ડેલહાઉઝી
ડેલહાઉઝી | |||||||
— નગર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 32°32′N 75°59′E / 32.53°N 75.98°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | હિમાચલ પ્રદેશ | ||||||
જિલ્લો | ચંબા | ||||||
વસ્તી | ૭,૦૫૧ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૨] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 1,954 metres (6,411 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | footnotes = |
ડેલહાઉઝી (હિંદી: डलहौज़ी) એ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલું એક નગર પાલિકા ધરાવતું શહેર અને જાણીતું ગિરિમથક છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૭૦૫૧ હતી.[૧]
ભૂગોળ
[ફેરફાર કરો]ડેલહાઉઝી ૩૨.૫૩° N ૭૫.૯૮° E પર આવેલું છે.[૨]આ શહેરની સરાસરી ઊંચાઈ ૨,૦૮૦ મી છે.
આબોહવા
[ફેરફાર કરો]ડેલહાઉઝીમાં આખા વર્ષ દરમ્યાન શિયાળા સમાન ઠંડુ વાતાવરણ રહે છે. જૂન થી સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ પડે છે. મે થી જુલાઈ દરમ્યાન સવારે અને બપોરે ગરમાવો રહે છે પણ સાંજ ફરી અને રાત ખૂબ ઠંડી રહે છે. જો શિયાળા દરમ્યાન વરસાદ પડે તો વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જાય છે. શિયાળામાં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન અહીં બરફ પડે છે. આ એક ગિરિ મથક છે અને ઠંડા વાતાવરણને કારણે પ્રસિદ્ધ છે.
નામ વ્યૂતત્પતિ
[ફેરફાર કરો]ડેલહાઉઝીનું નામ લોર્ડ ડેલહાઉઝી પરથી પડ્યું હતું જેઓ ભારતમાં બ્રિટિશ વાઈસરોય હતાં. તેમણે આ સ્થળ ઉનાળુ રજા ગાળવા વિકસાવ્યું હતું.
રસપ્રદ સ્થળો
[ફેરફાર કરો]ડેલહાઉઝીમાં ફરવાના ઘણાં સ્થળો છે. પ્રવાસીઓનીં પ્રિય સ્થળ અલ્લા નજીકનું ક્ષેત્ર છે. આ બટેટાનું ખેતર છે અને અહીંથી સુંદર દ્રશ્ય દેખાય છે. અન્ય સ્થળ કારેલાનુ છે. અહીંનું સ્થળ તેના પાણી માટે પ્રસિદ્ધ છે કે જેણે સુભાષ ચંદ્ર બોઝને સાજા કર્યાં હતાં. તેઓ ક્ષય થી પીડાતા હતાં. તેઓ એહીંના ઝરણાનું પાણી નિયમિત રીતે લેતા અને તેમનો રોગ સાજો થયો હતો.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ સ્થળની સ્થાપના ૧૮૫૪માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા તેમના સૈનિકો અને રાજવીઓના ઉનાળુ રજા ગાળવાના સ્થળ તરીકે કરાવામાં આવ્યું હતું
આ શહેર પાંચ ટેકરીઓ ઉપર અને તેની આસપાસ વસેલું છે. હિમાલયની ધૌલધાર પર્વતમાળાની પશ્ચિમ ધાર પર આ સ્થળ આવેલું છે. આ શહેર સુંદર હિમાચ્છાદિત ટેકરીઓના દ્રશ્યથી શોભે છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૬,૦૦૦થી ૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીંની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઉનાળા દરમ્યાન મેથી સપ્ટેમ્બર દરમ્યાન છે.આહીંના બંગલા, ચર્ચો અને અન્ય ઈમારતોમાં સ્કોટીશ અને વિક્ટોરયન વાસ્તુની ઝલક દેખાય છે. છાલના હિમાચલ પ્રદેશમાં આવેલ ચંબા જિલ્લા તરીકે ઓળકાતા પ્રાચીન ચંબા પર્વતી રાજ્યનું ડેલહાઉઝી પ્રવેશ દ્વાર હતું. આ રજવાડું પ્રાચીન હિંદુ સંસ્કૃતિ, કલા, મંદિરો અને હસ્તકળાનો છઠ્ઠી સદીથી સંચય કરતું એકમાત્ર રાજ્ય હતું. ચંબા આ બધાનું કેંદ્ર હતું. ભારમોર, એ આ રાજ્યની રાજધાની હતી. ગડ્ડી અને ગુજ્જર પ્રજાતિઓનું આ નિવાસ હતું અને અહીં ૭મી થી ૧૦મી શતાબ્દી વચ્ચે બંધાયેલ ૮૪ મંદિરો છે.
સમય રેખા
[ફેરફાર કરો]- ૧૮૪૯: બીજા અંગ્રેક શીખ યુદ્ધ પછી બ્રિટિશ રાજ દ્વારા આ રાજ્યને વિલિન કરાયું.
