લખાણ પર જાઓ

દેવદાસી

વિકિપીડિયામાંથી
તમિલનાડુ, દક્ષિણ ભારતની બે દેવદાસીઓની છબી, ૧૯૨૦

દક્ષિણ ભારતમાં દેવદાસી એક એવી સ્ત્રી હતી જે આજીવન એક દેવતા અથવા મંદિરની પૂજા અને સેવા આપવા માટે સમર્પિત હતી. આ સમર્પણ એક પોટુકાટ્ટુ નામના એક સમારોહમાં થતું હતું, જે લગ્ન સમારંભ સમાન હતું. મંદિરની સંભાળ રાખવા અને ધાર્મિક વિધિઓ કરવા ઉપરાંત, આ મહિલાઓ ભરતનાટ્યમ, કુચિપુડી અને ઓડિસી નૃત્યો જેવી શાસ્ત્રીય ભારતીય કલાત્મક પરંપરાઓ પણ શીખતી હતી અને તેનો અભ્યાસ કરતી હતી. તેમની સામાજિક સ્થિતિ ઊંચી હતી કારણ કે નૃત્ય અને સંગીત એ મંદિરની ઉપાસનાનો આવશ્યક ભાગ હતો.

દેવદાસી બન્યા પછી આ યુવતીઓ પોતાનો સમય ધાર્મિક વિધિઓ, ધાર્મિક પ્રથાઓ અને નૃત્યો શીખવવામાં પસાર કરતી. તેમને ક્યારેક ઉચ્ચ અધિકારીઓ અથવા પાદરીઓ સાથે બાળકો થતાં હતાં જેમને પણ સંગીત અને નૃત્યની તાલીમ અપાતી હતી.[૧]

મંદિરના ઉપાસનાના નિયમો અનુસાર અથવા આગમશાસ્ત્રો અનુસાર નૃત્ય અને સંગીત એ મંદિરના દેવતાઓ માટે દરરોજની પૂજાની આવશ્યક સામગ્રી છે. તેથી દેવદાસીઓ વિવિધ સ્થાનિક નામો દ્વારા જાણીતી હતી જેમ કે કર્ણાટકમાં બાસીવી, મહારાષ્ટ્રમાં માતંગી, અને ગોવામાં કલાવંતી.[૨]  બ્રિટીશ શાસન દરમિયાન ભારતીય ઉપખંડમાં રાજાઓ જે મંદિરોના રક્ષક હતા તેઓ મોટે ભાગે હારી ગયા, આમ મંદિરના કલાકાર સમુદાયોએ તેમની શક્તિ ગુમાવી દીધી. પરિણામે દેવદાસીઓ તેમના પરંપરાગત સમર્થન અને રક્ષકો વિના છૂટી ગઈ. ઉપનિવેશક કાળ દરમિયાન સુધારાવાદીઓએ દેવદાસીની પરંપરાને ગેરકાનૂની બનાવવા માટેનું કામ કર્યું. દેવદાસી વિશેના ઉપનિવેશક મંતવ્યોનો ભારતમાં ઘણા જૂથો અને સંગઠનો દ્વારા અને પશ્ચિમી વિદ્વાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવે છે. બ્રિટિશરો દેવદાસીને બિન-ધાર્મિક શેરી નર્તકોથી અલગ કરવામાં અસમર્થ હતા. આનાથી તેમનામાં સામાજિક-આર્થિક વંચિતતા આવી અને લોકકળાઓને અપનાવી.[૩][૪][૫]

તાજેતરના સમયમાં દેવદાસી સિસ્ટમ લુપ્ત થવા લાગી છે. દેવદાસી પ્રણાલીને ૧૯૮૮માં આખા ભારતમાં ઔપચારિક રીતે ગેરકાયદેસર ઠેરવવામાં આવી હતી.[૬] ઑડિશાના જગન્નાથપુરી મંદિરમાં અત્યારે કોઈ પણ દેવદાસી નથી; છાપામાં આવેલા એક અહેવાલ અનુસાર શશીમોની કે જે જગન્નાથપુરી મંદિર સાથે સંકળાયેલી હતી તેનું ૨૦૧૫માં મૃત્યુ થયું હતું.[૭]

મહિલા આયોગના સંશોધન મુજબ દેવદાસી બનવાનાં કારણોમાં ગરીબી, ભોળાપણું વગેરે મુખ્ય હતાં. આ જ સંશોધન મુજબ તેમની સરેરાશ ઉંમર અન્ય લોકોની સરેરાશ ઉંમર કરતા ઓછી હતી અને ૫૦ વર્ષથી વધુ ઉંમરની દેવદાસી શોધવી મુશ્કેલ હતી.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Crooke, W.,, Encyclopaedia of Religion and Ethics, Vol. X, Eds., James Hastings and Clark Edinburg, Second Impression, 1930.
  2. De Souza, Teotonio R. (1994). Goa to Me. Concept Publishing Company. પૃષ્ઠ 68. ISBN 978-8170225041.
  3. Iyer, L.A.K, Devadasis in South India: Their Traditional Origin And Development, Man in India, Vol.7, No. 47, 1927.
  4. V.Jayaram. "Hinduism and prostitution". Hinduwebsite.com. મેળવેલ 28 April 2013.
  5. "Donors, Devotees, and Daughters of God: Temple Women in Medieval Tamilnadu - Reviews in History". History.ac.uk. મૂળ માંથી 27 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2018.
  6. Devdasi.(2007). Retrieved 4 July 2007, Encyclopædia Britannica
  7. विस्वास, A. K. Biswas एके (2016-02-18). "The last devadasi". Forward Press (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-14.
  8. "DEVADASIS – SINNERS OR SINNED AGAINST" (PDF). Cite journal requires |journal= (મદદ)