પિન ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા પિન વેલી નેશનલ પાર્કભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના સ્પિતિ વિસ્તારમાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે લાહૌલ અને સ્પિતી જિલ્લામાં સ્પિતી ખીણના ઠંડા રણ ખાતે આવેલ છે. આ સ્થળને ઈ. સ.૧૯૮૭ના વર્ષમાં ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.[૧]
આ વિસ્તાર લાહૌલ અને સ્પિતી જિલ્લામાં સ્પિતી ખીણમાં વહેતી પિન નદી અને તેની મુખ્ય ઉપનદી પરાહિઓના સ્ત્રાવમાં આવે છે. આ સ્થળની ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૩૫૦૦ મીટરથી લઇને ૬૦૦૦ મીટર સુધીની છે.[૨] નજીકનું શહેર કે કસ્બો લાહૌલ અને સ્પિતી જિલ્લાનું કાજા છે.
પિન વેલી નેશનલ પાર્ક, તેના બરફના ઊંચા વિસ્તારો અને ઢીલા ઢોળાવ કારણે હિમાલયના ઘણા લુપ્તપ્રાય જીવો, જેમ કે હિમાલયન આઇબેક્સ, સ્નો ચિત્તા, ભરલ, ઊનના ખરહા, તિબેટીયન વુલ્ફ અને બરફ કૂકડા સહિત અન્ય ઘણા પ્રાણીઓનો કુદરતી નિવાસસ્થાન છે. અહીં અનેક પ્રકારની વિશિષ્ઠ વનસ્પતિઓ જેમ કે રતનજ્યોત, સલમપંજા, સોમલતા વગેરે. જંગલી ગુલાબ પણ અહીં પુષ્કળ જોવા મળે છે.
↑"Lahaul and Spiti". મૂળ માંથી 2012-12-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૮/૧૨/૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
↑"Wildlife in Himachal". મૂળ માંથી 2013-03-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૮/૧૨/૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)