- ૧૮૫૦: આ સ્થળની પ્રાકૃતિક સઊંદર્યથી પ્રભાવીત થઈને પંજાબના મુક્ય ઈજનેર લેફ્ટેનેન્ટ કોલોનેલ નેપિયરે આનો વિકાસ કરવાની યોજના વિચારી.
- ૧૮૫૧: જગ્યાની પસંદગી કરાઈ. જે સ્થળે ધૌલાધાર પર્વતમાળાની પશ્ચિમ કિનારે છૂટી દૈનકુંડ ધાર ની આસપાસની જમીન પસંદ કરાઈ. ૪૯ સ્થનેય તોપચી દળના ડો ક્લેમેંજર ને આ સ્થાન વિકાસનો કાર્યભાર સોંપાયો.
- 1853: ચંબા સ્ટેટના રાજા પાસેથી બ્રિટિશ સરકારે ૧૩ ચો માઈલ કે જેમાં પાંચ ટેકરીઓનો સમાવેશ થયેલ હતો તે મેળવી. આ પાંચ ટેકરીઓ હતી કથાલગ્લી, પોત્રેઈન, તેરહ (મોટી ટિમ્બા) બાક્રોતાને ભાન્ગોરા. તેને બદલે ચંબા દ્વારા બ્રિટિશ રાજને ભરવા પડતા કરમાં ૨,૦૦૦ની છૂટ અપાઈ. તે સમયે ચંબા રાજ્ય દ્વારા રૂ૧ ૧૨૦૦૦ નો કર અપાતો.
- ૧૮૫૪: સર ડોનાલ્ડ મેકલીઓડ એ સુઝાવ આપ્યો કે આ સ્થળને તે સમયના વાઈસરોયનું નામ અપાય. અહીંના કથાગ ખાતે એક આરોગ્યધામ બંધાયું અને તેને પંજાબના કાંગડા સાથે જોડી દેવાયું.
- ૧૮૬૦: બાક્રોતા, તેરહ અને પોત્રેઈન ટેકરીઓની આસપાસ ત્રણ વૃક્ષાચ્છાદિત માર્ગ બંધાવવામાં આવ્યાં. આત્રણ માર્ગોને જોડતા રસ્તા આજે પણ શહેરના મુખ્ય રસ્તા તરીકે કામ આવે છે.
- ૧૮૬૩: સંટ જ્યોર્જ નામનું ચર્ચ જી. પી ઓ ક્ષેત્રમાં (હાલે ગાંધી ચૌક) બંધાયું. રેવેરેંડ જ્હોન એચ પ્રૅટ એ તેની માટે ખ્રિસ્તી સમાજ માંથી ભંડોળ એકત્રિત કર્યું.
- ૧૮૭૩: રવિન્દ્રનાથ ટાગોર એ અહીં થોડો સમય ગાળ્યો.
- ૧૮૮૪: રુડયાર્ડ કીપલિંગે ડેલહાઉઝીની મુલાકાત લીધી.
- ૧૮૯૪: ચેરિંગ ક્રોસ (હાલે સુભાષ ચૌક) આગળ સેંટ ફ્રાન્સીસ ચર્ચ બંધાવાયું
- ૧૯૦૩: ડેલહાઉઝી કેંટમાં સેંટ એન્ડ્ર્યુઝ ચર્ચ (અથવા ધ ચર્ચ ઓફ સ્કોટલેંડ).
- ૧૯૦૯: ડેલહાઉઝી કેંટમાં આવેલ મિલિટરી હોસ્પીટલ નજીક સેંટ પેટ્રીક ચર્ચ બંધાવવામાં આવ્યું.
- ૧૯૧૦: કોન્વેન્ટ ઓફ સેક્રેડ હાર્ટ, બાલિકાઓ માટે રહેણાંક શાળા, લાહોરના આર્ચડીઓસીસ હેઠળ શરૂ કરાઈ.
- ૧૯૧૫: સદર બજાર, તરીકે ઓળખાતી મુખ્ય બજાર આગમાં બળીને ખાક થઈ ગઈ. નવી સદર બજાર બંધાવાઈ. લાકડાને બદલે પથ્થરનું બાંધકામ થયું.
- ૧૯૨૦: સૌપ્રથમ વખત વિજળી આવી. ડિઝલથી ચાલતું એક મોટું વિદ્યુત જનિત્ર અહીં લવાયું હતું જે શહેરને વિજળી પુરી પાડતું.
- ૧૯૨૦-૧૯૪૭: આ સમય દરમ્યાન ડેલહાઉસઝી તેના પ્રવાસી સ્થળ તરીકે ચરમ સીમા પર હતું
- ૧૯૫૪: જવાહરલાલ નહેરુ, તે સમયના ભારતના વડા પ્રધાન એ સમયે ડેલહાઉઝીની સ્થાપનાના ૧૦૦ વર્ષ ઉજવણીના પ્રમુખ હતા. તેમણે અહીં પર્યટન વિકાસ પર ભાર આપ્યો અને લેટસ ગો ટુ હિમાલયાસ્ એવું સૂત્ર પર્યટન વિકાસ માટે આપ્યું.
