દુલા કાગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દુલા ભાયા કાગ
જન્મ ૨૫ નવેમ્બર ૧૯૦૨
મજાદર, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
મૃત્યુ ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭
મજાદર, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
ઉપનામ કાગ
રાષ્ટ્રીયતા ભારતીય
વિષય હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
સાહિત્યિક ચળવળ શિક્ષણ, ભૂદાન
મુખ્ય રચના(ઓ) કાગવાણી

દુલા ભાયા કાગ (નવેમ્બર ૨૫, ૧૯૦૨ - ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૭) ગુજરાતી કવિ, ગીતકાર, લેખક હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર)[૧] ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. તેમની ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી.(સંદર્ભ આપો)

જીવન[ફેરફાર કરો]

તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી.

સર્જન[ફેરફાર કરો]

જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.

  • કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
  • વિનોબાબાવની (૧૯૫૮)
  • તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
  • શક્તિચાલીસા (૧૯૬૦)
  • ગુરુમહિમા
  • ચન્દ્રબાવની
  • સોરઠબાવની

સન્માન[ફેરફાર કરો]

૧૯૬૨માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.[૨]

૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Centre approves renaming of Majadar village as Kagdham as tribute to great poet Dula Bhaya Kag". Deshgujarat.com. ઓગસ્ટ ૧૬, ૨૦૧૪. Retrieved ફેબ્રુઆરી ૨, ૨૦૧૬. 
  2. "Padma Shri Awardees - Padma Awards - My India, My Pride - Know India: National Portal of India". archive.india.gov.in (in હિન્દી). Retrieved ૯ ફેબ્રુઆરી ૨૦૧૭. 
  3. "Wise and Learned Chaarans". Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]