ્ચે અને તબેલાંઓ વચ્ચે સાંકડો બન્યો છે. નદીનો માર્ગ સતત થતાં દબાણ, બાંધકામ અને તેમાં નખાતા કચરાને કારણે બદલાયા કરે છે.

નદીના સૂકા વિસ્તારો પર થયેલા દબાણોને કારણે પૂરનો ભય વધી ગયો છે. દહીંસર પુલ, આરસની દુકાનો, ઝૂંપડપટ્ટીઓ, રણછોડ માર્ગ વગેરે આ નદી પર થયેલ દબાણોના ઉદાહરણ છે.[૧]

૨૦૦૫નું પૂર[ફેરફાર કરો]

૨૬ જુલાઇ, ૨૦૦૫ ના રોજ ૨૪ કલાકમાં થયેલા ૯૯૪ મીમી (૩૯.૧ ઈંચ) વરસાદને કારણે આ નદીમાં ભારે પૂર આવ્યું હતું[૬] અને બીજા દિવસ સુધી ચાલુ રહ્યું હતું. પૂર દરમિયાન રાવલ પાડા, ઘારટાન પાડા અને શ્રી કૃષ્ના નગરના ૧૦,૦૦૦ ઘરોમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. આ દરમિયાન પાણીનું સ્તર ૨.૫ મીટર પહોંચ્યું હતું. દોલત નગર, લેપ્રસી કોલોની, મ્હાત્રે વાડી અને કન્દાર પાડા વિસ્તારમાં પાણી ૩ મીટર પહોંચી ગયા હતા. જે દર્શાવતા હતા કે નદીના પાણીને નિયંત્રિત કરવા માટે દરવાજાની જરૂર છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Final Report" (PDF). Fact Finding Committee on Mumbai floods. March 2006. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૨.
  2. Catchment number 203 as described in the BRIMSTOWAD report Table A7.1, page ES-14
  3. "Dahisar resident starts movement to clean up river". Times of India. ૧૨ માર્ચ ૨૦૦૪. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૦૩ જુલાઇ ૨૦૦૬. Check date values in: |access-date= (મદદ)
  4. "Crocodile Conservation in Maharashtra". ENVIS Wildlife Institute of India. મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૨.
  5. "Maharashtra to constitute disaster management body". Hindu Business Line. મેળવેલ ૦૩ જુલાઇ ૨૦૦૬. Check date values in: |access-date= (મદદ)
  6. "I'm okay, you're okay". Hindu Business Line. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૨.