- ૧૯૫૯: તિબેટ પર ચીને કબજો કર્યો. જવાહરલાલ નહેરુના સુઝાવ પર અમુક તિબેટી શરણાર્થીઓને ડેલહાઉઝીમાં વસાવવામાં આવ્યાં. હવે તો મોટા ભાગના તિબેટી શહેર છોડી ચુક્યા છે, પણ રસ્તાની આજુ બાજુ આવેલા શિલ્પો અને જી પી ઓ પાસે આવેલ તિબેટી માર્કેટમાં તેમની સંસ્કૃતિની છાપ દેખાઈ આવે છે.
- ૧૯૬૨: દલાઈ લામા એ ડેલહાઉઝીની મુલાકાત લીધી અને ફરી ૧૯૮૮માં પણ આવ્યાં.
- ૧૯૬૬: રાજ્યની પુનઃ રચના ના સમયે ડેલહાઉઝીને પંજાબ રાજ્યમાંથી કાઢી હિમાચલ પ્રદેશને અપાયું.
- ૧૯૯૦: ડેલહાઉઝી બોલીવુડનું ચિત્રીકરણ સ્થળ બન્યું. ૧૯૪૨: અ લવ સ્ટોરી, સહીત ઘણી ફિલ્મોનું ચિત્રીકરણ અહીં થયું છે.
અર્થવ્યવસ્થા અને ઉદ્યોગધંધા
[ફેરફાર કરો]ડેલહાઉઝી એક મહત્વનું પ્રવાસી મથક હોવાથી રાજ્યની અર્થ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં નો પ્રમુખ ઉદ્યોગ પ્રવાસ છે. અહીં લગભગ ૬૦૦ હોટેલો છે જે લગભગ ૫-૮ હજાર લોકોને રોજગાર પુરો પાડે છે. આ સ્થળ રાજ્યનું લગભગ ૩% જેટલું જી.ડી.પી. પુરું પાડે છે. [૩]
શિક્ષણ
[ફેરફાર કરો]આ એક ગિરિમથક હોવાથી અહીં ઘણી બોર્ડીંગ સ્કુલો આવેલી છે.મોટે ભાગે પંજાબ અને હરિયાણાના બાળકો અહીં ભણતા હોય છે. અમુક મહત્વની બોર્ડીંગ સ્કુલો છે:
- ડેલહાઉઝી પબ્લીક સ્કુલ
- સેક્રેડ હાર્ટ પબ્લીક સ્કુલ [૪]
- હીલ ટોપ પબ્લીક સ્કુલ [૫]
- ગુરુ નાનક પબ્લીક સ્કુલ [૬]
પ્રવાસ સ્થળો
[ફેરફાર કરો]- દૈનકુંડ ટેકરી
- ખજ્જીઆર
- બાક્રોટા ટેકરીઓ
- લોહાલી ગામ
એટ રોડ જંકશન
[ફેરફાર કરો]અહીં ગાંધી ચોક પર આઠ રસ્તા મળે છે[૭]. આ રસ્તા આ સ્થળે જાય છે:
- 1) સુભાષ ચૌક
- 2) પંચપુલા
- 3) અપર બાક્રોટા
- 4) દૈન કુંડ
- 5) બાનીખેત વાયા બસ સ્ટેન્ડ
- 6) ખજ્જીઆર
- 7) સદર બજાર
- 8) મોટી ટિમ્બા
મહત્ત્વપૂર્ણ સ્થળો
[ફેરફાર કરો]- ગાંધી ચોક
- દૈનકુંડ
- બાક્રોટા ટેકરીઓ
- ડેલહાઉઝી કેંટોન્મેન્ટ
- સદર બજાર
- તિબેટિયન માર્કેટ
- પંચપુલા [૮]
ચિત્રમાલા
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ભારતની વસ્તી ગણતરી-હિમાચલના નગર
- ↑ Falling Rain Genomics, Inc - Dalhousie
- ↑ "હિમાચલ ટુરીસમ - ડેલહાઉઝી". મૂળ માંથી 2010-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
- ↑ "સેક્રેડ હાર્ટ પબ્લીક સ્કુલ". મૂળ માંથી 2011-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
- ↑ "હીલ ટોપ પબ્લીક સ્કુલ". મૂળ માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
- ↑ "ગુરુ નાનક પબ્લીક સ્કુલ". મૂળ માંથી 2010-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
- ↑ [૧]
- ↑ "હિમાચલ ટુરીઝમ- ડેલહાઉઝી". મૂળ માંથી 2010-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ડેલહાઉઝી વિષે વધુ માહિતી સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન