લખાણ પર જાઓ

ધર્મજ

વિકિપીડિયામાંથી
ધર્મજ
—  નગર  —
ધર્મજમાં આવેલો ટાવર
ધર્મજમાં આવેલો ટાવર
ધર્મજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′36″N 72°47′57″E / 22.476641°N 72.79921°E / 22.476641; 72.79921
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો પેટલાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળા, મરચાં તેમ જ અન્ય શાકભાજી

ધર્મજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક નગર છે. ધર્મજના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળા, મરચા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં શ્રી ત્રિભોવનદાસ ગિરધરભાઈ પટેલ મિશ્ર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને અંગ્રેજી માધ્યમની શાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

કહેવાય છે કે ધર્મજ ગામ મુળ ગરાસીયાઓનું હતું. પ્રચલિત લોક વાયકા અનુસાર આશરે ૯૦૦ વર્ષ પહેલાં આ ગામ વસ્યું હતું. ગામની કુળદેવી હર્ષદમાતા છે. જેનું મુખ્ય મંદિર મધ્યપ્રદેશ રાજ્યના ઉજૈન શહેરમાં છે. તેઓ રાજા વિક્રમાદિત્યના પણ કુળદેવી છે. રંગા પટેલના વારસદારોએ વિરોલથી વારાહી માતાને લાવી ગામતળ દેવી તરીકે સ્થાપ્યા છે.

ભૌગોલીક રીતે વાસદ-તારાપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ધર્મજ ગામ ઉત્તર અક્ષાંશ ૨૨-૨૫ તથા પૂર્વ રેખાંશ ૭૨-૪૮ પર વસેલુ છે. દરિયાની સપાટીથી ૮૪ ફુટની ઉંચાઈએ આવેલુ છે. આ ગામ વડોદરાથી ૫૦ કિલોમીટર, અમદાવાદથી ૯૦, ખંભાતથી ૨૨, નડીયાદથી ૩૮ તથા આણંદથી ૩૫ કિમીના અંતરે આવેલું છે. કુલ ક્ષેત્રફળ ૧૪૪૮-૯૩-૫૯ હેક્ટર માંથી ૧૭-૨૩-00 હેક્ટર ગામતળ તથા ૧૨૭૧-૭૧-૭૭ હેક્ટર ખેતીલાયક જમીન છે.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ધર્મજમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. અહીં દર દિવાળી પછી મેળો ભારાય છે. લાભ પાચમે તે શરુ થઈ અને પાંચ દિવસ સુધી ચાલે છે. તે ઉપરાંત ધર્મજમાં સુરજ બા પાર્ક છે. ત્યાં તળાવ બનાવવામાં આવ્યું છે અને તેમા નૌકા વિહારની સવલત છે.

ધર્મજની કુલ વસ્તી ૧૧,૩૩૪ની છે. મકાનોની કુલ સંખ્યા ૪,૧૨૩ માંથી પાકા મકાનો ૨,૯૬૬ છે.[સંદર્ભ આપો]

જાણીતી વક્તિઓ

[ફેરફાર કરો]

શહીદ રમણભાઈ અને ચંચળબેન જેવા સ્વાતંત્ર સંગ્રામીઓ આ ગામના વતની હતાં. ભારત સરકારના ભૂતપૂર્વ નાણાં અને ગૃહમંત્રી એચ. એમ. પટેલ અને એન.ડી.ડી.બી ના અધ્યક્ષા અમૃતા એચ. પટેલ આ ગામના વતની છે. પ્રો.સત્યવ્રત પટેલ જેવા શિક્ષણશાસ્ત્રી અને લેખક, જયપ્રકાશ પટેલ અને કૃપાલી પટેલ જેવા ખેલાડીઓ આ ગામના વતનીઓ છે.