લખાણ પર જાઓ

તત્વમસિ

વિકિપીડિયામાંથી

તત્વમસિ લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી અને ૧૯૯૮માં પ્રકાશિત થયેલી ગુજરાતી નવલકથા છે.[] આ નવલકથા માટે ૨૦૦૨માં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

શીર્ષક

[ફેરફાર કરો]

'તત્વમસિ' એ ચાર ઉપનિષદીય મહાવાક્યોમાંંનું એક છે. તેના વિશેનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં (૬.૮.૭) આવે છે અને શબ્દનો સંધિ-વિચ્છેદ કરતાં 'તત્', 'ત્વમ્' અને 'અસિ' શબ્દો છૂટા પડે છે.[] 'તત્'નો અર્થ 'તે', 'ત્વમ્'નો અર્થ 'તું', અને 'અસિ'નો અર્થ 'છે' થાય છે; 'તત્' શબ્દ 'સત્' એટલે કે અસ્તિત્વ પણ સૂચવે છે.[] આમ શીર્ષકનો અર્થ 'તે (સત્) તું છે' થાય છે.

નવલકથા

[ફેરફાર કરો]

નવલકથાનો નાયક નર્મદા નદીને કાંઠે રહે છે અને તે તેના જીવનની આસપાસ કેન્દ્રિત છે.

પુસ્તક માટે તેના લેખક ધ્રુવ ભટ્ટને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[] ૨૦૧૮માં આ પુસ્તક આધારિત ગુજરાતી ફિલ્મ રેવા રજૂ થઈ હતી; ફિલ્મને ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 'નૅશનલ ફિલ્મ અવૉર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતી'નો પુરસ્કાર મળ્યો હતો.[][]

આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ અંજલિ નરાવણેએ 'That Thou Art' નામથી કર્યો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃ: ૨૦૭–૨૦૮. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ગૂડઑલ, ડોમિનીક (૧૯૯૬), Hindu Scriptures, કેલિફોર્નિયા:University of California Press, ISBN 978-0520207783, પુ: 136-137
  3. "..:: SAHITYA : Akademi Awards ::." web.archive.org. 2016-03-04. મૂળમાંથી અહીં સંગ્રહિત 2016-03-04. મેળવેલ 2021-01-16.CS1 maint: bot: original URL status unknown (link)
  4. "It was a delight to adapt Tatvamasi into Reva: Rahul Bhole and Vinit Kanojia - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-16.
  5. DelhiAugust 9, India Today Web Desk New; August 9, 2019UPDATED:; Ist, 2019 19:51. "66th National Film Awards: Full winners list". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-16.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)