લખાણ પર જાઓ

દૂધરાજ

વિકિપીડિયામાંથી

દૂધરાજ ( પેરેડાઈઝ્ ફ્લાઈકેચર )

દૂધરાજ
પૂખ્ત નર
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Monarchidae
Genus: 'Terpsiphone'
Species: ''T. paradisi''
દ્વિનામી નામ
Terpsiphone paradisi
(Linnaeus, 1758)

દૂધરાજ[ફેરફાર કરો]

આ સુંદરપક્ષીને તરવરીયો, સુલતાન બુલબુલ, શાહ બુલબુલ ના નામે પણ ઓળખવામાં આવે છે.માખીમાર કુટુંબમા આ પક્ષી લંબાઇમાં સૌથી મોટું છે.

કદ અને દેખાવ[ફેરફાર કરો]

નરનું કદ બુલબુલને મળતું પણ દેખાય છે બુલબુલથી નાનો. તેની પૂંછડીમાં બે લાંબા પીંછા હોય છે, જેની લંબાઇ ૧૨" થી ૧૫" હોય છે. પૂખ્ત દૂધરાજનો રંગ સફેદ અને માથું ભુરૂં કાળું ચળકતું હોય છે. આંખો ઘેરી કથ્થાઇ, ચાંચ અને આંખ ફરતે આછોભૂરો અને પગ ભૂરાશા પડતા હોય છે.
માદા અને નાની ઊંમરના નરને પીઠ ઉપર પેસ્ટનટ રંગ અને રાખોડી ધોળું પેટાળ હોય છે. ત્રણ વરસનો નર સફેદ થવા લાગે છે, માત્ર તેનું માથું ચળકતું ભુરૂં રહે છે. નરને બે વરસની ઉંમરે પૂંછડીના લાંબા બે પીંછા નિકળે છે, માદાને પૂંછડીમાં લાંબા પીંછા હોતા નથી.

રહેઠાણ[ફેરફાર કરો]

આ પક્ષી ઘાટી વનરાજી, કાંટ, ઘટાદાર વૃક્ષો,આંબાવાડિયા અને મોટા બાગ બગીચામાં જોવા મળે છે. તે માનવ વસાહત પાસે આવવામાં જરાપણ ડરતૂં નથી. તે ઝાડપર નાના કપ જેવા માળામાં ત્રણ થી ચાર ઇંડા મૂકે છે.

આહાર[ફેરફાર કરો]

મુખ્ય ખોરાક ઉડતી જીવાત,પતંગીયા વિગેરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ફોટો[ફેરફાર કરો]