ધીરુબેન પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધીરુબેન પટેલ
જન્મ ૨૫ મે ૧૯૨૬
વડોદરા, બરોડા સ્ટેટ, બ્રિટિશ ભારત
વ્યવસાય લેખક, અનુવાદક
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
નાગરિકતા ભારતીય
મુખ્ય રચના આગંતુક
મુખ્ય પુરસ્કારો રણજિતરામ સુવર્ણ ચંદ્રક
સાહિત્ય અકાદમી પુરસ્કાર

ધીરુબેન પટેલ (૨૫ મે ૧૯૨૬) વડોદરામાં જન્મેલા જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે.

જીવન[ફેરફાર કરો]

ધીરૂબેનનો જન્મ 29 મે, ૧૯૨૬ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે થયો હતો. ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન છે. ધીરુબેનનાં માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ ગોરધનભાઈ હતું.

અભ્યાસ[ફેરફાર કરો]

ધીરૂબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કુલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.

વ્યવસાય[ફેરફાર કરો]

  • ૧૯૪૯ - ૧૯૬૩ - ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક
  • ૧૯૬૩ - ૧૯૬૪ - દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક
  • ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક[૧]

જીવનઝરમર[ફેરફાર કરો]

  • થોડો વખત 'આનંદ પબ્લીશર્સ'નું સંચાલન
  • ૧૯૬૩ના વર્ષથી - કલ્કી પ્રકાશન
  • ૧૯૭૫ સુધી - 'સુધા' સાપ્તાહીકનાં તંત્રી
  • ૧૯૮૦ - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે.[૨][૩][૪]
  • ૨૦૦૩-૨૦૦૪ - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

સર્જન[ફેરફાર કરો]

  • વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા
  • નવલકથા - વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ
  • લઘુનવલ - વાંસનો અંકુર, આગંતુક, આંધલી ગલી
  • હાસ્યકથાઓ - પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન, કાર્તિક અને બીજાં બધાં
  • નાટકો - પહેલું ઈનામ, પંખીનો માળો, વિનાશને પંથે,
    • એકાંકી - નમણી નાગરવેલ
    • રેડીયો નાટક - મનનો માનેલો
  • બાળસાહિત્ય - બતકનું બચ્ચું, મિત્રાનાં જોડકણાં, કાકુમાકુ અને પૂંછડીની પંચાત, ગાડાના પૈડા જેટલા રોટલાની વાત, મીનુની મોજડી, ડ્રેન્ડ્રીડાડ, મિસીસિસ્તુરબબુઆ અને વરસાદ
  • બાળનાટકો - અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, ગગનચાંદનું ગધેડું, સૂતરફેણી, મમ્મી! તું આવી કેવી? પાઈપાઈ, આરબ અને ઉંટ
  • અનુવાદ - ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો
  • ટૂંકી વાર્તા - ચોરસ ટીપું (સંગ્રહ - ૨૦૧૮)
  • કાવ્યસંગ્રહ - કીચન પોએમ્સ (૨૦૧૧‌) (અંગ્રેજી), કીચન પોએમ્સ (૨૦૧૮) (ગુજરાતી)
  • ફિલ્મ - ભવની ભવાઈ (૧૯૮૦)

સન્માન[ફેરફાર કરો]

ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[૫]

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૬][૨][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Raikar-Mhatre, Sumedha (૯ જુલાઇ ૨૦૧૪). ""'Older people deserve their space, which is often denied to them,' noted writer Dhiruben Patel"". Mid-Day. Retrieved 12 December 2014. 
  2. ૨.૦ ૨.૧ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. pp. ૨૪૮–૨૫૧. ISBN 978-93-5108-247-7. 
  3. Tharu, Susie, Ke Lalita and (૧૯૯૩). "Dhiruben Patel" in Women Writing in India vol 1. Feminist Press at CUNY. pp. ૨૨૪–૨૨૬. ISBN 9781558610293. 
  4. "Dhiruben Patel". Muse India. Retrieved ૧૨ નવેમ્બર ૨૦૧૧. 
  5. ૫.૦ ૫.૧ "Sanskrit Sahitya Akademi Awards 1955-2007". Sahitya Akademi Official website. Archived from the original on ૨૦૦૮. 
  6. Vyas, Daksha. "સાહિત્યસર્જક: ધીરુબેન પટેલ". Gujarati Sahitya Parishad. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]