દશામા વ્રત
દશામા વ્રત એ વાર્ષિક ૧૦ દિવસીય હિન્દુ તહેવાર અથવા વ્રત છે, જે મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્ય અને દીવમાં ઉજવવામાં આવે છે.[૧] આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે. ઘણા લોકો ચૈત્ર મહિનામાં પણ આ વ્રત પાળે છે. વ્રત દેવી દશામા અથવા મોમાઈ મા ને સમર્પિત છે. આ વ્રત મુખ્યત્વે મહિલાઓ દ્વારા તેમના પરિવારની સમૃદ્ધિ અને સારા નસીબ માટે કરવામાં આવે છે. [૨]
વ્રત
[ફેરફાર કરો]હિંદુ મહિનાની અષાઢના અમાવસ્યા પર, ભક્તો તેમના ઘરમાં માટીથી બનેલી સાંઢણીની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે. ભક્તો હિન્દુ દેવ ગણેશની મૂર્તિ સાથે દેવી દશામાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરે છે. જે ભક્તો આ વ્રત ધારણ કરે છે, તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર ૧૦ ગાંઠો ના દોરા પહેરે છે અને દિવસમાં એકવાર જમે છે. દરરોજ, પૂજા, આરતી કરે છે, વ્રતકથાનું વાંચન છે અને પ્રસાદી ગ્રહણ છે. વ્રત ૧૦ દિવસ સુધી ઉજવાય છે. અંતિમ દિવસે, ભક્તો જાગરણ કરે છે. વ્રત પૂર્ણ થયે વહેલી પરોઢે મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ વ્રત ૫ વર્ષ સુધી લેવામાં આવે છે અને પાંચમા વર્ષે ચાંદીની સાંઢણી બનાવીને બ્રાહ્મણને દાન માં આપે છે.
તારીખ
[ફેરફાર કરો]વ્રતની તારીખો વિક્રમ સંવતના ગુજરાતી કેલેન્ડર પર આધારિત છે. તે સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ મહિના માં આવે છે.
વર્ષ | તારીખ |
---|---|
૨૦૧૮ | ૧૨ ઓગસ્ટ |
૨૦૧૯ | ૨ ઓગસ્ટ |
૨૦૨૦ | ૨૧ જુલાઈ |
૨૦૨૧ | ૯ ઓગસ્ટ |
૨૦૨૨ | ૨૮ જુલાઈ |
૨૦૨૩ | ૧૭ જુલાઈ-૧૭ ઓગસ્ટ |
૨૦૨૪ | ૪ ઓગસ્ટ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ DeshGujarat (2023-07-17). "Dashama Vrat 2023 : Story, Significance, Dates". DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-08.
- ↑ "For ritual, these girls sit on floor to study". The Times of India. 2009-07-28. ISSN 0971-8257. મેળવેલ 2023-09-09.