દર્શના જરદોશ

વિકિપીડિયામાંથી
દર્શના જરદોશ
Darshana Jardosh
ભારતીય સંસદના સુરત બેઠકના સભ્ય
સુરત લોકસભા મતવિસ્તાર
પદ પર
Assumed office
૧૬ મે ૨૦૦૯
પુરોગામીકાશીરામ રાણા
અનુગામીવર્તમાન
સામાન્ય મંત્રી, ભાજપ મહિલા મોરચો
પદ પર
Assumed office
૨૦૧૨
અંગત વિગતો
જન્મ (1961-01-21) 21 January 1961 (ઉંમર 62)
સુરત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીશ્રી વિક્ર્મ ચંદ્રકાન્ત જરદોશ
નિવાસસ્થાનસુરત
માતૃ શિક્ષણસંસ્થાકે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરત

દર્શના જરદોશ એક ભારતીય રાજકારણી અને વર્તમાન લોકસભામાં ગુજરાત રાજ્યના સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેણી ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ ધરાવે છે અને લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૯ના સમયમાં ચૂંટાયા હતા.[૧]

તેણી સંસદના સભ્ય તરીકે ચૂંટણી ૨૦૧૪ દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત પોતાના પ્રતિસ્પર્ધી કરતાં ૫,૩૩,૧૯૦ વધુ મત સહિત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં શ્રીમતી ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી ૨૦૧૪ દરમિયાન ૪થા ક્રમની સૌથી વધુ લીડ છે. તેમણે ૭૬.૬ % મત મેળતી જીત મેળવી હતી, જે ચૂંટણી ૨૦૧૪ માટેનો એક વિક્રમ છે.[૨]

વર્ષ ૨૦૦૯માં, તેમણે ભારત સરકાર પાસે હીરાના વેપારના ભારતના મુખ્યમથક સુરત ખાતે એક સુયોજિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકની માગણી કરી હતી.[૩] વર્ષ ૨૦૧૨માં તેમણે કોંગ્રેસ સાંસદ તુષાર ચૌધરી દ્વારા વાયા સુરતની વિમાનસેવાઓ પોતે શરુ કરાવ્યાની વાત કરવા બદલ ટીકા કરી હતી, જેના માટે તેમણે અને નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.[૪]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Jardosh, Patil lash out at Centre". સુરત. Daily News and Analysis. ૧૩ ઓગસ્ટ ૨૦૦૯. મેળવેલ 12 April 2014.
  2. "Congress, BJP candidates file nominations for Surat seat". સુરત. Times of India. ૮ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ 12 April 2014.
  3. "Strong demand by MPs to raise MPLAD fund". નવી દિલ્હી. The Hindustan Times. ૧૪ જુલાઈ ૨૦૦૯. મૂળ માંથી 13 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2014. Check date values in: |date= (મદદ)
  4. Thomas, Melvyn (૩૧ જાન્યુઆરી ૨૦૧૨). "SpiceJet spices up Surat politics". સુરત. Times of India. મેળવેલ 12 April 2014.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]