દોઆબ
દોઆબ (અંગ્રેજી: Doab) બે નદીઓ વચ્ચેના વિસ્તારને કહેવાય છે. તે 'દો' (હિંદીમાં બે-૨) અને 'આબ' (એટલે કે 'પાણી') આ શબ્દોના સમાસ વડે બનેલ છે, જેમ કે ગંગા અને યમુના નદીઓ વચ્ચેનો ભૂપ્રદેશ. વિશ્વમાં આ પ્રકારના ઘણા દોઆબ છે, જેમ કે દજલા દોઆબ અને ફરાત દોઆબ વગેરે. પણ ભારતમાં દોઆબ ખાસ કરીને ગંગા, યમુના નદીઓના મધ્ય ક્ષેત્રને જ કહેવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશમાં શિવાલિક પહાડીઓથી અલ્હાબાદ ખાતે બંને નદીઓના સંગમ સુધી ફેલાયેલ છે. નીચેનો દોઆબ જે ઇટાવા જિલ્લાથી અલ્હાબાદ સુધી ફેલાયેલ છે, તેને અંતર્વેદ કહેવામાં આવે છે.
ગંગા-યમુના દોઆબ
[ફેરફાર કરો]ગંગા યમુના દોઆબ અંતર્ગત સહરાનપુર, મુજફ્ફરનગર, મેરઠ, બુલંદ શહેર, અલીગઢ સમગ્ર જિલ્લાઓ અને મથુરા, આગ્રા, એટા, મેનપુરી જિલ્લાઓના કેટલાક ભાગ અને ઇટાવા, ફારુખાબાદ, કાનપુર, ફતેહપુર, અલ્હાબાદના અધિકતમ ભાગ આવે છે. આ વિસ્તારમાં સૌથી ફળદ્રુપ કાંપવાળી જમીન આવેલ છે. આ વિસ્તારમાં ઉપરી ગંગા, નીમ્ન ગંગા અને પૂર્વીય યમુના નહેર દ્વારા સિંચાઈ પ્રાપ્ય છે. ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનો આ મુખ્ય વિસ્તાર છે. માત્ર નદીઓના તટીય ભાગોમાં ખીણ-કોતરો હોય છે. ક્યાંક તેમાં નાનામોટા બંજર અને પલાશ જંગલો છે. આ દોઆબમાં કાનપુર, હાથરસ, મેરઠ, સહરાનપુર, ઇટાવા, ઓરૈયા વગેરે મોટાં શહેરો છે, જેનો મુખ્ય ધંધો વ્યાપાર ખૂબ ફેલાયેલ છે. રેલવે-માર્ગો અહીં જાળની માફક આસપાસ ફેલાયેલ છે. અહીં વસ્તી ખૂબ જ ગીચ છે, કારણ કે અહીં તમામ પ્રકારની ખેતી થાય છે અને પરિવહન સવલતો ઉત્તમ છે. આબોહવા પણ ઉત્તમ છે.
ભારતીય ઉપખંડમાં અન્ય દોઆબ
[ફેરફાર કરો]ભારતીય ઉપખંડના ઉત્તર ભાગના પ્રસિદ્ધ દોઆબ:[૧]
- ઉત્તર ભારતમાં જો કોઇ નદીના નામ સિવાય માત્ર દોઆબ કહેવામાં આવે તો તે ગંગા અને યમુના નદી વચ્ચેના ક્ષેત્રનું નામ છે.
- સિંધુ નદી અને આ જેલમ નદી વચ્ચેના વિસ્તારને સિંધ સાગર દોઆબ કહેવામાં આવે છે.
- જેલમ નદી અને ચિનાબ નદી વચ્ચેના વિસ્તારને જેચ દોઆબ કહેવામાં આવે છે.
- ચિનાબ નદી અને રવિ નદી વચ્ચેના વિસ્તારને રેચના દોઆબ કહેવામાં આવે છે.
- રાવી નદી અને બિયાસ નદી વચ્ચેના વિસ્તારને બારી દોઆબ કહેવામાં આવે છે.
- બિયાસ નદી અને સતલજ નદી વચ્ચેના વિસ્તારને બિસ્ત દોઆબ કહેવામાં આવે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Strategies of British India: Britain, Iran, and Afghanistan, 1798-1850, Malcolm Yapp, Clarendon Press, 1980, ... Between the Indus and the Jhelum was the Sind-Sagar Doab; between the Jhelum and the Chenab was the Jech (Chej) Doab ... the Rechna Doab; between the Ravi and the Beas was the Ban Doab; and between the Beas and the Satlej lay the Bist ...