તાબો, હિમાચલ પ્રદેશ
તાબો | |
---|---|
નગર | |
તાબો ગોમ્પા, સ્પીતી | |
અક્ષાંશ-રેખાંશ: 32°05′37″N 78°22′58″E / 32.0937°N 78.3829°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | લાહૌલ અને સ્પીતી જિલ્લો |
સરકાર | |
• માળખું | નગર પાલિકા |
ઊંચાઇ | ૩,૨૮૦ m (૧૦૭૬૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
તાબો એક નાનું પર્વતીય નગર છે, જે ભારત દેશના લાહોલ અને સ્પિતિ જિલ્લામાં સ્પિતી નદીના કિનારે આવેલ છે. જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. આ નગર રેકોન્ગ પેઓ અને કાજા (વૈકલ્પિક જોડણી: કાઝા, સ્પિતિ જિલ્લાનું પેટા-વિભાગીય મથક)ને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ છે. આ નગર એક બૌદ્ધ મઠની આસપાસ આવેલ છે, જે દંતકથા અનુસાર, એક હજાર વર્ષ જૂનો કહેવામાં આવે છે. દલાઈ લામાએ નિવૃત્તિ પછીનો સમય તાબો ખાતે ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે, કારણ કે તેમની માન્યતા અનુસાર આ તાબો ખાતેનો બૌદ્ધ મઠ સૌથી પવિત્ર મઠ પૈકીનો એક છે. વર્ષ ૧૯૯૬માં, દલાઈ લામાએ હાથ ધરવામાં કાલચક્ર દીક્ષા સમારોહનું આયોજન તાબોના મઠ ખાતે હાથ ધર્યું હતું, જેની સાથે મઠની હજારમી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી હજારો બૌદ્ધ અનુયાયીઓએ હાજરી આપી હતી. તાબોના બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા ત્સેન્શપ સેર્કોંગ રિન્પોચે (Tsenshap Serkong Rinpoche) છે.
ભૂગોળ અને આબોહવા
[ફેરફાર કરો]આ ગામ દરિયાઈ સપાટીથી ૧૦,૭૬૦ ફીટ/ ૩,૨૮૦ મીટર ઉંચાઈ પર આવેલું છે. તાબોની આબોહવા ખૂબ જ અણધારી રહે છે કારણ કે અહીં વાદળછાયું થી માંડીને પૂર્ણ તડકાવાળું તેમ જ બરફીલું રહે છે અને ભારે બરફવર્ષા પણ થાય છે[૧]. અહીં ઉનાળો (મે થી ઓગસ્ટ) ટૂંકો હોય છે અને શિયાળો (મધ્ય સપ્ટેમ્બર થી એપ્રિલ) લાંબો સમય સુધી રહે છે. શિયાળામાં અહીંનું તાપમાન દિવસ દરમિયાન -૧૫ °સે (૫ °ફે) થી લઈને રાત્રિ દરમિયાન -૪૫ ° સે (-૪૯ °ફે) જેટલું રહે છે. ઉનાળા દરમિયાન તાપમાન -૫° સે (૨૩° ફે) દિવસના સમયમાં રહે છે.[સંદર્ભ આપો]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]તાબો બૌદ્ધ મઠ
[ફેરફાર કરો]તાબો ખાતેના મઠ પરિસરની અંદર આવેલ બૌદ્ધ મંદિરો ખાતે જટિલ ભીંત ચિત્રો અને માટીની મૂર્તિઓ ઉત્તમ કક્ષાનાં છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા-ASI) દ્વારા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, પણ કાળાંતરે ક્ષીણ થયેલાં ઘણાં ચિત્રો માટે સફળતા મળી ન હતી. જોકે, અહીં મઠની અંદર ફોટોગ્રાફી માટેની પરવાનગી નથી.
તાબોની ગુફાઓ
[ફેરફાર કરો]તાબોના બૌદ્ધ મઠ (ગોમ્પા)ની સામે એક કુદરતી ગુફા છે. આ ગુફાઓમાં હવે માત્ર એક જ ગુફા 'ફુ ગોમ્પા' સુરક્ષિત હાલતમાં છે અને ગામથી થોડા અંતરે હોવાને કારણે તેને ફુ કહેવામાં આવે છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ બાકીની ગુફાઓને બચાવવા માટે સખત પ્રયત્ન કરે છે. આ ગુફાઓની દિવાલો પરની મૂર્તિઓ હજુ પણ રહેલ છે. કેટલાક ચિત્રો હજુ પણ સલામત સ્થિતિમાં છે. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓના ચિત્રો છે. આ પ્રાણીઓમાં જંગલી બકરી અને ચિત્તા સમાવેશ થાય છે[૨].
નજીકનાં જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]કાજા
[ફેરફાર કરો]કાજા (૪૭ કિ.મી.) અહીં વહીવટી ઇમારતો અને કેટલાક બૌદ્ધ મઠો છે. રાજ્ય સરકાર અંતર્ગત જિલ્લા પેટા વિભાગીય અધિકારીની ઓફિસ સ્થિત છે. આ ઓફિસ ખાતેથી વિદેશીઓને લાહૌલ-સ્પિતીના અંદરના ભાગોમાં જવાની પરવાનગી મળે છે. અહીં રહેવા માટે કેટલીક હોટલ પણ છે. કાઝાથી હિકકીમ અને કોમિક ગામ જવા માટે એક માર્ગ છે.
કિબ્બર
[ફેરફાર કરો]કિબ્બર ગામ (૬૫ કિ.મી.) કાજાથી ઉત્તર-પૂર્વ દિશામાં એક સડક-માર્ગ કિબ્બર ગામ સુધી જાય છે. તે દરિયાની સપાટીથી ૧૩૭૯૬ ફુટની ઉંચાઈ પર સ્થિત છે. અહીં એક શાળા, પોસ્ટ ઑફિસ અને આરામ ગૃહ છે. જુલાઈ મહિનામાં દર વર્ષે ગામમાં 'લદારચા મેળો' ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે દૂર-દૂરથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવતા હોય છે.
કી બૌદ્ધ મઠ
[ફેરફાર કરો]કી બૌદ્ધ મઠ (૫૪ કિલોમીટર) કાઝાથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલ આ મઠની સ્થાપના તેરમી સદીમાં કરવામાં આવી હતી. આ સ્પિતી ખીણપ્રદેશમાં સૌથી મોટો મઠ છે. દરિયાઈ સપાટીથી ૧૩૫૦૪ ફૂટની ઉંચાઈ પર શંકુ આકારના ખડક પર આ મઠ બાંધવામાં આવ્યો છે. સ્થાનિક લોકો માને છે કે તે રીંગચેં સંગપો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મઠ મહાયાન બૌદ્ધવાદના જાલુપા સંપ્રદાય સાથે સંબંધિત છે. ઓગણીસમી સદીમાં શીખો અને ડોગરા રાજાઓએ આ મઠ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત તે ૧૯૭૫ના વર્ષમાં આવેલ ભૂકંપમાં પણ સલામત રહ્યો હતો. આ મઠમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રતો અને થંગસસનો સંગ્રહ છે. આ ઉપરાંત કેટલાક હથિયારો પણ અહીં રાખવામાં આવ્યા છે. જૂન-જુલાઇ મહિનામાં દર વર્ષે 'ચામ ઉત્સવ' ઉજવવામાં આવે છે.
ધનકર
[ફેરફાર કરો]ધનકર (૩૨ કિ.મી.) એક સમયમાં સ્પિતીની રાજધાની હતી. આજે તે એક નાનું ગામ છે. અહીં સોળમી સદીમાં ધનકર ગોમ્પાની સ્થાપના કરવામાં આવી હતી. આ ગોમ્પા સમુદ્ર સપાટીથી ૧૨૭૬૩ ફૂટની ઉંચાઈએ આવેલું છે. સ્પિતી ખીણપ્રદેશમાં ધનકર ગોમ્પાને પણ તાબો ગોમ્પા જેટલું જ મહત્વનું માનવામાં આવે છે. હાલમાં તે ૧૫૦ લામાઓનું નિવાસ સ્થાન છે. ધનકર બૌદ્ધ મઠ ખાતે ઘણા પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને બૌદ્ધ ધર્મના થાંગા શૈલીનાં ચિત્રોની જાળવણી કરવામાં આવી છે. અહીં ધ્યાનમગ્ન બુદ્ધની મૂર્તિ પણ છે. ધનકર શિચલિંગ ખાતેથી બે કલાકના અત્યંત ઢોળાવ પર આવેલ માર્ગ પર ચઢાણ કરી જઈ શકાય છે.
પિન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન
[ફેરફાર કરો]પિન ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન (૩૩ કિલોમીટર) 'બરફના ચિત્તા અને જંગલી બકરા'ની ભૂમિ કહેવાય છે. તે ધનકરની દક્ષિણ દિશામાં આવેલ છે. આ ઉદ્યાન ૬૭૫ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઉદ્યાનની નજીક આવેલ કુંગરી ગોમ્પા (Kungri Gompa) ૬૦૦ વર્ષ જૂનો છે. તે બૌદ્ધ મઠ બૌદ્ધ ધર્મના નિગમ સંપ્રદાય સાથે સંબંધિત છે. અહીં કાઝાથી બસ દ્વારા પહોંચી શકાય છે.
પ્રવાસન
[ફેરફાર કરો]અહી થોડી હોટલ છે, જેમાં બંજારા કેમ્પસ રીટ્રીટ સૌથી વૈભવી છે. અહીંનું તાપમાન રાત્રે ઘણું નીચે જતું રહે છે. અહીંની અન્ય હોટેલો અને છાત્રાલયો જેમ કે ડેકીત નોર્ફેલ ટાઇગર ડેન રેસ્ટોરન્ટ, તાશી ગંગસાર, મેન્થોક ડરમા તાબો ખાતે આવેલ છે, જેમાં બૌદ્ધ મઠના પોતાના અતિથિ ગૃહ (ગેસ્ટ હાઉસ)નો પણ સમાવેશ થાય છે.
પરિવહન
[ફેરફાર કરો]બીએસએનએલ નેટવર્ક સિવાયના અન્ય મોબાઇલ ફોન નેટવર્ક સ્પિતિ ખીણ પ્રદેશમાં તેમ જ તાબો વિસ્તારમાં સારી રીતે કામ કરતાં નથી.
તાબો સાથે હિમાચલ પ્રદેશના અન્ય મુખ્ય શહેરો જેવા કે કાજા અને કલ્પા પાકા પરિવહન માર્ગ દ્વારા જોડાયેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "भूगोलिक-परिस्थितियाँ". hplahaulspiti.nic.in (હિન્દીમાં). મેળવેલ ૧૯-૦૫-૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Meditation and Tabo Caves". blogs.timesofindia.indiatimes.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧-૦૫-૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ)
- Deepak Sanan & Dhanu Swadi. 2002. Exploring Kinnaur & Spiti in the Trans-Himalaya. 2nd edition. Indus Publishing Co., New Delhi. ISBN 81-7387-131-0, pp. 147–153